OTT Release July 2023 : જૂલાઇ મહિનામાં મનોરંજનનું ઘોડાપૂર, ઓટીટી પ્લેટફોર્મ પર અઢળક નવી ફિલ્મો અને વેબ સીરિઝ થશે રિલીઝ

OTT Releases July 2023 : જુલાઇ મહિનો મનોરંજનથી ભરપૂર છે. કારણ કે આ મહિનામાં ઓટીટી પ્લેટફોર્મ પર અઢળક વેબ સીરિઝ અને ફિલ્મો રિલીઝ થવાની છે. જાણો તેના નામ અને તારીખ વિશે.

OTT Releases July 2023 : જુલાઇ મહિનો મનોરંજનથી ભરપૂર છે. કારણ કે આ મહિનામાં ઓટીટી પ્લેટફોર્મ પર અઢળક વેબ સીરિઝ અને ફિલ્મો રિલીઝ થવાની છે. જાણો તેના નામ અને તારીખ વિશે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
OTT Release This Month

OTT Release July 2023 : જૂલાઇ મહિનામાં મનોરંજનનું ઘોડાપૂર

જુલાઇ મહિનો મનોરંજનથી ભરપૂર છે. કારણ કે આ મહિનામાં ઓટીટી પ્લેટફોર્મ પર અઢળક વેબ સીરિઝ અને ફિલ્મો રિલીઝ થવાની છે. જેમાં દર્શકો લાંબા સમયથી રાહ જોનારી ફિલ્મો અને સીરિઝનો સમાવેશ થાય છે. આવો તમને જણાવીએ કે આ મહિને કંઈ કંઈ ફિલ્મો રિલીઝ થવા માટે તૈયાર છે. મહત્વનું છે કે, દર્શકોમાં હાલ ઓટીટી પ્લેટફોર્મનો બારે ક્રેઝ છે. કારણ કે દર્શકોને ઘરે બેઠા ઓટીટી પ્લેટફોર્મના માધ્યમથી ભરપૂર મનોરંજન મળી રહે છે.

Advertisment

ઈશ્ક નેક્સ્ટ ડોર જિયો

ઈશ્ક નેક્સ્ટ ડોર જિયો સિનેમા પર ફ્રીમાં સ્ટ્રીમ કરવામાં આવશે. તે 3 જુલાઈએ રિલીઝ થશે. તેના નિર્દેશક અખિલેશ વત્સ છે અને આ હિન્દીમાં રિલીઝ થઈ રહી છે.

સ્વીટ કરમ કોફી

સ્વીટ કરમ કોફી (Sweet Kaaram Coffee) 6 જુલાઈ, 2023ના રોજ પ્રાઇમ વીડિયો પર તમિલ, તેલુગુ, હિન્દી, મલયાલમ અને કન્નડ એમ પાંચ ભાષામાં રિલીઝ થવાની છે. 'સ્વીટ કરમ કોફી' બેજોય નામ્બિયાર, ક્રિષ્ના મારીમુથુ અને સ્વાતિ રઘુરામ દ્વારા નિર્દેશિત છે.

અધુરા

અધુરા ઓટીટી પ્લેટફોર્મ પ્રાઇમ વીડિયો પરથી રિલીઝ થશે. તેનું સ્ટ્રીમિંગ 7 જુલાઈ, 2023ના રોજ કરવામાં આવશે. તે અનન્યા બેનર્જી અને ગૌરવ કે ચાવલા દ્વારા નિર્દેશિત છે.

Advertisment

કિંગ ધ લેન્ડ

OTT પ્લેટફોર્મ Netflix પર કિંગ ધ લેન્ડ 13 જુલાઈ રોજ રિલીઝ થશે. તેને કોરિયન ભાષામાં સ્ટ્રીમ કરવામાં આવશે.

ધ ટ્રાયલ: લવ લો ચીટ

ધ ટ્રાયલ: પ્યાર કાનૂન ધોકા એ કોર્ટરૂમ ડ્રામા વેબ સીરીઝ છે. જેમાં કાજોલ લીડ રોલમાં છે અને તેણે એક મજબૂત વકીલની ભૂમિકા નિભાવી છે. તેણીની સાથે અભિનેતા જીસુ સેનગુપ્તા છે, જે તેના પતિની ભૂમિકા ભજવે છે. કાજોલ આ સીરિઝ સાથે વેબ સીરિઝમાં ડેબ્યૂ કરી રહી છે. ત્યારે કાજલ અભિનિત વેબ સીરિઝ 14 જુલાઈના રોજ ડિઝની પ્લસ હોટસ્ટાર સ્ટ્રીમ કરવામાં આવશે. તેના નિર્દેશક સુપરણ એસ વર્મા છે.

કોહરા

કોહરા OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ થઇ રહી છે. તમે તેને 15 જુલાઈ, 2023 થી OTT પર જોઈ શકશો. તેમજ આ સીરિઝના નિર્દેશક રણદીપ ઝા છે અને તે હિન્દીમાં રિલીઝ થશે.

'સર્ફ ગર્લ્સ હવાઈ'

સર્ફ ગર્લ્સ હવાઈનો તેમ 18 જુલાઈથી પ્રાઇમ વીડિયો પર આનંદ માણી શક્શો. આ સીરિઝ અંગ્રેજીમાં રિલીઝ થશે.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