OTT Release This Week | લાંબા વિકેન્ડ પર ઓટીટી પર ઘરે બેઠા મુવીઝ જુઓ, પરિવાર સાથે મનોરંજન ની મજા માણો

આ અઠવાડિયે ઓટીટી રિલીઝ | લાંબા વિકેન્ડ પર ઘરે બેસીને તમારા પરિવાર સાથે ઓટીટી પર મુવીઝ જોઈ શકો છો. આ અઠવાડિયે સાહસ, જાસૂસી, એક્શન અને હોરરથી લઈને ગંભીર પોલિટિકલ થ્રિલર સુધીની નવી રસપ્રદ ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ થઈ છે.

આ અઠવાડિયે ઓટીટી રિલીઝ | લાંબા વિકેન્ડ પર ઘરે બેસીને તમારા પરિવાર સાથે ઓટીટી પર મુવીઝ જોઈ શકો છો. આ અઠવાડિયે સાહસ, જાસૂસી, એક્શન અને હોરરથી લઈને ગંભીર પોલિટિકલ થ્રિલર સુધીની નવી રસપ્રદ ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ થઈ છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
આ અઠવાડિયે ઓટીટી રિલીઝ 15 ઓગસ્ટ 2025 મુવીઝ વેબ સિરીઝ મનોરંજન

Independence Day 2025 OTT Movies to Watch

OTT Release This Week | આજે 15 ઓગસ્ટ છે. આ સ્વતંત્રતા દિવસ શુક્રવારે આવ્યો છે, જેના કારણે તમને 3 દિવસની લાંબી રજા મળી રહી છે. જોકેઆ અઠવાડિયે ઋત્વિક રોશનની વોર 2' અને રજનીકાંતની 'કૂલી' જેવી બે મોટી ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. પરંતુ જો તમને ઘરે બેઠા કંઈક જોવાનું મન થાય તો ઓટીટી પર મજેદાર મુવીઝ રિલીઝ થવાની છે.

Advertisment

લાંબા વિકેન્ડ પર ઘરે બેસીને તમારા પરિવાર સાથે ઓટીટી પર મુવીઝ જોઈ શકો છો. આ અઠવાડિયે સાહસ, જાસૂસી, એક્શન અને હોરરથી લઈને ગંભીર પોલિટિકલ થ્રિલર સુધીની નવી રસપ્રદ ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ થઈ છે.

તેહરાન

જોન અબ્રાહમ સ્ટારર સિરીઝ 'તેહરાન'માં રાજકીય કાવતરાઓનો ભીષણ યુદ્ધ જોવા મળશે. તે 15 ઓગસ્ટના એક દિવસ પહેલા 14 ઓગસ્ટે ZEE5 પર પ્રસારિત થઈ રહી છે. તે રશિયા-યુક્રેન યુદ્ધની એક ભારતીય પોલીસ અધિકારીની સ્ટોરી રજૂ કરે છે જે આંતરરાષ્ટ્રીય કાવતરામાં ફસાઈ જાય છે.

તેહરાનમાં વિસ્ફોટોની તપાસ કરતી વખતે તે પોતાને એક એવી જાળમાં ફસાવે છે જ્યાં ફક્ત તેનું જીવન જ નહીં પરંતુ દેશની સુરક્ષા પણ જોખમમાં મુકાય છે. અરુણ ગોપાલન દ્વારા ફિલ્મનું દિગ્દર્શન કરવામાં આવ્યું છે. માનુષી છિલ્લર અને નીરુ બાજવાએ પણ જોન સાથે કામ કર્યું છે. ફિલ્મમાં, અભિનેતા દિલ્હી પોલીસના ACP રાજીવ કુમારની ભૂમિકા ભજવી રહ્યા છે.

Advertisment

અંધેરા

જો તમે હોરર સ્ટાઇલના ચાહક છો, તો આ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. આ સિરીઝ 14 ઓગસ્ટના રોજ એમેઝોન પ્રાઇમ વિડીયો પર સ્ટ્રીમ થઈ રહી છે. તે અલૌકિક ઘટનાઓથી ભરેલી છે. તે એક ગુમ થયેલી છોકરીની સ્ટોરી છે, જેનો કેસ ઇન્સ્પેક્ટર કલ્પના કદમ અને મેડિકલ સ્ટુડન્ટ જય ઉકેલવાનો પ્રયાસ કરે છે. તેના કુલ આઠ એપિસોડ છે, જેનું દિગ્દર્શન રાઘવ દાર દ્વારા કરવામાં આવ્યું છે. તેનું નિર્માણ ફરહાન અખ્તર દ્વારા કરવામાં આવ્યું છે. તેમાં પ્રાજક્તા કોલી, સુરવીન ચાવલા, પ્રિયા બાપટ અને કરણવીર મલ્હોત્રા જેવા કલાકારો છે.

સારે જહાં સે અચ્છા

પ્રતીક ગાંધી આ થ્રિલર સિરીઝ 13 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ છે. આમાં, અભિનેતા એક ભારતીય જાસૂસની ભૂમિકા ભજવી રહ્યા છે, જે પોતાના મિશનમાં સરહદ પાર કરીને દુશ્મનના પરમાણુ ઠેકાણાઓનો નાશ કરવાનો પ્રયાસ કરે છે. આ શો દેશભક્તિની ભાવના જાગૃત કરશે. તેમાં પ્રતીક ગાંધી, સની હિન્દુજા, સુહેલ નાયર, કૃતિકા કામરા, તિલોત્તમા શોમ અને રજત કપૂર જેવા કલાકારો છે.

કોર્ટ કચેરી

આ પાંચ એપિસોડનો કાનૂની કોમેડી-ડ્રામા છે, જે પરમની સ્ટોરી કહે છે. પરમ પર તેના પિતાના વકીલાતના વારસાને આગળ વધારવાનું દબાણ છે, પરંતુ તે વિદેશ જવાનું સપનું જુએ છે. આ શ્રેણીમાં પવન મલ્હોત્રા અને આશિષ વર્મા છે. આ શ્રેણી સોની લિવ પર સ્ટ્રીમ થઈ રહી છે.

celebrities મનોરંજન ન્યૂઝ ઓટીટી ટ્રેન્ડિંગ ન્યૂઝ