/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/new-ott-releases-movies-and-web-series.jpg)
OTT Release In May 2024 : મે મહિનામાં હીરામંડી સહિ શૈતાન મુવી રિલીઝ થશે
OTT Release In May 2024 India : મે મહિનામાં તમને OTT પર એન્ટરટેઇનમેન્ટનો બંપર ડોઝ મળવાનો છે. Netflix, Hotstar થી લઇને Disney પ્લસ , Zee5 અને Jio Cinema પર અઢળક અને શાનદાર મુવી તથા વેબ સિરીઝ રિલીઝ થશે. આ અહેવાલમાં અમે તમારા માટે અપકમિંગ મુવી અને સિરીઝની યાદી તૈયાર કરી છે.
હીરામંડી વેબ સિરીઝ (Heeramandi Web Series)
વેબ સિરીઝના રસિકો માટે મે મહિનાની શરૂઆત એટલી ધમાકેદાર થવાની છે કે તમને મજા પડી જશે. 1 મેના રોજ સંજય લીલા ભણશાલીની વેબ સિરીઝ હીરામંડી નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. ઓટીટી પર વેબ સિરીઝ જોનારા શોખીનો સિરીઝની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.
સંજય લીલા ભણસાલીએ ઘણી ફેમસ એક્ટ્રેસ અને એક્ટર લીધા છે. હીરામંડી ફિલ્મમાં સોનાક્ષી સિન્હા એ ફરીદાનનું પાત્ર ભજવ્યું છે. તો રિચા ચઢ્ઢા હીરામંડી સિરીઝમાં લાજોના પાત્રમાં જોવા મળશે. સંજીદા ખાન હીરામંડીમાં વહિદા બની છે. શરમીન સેગલે હીરામંડી સિરીઝમાં આલમઝેબનો રોલ અદા કર્યો છે. અદિતિ રાવ હૈદરીએ હીરામંડીમાં બિબોજાનના રોલમાં જોવા મળશે. આ સિવાય હીરામંડી સિરીઝમાં તાહા શાહ, ફરદીન ખાન પણ પોતાનો જાદુ ફેલાવતો નજર આવશે. ફરદીન ખાન 14 વર્ષ પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કમબેક કરી રહ્યો છે.
હીરામંડી સિરીઝના ગીતની વાત કરીએ તો અત્યાર સુધીમાં તેના ત્રણ સોન્ગ રિલીઝ થઇ ગયા છે. જેમાં સકલ બન, તિલસ્મી બાંહે અને આઝાદી ગીત સામેલ છે. હીરામંડીના આ ત્રણેય લોકોને ખુબ જ પસંદ આવ્યા છે. તિલસ્મી બાંહે સોન્ગમાં સોનાક્ષી સિન્હાની કિલ્લર અદા જોવા મળી રહી છે. જ્યારે આઝાદી સોન્ગમાં હીરામંડીની હસીનાઓ આઝાદી માટે લડતી જોવા મળી રહી છે.
સિટાડેલ : હની બની (Citadel : Hunny Bunny)
વરૂણ ધવન અને સામંથા રૂથ પ્રભુ સ્ટારર ફિલ્મ સિટાડેલ : હની બની અભિનેત્રી પ્રિયંકા ચોપરાની અમેરિકી જાસૂસી થ્રિલર 'સિટાડેલ'ની કોપી છે. આ લવ સ્ટોરીની સાથે એક સ્પાઇ અને થ્રિલર એક્શન ફિલ્મ છે. આ ફિલ્મ અમેઝોન પ્રાઇમ વીડિયો પર મે મહિનામાં રિલીઝ થવાની છે.
ધ બ્રોકન ન્યૂઝ સીઝન 2 (The Broken News Season 2)
ધ બ્રોકન ન્યૂઝ સીઝન 2ની સ્ટાર કાસ્ટ વિશે વાત કરીએ તો તેમાં સોનાલી બેન્દ્રે, જયદીપ અહલાવત અને શ્રિયા પિલગાંવકર લીડ રોલમાં નજર આવશે. આ સિવાય અમીના કુરૈશી, દીપાંકર સાન્યાલ અને રાધા ભાવર્ગ ન્યૂઝ રૂમમાં પોતાના અંગત જીવનમાં ચાલી રહેલા સંઘર્ષ સામે લડતા નજર આવશે. ધ બ્રોકન ન્યૂઝ સીઝન 2 3 મેના રોજ ZEE5 પર સ્ટ્રીમ થશે.
