OTT Release in September 2024: ઓટીટી પ્લેટફોર્મ મનોરંજનનું નવું સરનામું છે. ઓટીટી પર દર રોજ નવી નવી વેબ સિરીઝ અને ફિલ્મો રિલીઝ થયા કરે છે. સપ્ટેમ્બરમાં પણ ઓટીટી પર દર્શકોને મનોરંજન અને થ્રીલરનો ડબલ ડોઝ મળવાનો છે. સપ્ટેમ્બરમાં ઓટીટી પર દમદાર ફિલ્મ અને વેબ સિરીઝ રિલીઝ થવાની છે. જેમાં અનન્યા પાંડેની કોલ મી બે થી લઈ એમિલી ઈન પેરિસ સામેલ છે. અહીં સપ્ટેમ્બરમાં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થનાર ફિલ્મ અને વેબ સિરીઝ વિશે જાણકારી આપવામાં આવી છે. જાણો ક્યા, ક્યારે અને ક્યાં ઓટીટી પ્લેટફોર્મ પર જોવા મળશે.
કોલ મી બે (Call Me Bae)
અનન્યા પાંડે, વીર દાસની આ શાનદાર ફિલ્મ 6 સપ્ટેમ્બર રિલીઝ થઇ રહી છે. તેનું નિર્દેશન કોલિન ડી’કુન્હાએ કર્યું છે અને તમે આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ વિડિઓ પર જોઈ શકો છો.
બર્લિન (Berlin)
ZEE5 ની નવી જાસૂસી થ્રિલર બર્લિન પણ સપ્ટેમ્બર મહિનામાં રિલીઝ થઇ રહી છે. આ જાસૂસી ડ્રામા 13 સપ્ટેમ્બરથી ઓટીટી પર જોઈ શકશો. આ ફિલ્મમાં અપારશક્તિ ખુરાના, ઇશ્વાક સિંહ, રાહુલ બોઝ, અનુપ્રિયા ગોએન્કા અને કબીર બેદી છે. આ જાસૂસી થ્રિલરનું નિર્દેશન અતુલ સભરવાલે કર્યું છે. અહીં ફિલ્મનું દમદાર ટ્રેલર જુઓ
તનાવ 2 (Tanaav 2)
તનાવ નો બીજો પાર્ટ પણ સપ્ટેમબરમાં રિલીઝ થવાનો છે. વેબ સિરીઝ તનાવ ની પ્રથમ સીઝન ખૂબ પસંદ કરવામાં આવી હતી, જે બાદ હવે તનાવ 2 આવી રહી છે. 6 સપ્ટેમ્બરે આ વેબ સિરીઝ સોની લિવ (Sony Liv) પર રિલીઝ થશે.
સેક્ટર 36 (Sector 36)
વિક્રાંત મેસી અને દીપક ડોબરિયાલની ફિલ્મ સેક્ટર 36 એક ક્રાઇમ થ્રિલર છે, જે દિલ્હીના એક સિરિયલ કિલરની વાર્તા પર આધારિત છે. આ ફિલ્મ 13 સપ્ટેમ્બર નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે.
એમિલી ઇન પેરિસ સીઝન 4 પાર્ટ 2 (Emily in Paris)
અમેરિકન રોમેન્ટિક કોમેડી ડ્રામાની નવી સીઝન આવી રહી છે. એમિલી ઇન પેરિસ સીઝન 4નો બીજો ભાગ 12 સપ્ટેમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ રહ્યો છે.
ધ પરફેક્ટ કપલ (The Perfect Couple)
અમેરિકન વેબ સિરીઝ ધ પરફેક્ટ કપલ નેટફ્લિક્સ પર 5 સપ્ટેમ્બર રિલીઝ થવા જઈ રહી છે. આ સિરીઝ વર્ષ 2018માં એલિન હિલ્ડરબ્રાન્ડના પુસ્તક પર આધારિત છે.
થલાવન (Thalavan)
આ પણ વાંચો | અનુરાગ કશ્યપની ગેંગ્સ ઓફ વાસેપુર થિયેટર ફરી ધૂમ મચાવશે, ક્યારે થશે રી- રિલીઝ?
મલયાલમ ફિલ્મ થલાવન સસ્પેન્સ અને થ્રિલરથી ભરપૂર છે અને આ ફિલ્મ 10 સપ્ટેમ્બર સોની એલઆઈવી પર રિલીઝ થવા જઈ રહી છે. સાઉથની આ ફિલ્મ હિન્દી સહિત ઘણી ભાષાઓમાં રિલીઝ થવા જઈ રહી છે.





