OTT Release This Week | સપ્ટેમ્બર (September) નો બીજો અઠવાડિયું ઓટીટી (OTT) દર્શકો માટે ખૂબ જ ખાસ રહેવાનો છે. રોમાન્સથી નાટકો, હાઇ-ઓક્ટેન એક્શન અને લાઈટ કોમેડી, દરેક પ્રકારના કન્ટેન્ટ તમારા મોબાઇલ અને ટીવી સ્ક્રીન પર હાજર રહેશે. અહીં જાણો આ વિકેન્ડ પર કયા દિવસે અને કયા પ્લેટફોર્મ પર શું જોવા મળશે.
ઓટીટી (OTT) પર દર અઠવાડિયે નવી મુવીઝ અને વેબ સિરીઝ રીલીઝ થતી હોય છે, સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં પણ મજેદાર મુવીઝ અને વેબ સિરીઝ આવશે, અહીં જુઓ લિસ્ટ
આ અઠવાડિયે ઓટીટી રિલીઝ (OTT Release this week)
ડુ યુ વોના પાર્ટનર (Do You Wanna Partner)
બે મિત્રોની ભાગીદારી અને દારૂના વ્યવસાયમાં પ્રવેશવાની તેમની હિંમત દર્શાવતી શ્રેણી ડુ યુ વોના પાર્ટનર 12 સપ્ટેમ્બરના રોજ એમેઝોન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થઇ છે. આ સ્ટોરી તેમના સપના, પડકારો અને નિયમ તોડવાની મુસાફરી પર આધારિત છે.
ધ રોંગ પેરિસ (The Wrong Paris)
‘ધ રોંગ પેરિસ’ 12 સપ્ટેમ્બરના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. આ રોમેન્ટિક કોમેડી એક મહિલાની વાર્તા છે જે એક ડેટિંગ શોમાં જોડાય છે, એવું વિચારીને કે તેનું શૂટિંગ પેરિસ (ફ્રાન્સ) માં થઈ રહ્યું છે, પરંતુ પાછળથી તેને ખબર પડે છે કે તે સ્થાન પેરિસ, ટેક્સાસ છે.
વુલ્ફ કિંગ સીઝન 2 (wolf king season 2)
વુલ્ફ કિંગ લોકપ્રિય સિરીઝ છે તે વુલ્ફ કિંગની બીજી અને અંતિમ સીઝન 11 સપ્ટેમ્બરના રોજ નેટફ્લિક્સ પર દર્શકો સમક્ષ આવી છે. આમાં ડ્રુ ફેરન છેલ્લી વખત દુશ્મનો સામે લડીને પોતાના લોકોને બચાવવા અને પોતાનું સિંહાસન પાછું મેળવવાનો પ્રયાસ કરે છે.
કુલી (Coolie)
ડિરેક્ટર લોકેશ કનાગરાજની ફિલ્મ ‘કુલી’ 11 સપ્ટેમ્બરના રોજ એમેઝોન પ્રાઇમ વિડીયો પર રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં સુપરસ્ટાર રજનીકાંત, નાગાર્જુન અને આમિર ખાન સાથે જોવા મળે છે. સ્ટોરી એક બોર્ડિંગ હાઉસ માલિક દેવની છે, જે તેના મિત્રના શંકાસ્પદ મૃત્યુની તપાસ કરે છે અને તેને એક ખતરનાક દાણચોરી ગેંગનો સામનો કરવો પડે છે.
મટીરિયલિસ્ટ્સ (Materialists)
ડાકોટા જોહ્ન્સન, ક્રિસ ઇવાન્સ અને પેડ્રો પાસ્કલ જેવા મોટા સ્ટાર્સ અભિનીત, ધ મટીરિયલિસ્ટ્સ 13 સપ્ટેમ્બરના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. આ ફિલ્મ એક મહત્વાકાંક્ષી ન્યૂ યોર્ક મેચમેકરની છે જે પોતાના પ્રેમ જીવન સાથે સંઘર્ષ કરતી જોવા મળે છે.
સૈયારા (saiyaara)
અહાન પાંડે અને અનિત પડ્ડા સ્ટારર રોમેન્ટિક ફિલ્મ ‘સૈયારા’ આજે એટલે કે 12 સપ્ટેમ્બરથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમિંગ શરૂ થઈ ગઈ છે. મોહિત સુરી દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મ એક સંગીતકાર અને લેખકની વાર્તા છે જે ઊંડા સંબંધમાં પ્રવેશ કરે છે, પરંતુ લેખકનો અલ્ઝાઈમર રોગ તેમના પ્રેમની સૌથી મોટી કસોટી બની જાય છે.