વુમન ઓફ માય બિલિયન (Women of My Billion Documentry)
વુમન ઓફ માય બિલિયન એક ડોક્યુમેન્ટ્રી છે. જે 3 મેના રોજ અમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થવાની છે. વુમન ઓફ માય બિલિયનમાં એક એવી મહિલાની કહાની બતાવવામાં આવી છે જે કન્યાકુમારીથી લઇને કાશ્મીર સુધીની પગપાળા યાત્રા કરે છે. શોર્ટ ફિલ્મ વુમન ઓફ માય બિલિયન દ્વારા અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ નિર્માતા તરીકેની શરૂઆત કરી છે. તો આ ડોક્યુમેન્ટ્રી ડાયરેક્ટર અજીતેશ શર્મા દ્વારા નિર્દેશિત છે.
શૈતાન મુવી (Shaitaan Movie)
અજય દેવગણ અન આર.માધવનની ફેમસ મુવી શૈતાન સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી ત્યારે લોકોને ખુબ પસંદ આવી હતી. ત્યારે જો હજુ તમારે ફિલ્મ શૈતાન જોવાની બાકી હોય તો તમે 3 મેથી નેટફ્લિક્સ પર જોઇ શકશો. શૈતાન મુવીમાં આર.માધવનની એક્ટિંગના લોકોએ ભરપૂર વખાણ કર્યા હતા. આ સિવાય શૈતાન મુવી દ્વારા ગુજરાતી સ્ટાર જાનકી બોડીવાલાએ બોલિવૂડમાં એન્ટ્રી કરી છે. શૈતાન મુવીમાં અજય દેવગણ, આર માધવન અને જાનકી બોડીવાલા સિવાય સાઉથ સુપરસ્ટાર સૂર્યાની પત્ની જ્યોતિકા મહત્વની ભૂમિકામાં નજર આવે છે.
ધ આઇડિયા ઓફ યૂ (The Idea Of You Movie)
ધ આઇડિયા ઓફ યૂ એક અમેરિકી કોમેડી ફિલ્મ છે. જે 2 મેના રોજ એમેઝોન પ્રાઇમ વીડિયો પર તમે જોઇ શક્શો.
હૈક્સ (Hacks Season 3)
હૈક્સ સીઝન 3નું પ્રીમિયર 2 મેંના રોજ થશે. હૈક્સ સીરિઝના 30 મેં સુધી દર સપ્તાહે બે એપિસોડ પ્રસારિત થશે. હૈક્સમાં સ્ટાર કાસ્ટ ડેબોરા વેન્સ અને ઇનબિંદર લીડ રોલમાં નજર આવશે. હૈક્સ વેબ સીરિઝની કહાની લેખિક એવા ડેનિયલની આસપાસ ફરે છે.
આ પણ વાંચો : Heeramandi New Song Azadi : હીરામંડી ન્યૂ સોન્ગ ‘આઝાદી’ રિલીઝ, સાંભળીને રડી પડશો
વીર સાવરકર મુવી (Veer Savarkar Movie)
રંદીપ હુડ્ડા સ્ટારર વીર સાવરકર ફિલ્મ સિનેમાઘરો પછી હવે ઓટીટી પર દસ્તક દેશે. વીર સાવરકર મેં મહિનામાં જી5 પર સ્ટ્રીમ થશે તેવા સમાચાર સામે આવ્યાં છે. વીર સાવરકર મુવી 2 કલાક 58 મિનિટ લાંબી છે. આ ફિલ્મની લેન્થ 2 કલાક 58 મિનિટ છે. રણદીપ હુડ્ડાએ વીર સાવરકરનું પાત્ર એટલી સારી રીતે અદા કર્યું છે કે જોઇને તમને લાગશે કે આપણે સાવરકરને પડદા પર જોઈ રહ્યા છીએ. રણદીપ હુડ્ડાએ કાલા પાની સિક્વન્સમાં શાનદાર એક્ટિંગ કરી છે. આ રોલ માટે તેણે જે મહેનત કરી છે તે સ્પષ્ટપણે જોવા મળે છે. આ ફિલ્મની લેન્થ 2 કલાક 58 મિનિટ છે. રણદીપ હુડ્ડાએ વીર સાવરકરનું પાત્ર એટલી સારી રીતે અદા કર્યું છે કે જોઇને તમને લાગશે કે આપણે સાવરકરને પડદા પર જોઈ રહ્યા છીએ. રણદીપ હુડ્ડાએ કાલા પાની સિક્વન્સમાં શાનદાર એક્ટિંગ કરી છે. આ રોલ માટે તેણે જે મહેનત કરી છે તે સ્પષ્ટપણે જોવા મળે છે. સાવરકરના ભાઈના રોલમાં અમિત સિયાલ અને તેમની પત્નીના રોલમાં અંકિતા લોખંડેએ પ્રભાવિત કર્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us