Most Watched Web Series And Film On OTT In 2024 India: ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમિંગ થયેલી ભારતીય વેબસિરિઝ અને ફિલ્મનો વર્ષ 2024નો અર્ધવાર્ષિક રિપોર્ટ જારી થયો છે. જેમા વર્ષ 2024ના પ્રથમ છ મહિનામાં ઓટીટી પર દર્શકો તરફથી કેવો રિસ્પોન્સ મળ્યો છે અને કઈ વેબ સિરીઝ અને ફિલ્મો સૌથી વધુ જોવાઈ છે. આ વર્ષે અત્યાર સુધીમાં સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ હીરામંડી, બિગ બોસ ઓટીટી 3 સહિત ઘણા શો સૌથી વધુ જોવા મળ્યા છે.
ઓરમેક્સના મિડ યર ઓટીટીના રિપોર્ટ અનુસાર, પ્રાઇમ વીડિયોની પંચાયત 3 સિરીઝ તેની લોકપ્રિયતા અને અપેક્ષાઓ પર ખરી ઉતરી હતી કારણ કે તે અત્યાર સુધીની સૌથી વધુ જોવાયેલી હિન્દી વેબ સિરીઝ તરીકે ઉભરી આવી હતી. જિતેન્દ્ર કુમાર, નીના ગુપ્તા અને રઘુબીર યાદવ અભિનીત 2.82 કરોડ વ્યૂઝ સાથે છેલ્લા છ મહિનામાં રિલીઝ થયેલા અન્ય તમામ શોમાં ટીવીએફ શોએ નોંધપાત્ર આકર્ષણ મેળવ્યું હતું.
આ પછી સંજય લીલા ભણસાલીની બહુચર્ચિત હીરામંડી સિરીઝ સૌથી વધુ જોવામાં આવી છે. તેને 2.03 કરોડ વખત જોવામાં આવી છે. નેટફ્લિક્સના આ શોને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ મીમ્સ અને સિરીઝના ટ્રોલિંગને કારણે તે ઇન્ટરનેટ પર ચર્ચાનો મુખ્ય વિષય રહ્યો હતો. ઓટીટી પર વર્ષ 2024ના પ્રથમ 6 મહિનામાં સૌથી વધુ જોવામાં આવેલી ટોપ 5 વેબ સિરીઝ અને ફિલ્મમાં ત્રીજા ક્રમે રોહિત શેટ્ટીની ઇન્ડિયન પોલીસ ફોર્સ (1.95 કરોડ વ્યૂઝ) અને ચોથા ક્રમે જિતેન્દ્ર કુમારની કોટા ફેક્ટરી સીઝન 3 (1.57 કરોડ વ્યૂઝ) અને પાંચમાં ક્રમે ધ લિજેન્ડ ઓફ હનુમાન (1.48 કરોડ વ્યૂઝ)નો સમાવેશ થાય છે.
આ પણ વાંચો | સલમાન ખાન રૂમર્ડ ગર્લ ફ્રેન્ડ લુલિયા વંતુર બર્થ ડે, ખાન પરિવારે કર્યું સેલિબ્રેશન, જુઓ ફોટા
આ લિસ્ટમાં પાંચ પ્લેટફોર્મ સામેલ છે, જેમાં ડિઝની હોટસ્ટાર પ્લસ પહેલા નંબર પર છે. જિયો સિનેમાનો બિગ બોસ ઓટીટી 3 સીઝન વર્ષ 2024ના પ્રથમ 6 મહિનામાં સૌથી વધુ જોવામાં આવેલો ભારતીય અનસ્ક્રિપ્ટેડ શો બની ગયો છે. 1.78 કરોડ વ્યૂઝ સાથે અનિલ કપૂરે હોસ્ટ કરેલો શો આ લિસ્ટમાં પ્રથમ નંબર પર છે. આ પછી નેટફ્લિક્સનો ગ્રેટ ઇન્ડિયન કપિલ શો 1.45 કરોડ વ્યૂ સાથે બીજા ક્રમે અને 1.25 કરોડ વ્યૂઝ સાથે શાર્ક ટેન્ક ઇન્ડિયા ત્રીજા નંબર પર છે.