/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/ott.jpg)
ઓટીટી પર હોરર-થ્રિલર સાથે ક્રાઇમનો તડકો, આ ફિલ્મો અને સીરિઝ થશે રિલીઝ (ફોટો ક્રેડિટ સોશિયલ મીડિયા)
Ott This Week Release Movies and Web Series : પ્રેક્ષકો થિયેટરો કરતાં ઘરે ઓટીટી પર મૂવી અને વેબ સીરિઝ જોવાનું વધુ પસંદ કરે છે. OTT પ્રેક્ષકો દર અઠવાડિયે નવી ફિલ્મો અને વેબ સીરિઝની આતુરતાથી રાહ જુએ છે. આવી સ્થિતિમાં માર્ચનું ત્રીજું અઠવાડિયું પણ દર્શકો માટે ખૂબ જ ખાસ રહેશે. આ અઠવાડિયે OTT પર ઘણી શાનદાર મૂવીઝ અને વેબ સીરિઝ રિલીઝ થશે. ચાલો જાણીએ આ અઠવાડિયે કઈ ફિલ્મો અને સીરિઝ ક્યારે અને ક્યાં રિલીઝ થશે?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/hanuman-movie.jpg)
ભ્રમયુગમ (Bramayugam Movie)
મામૂટી 'ભ્રમયુગમ'માં લીડ રોલમાં છે. તે જ સમયે, અમલદા લિઝ, અર્જુન અશોકન અને સિદ્ધાર્થ ભારતન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, 'ભ્રમયુગમ' સોની લિવ પર 15 માર્ચે રિલીઝ થવાની છે.
લાલ સલામ (Lal Salaam Movie)
'લાલ સલામ' એક બેજવાબદાર શહેરવાસીની આસપાસ ફરે છે. ઐશ્વર્યા રજનીકાંત દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં વિષ્ણુ વિશાલ, વિક્રાંત અને સેંથિલ મુખ્ય ભૂમિકામાં છે. ઉપરાંત, સુપરસ્ટાર રજનીકાંત કેમિયોમાં જોવા મળશે. આ ફિલ્મ પણ 15 માર્ચે Netflix પર રિલીઝ થવાની છે.
મર્ડર મુબારક (Murder Mubarak Movie)
'મર્ડર મુબારક'માં સારા અલી ખાન, પંકજ ત્રિપાઠી, વિજય વર્મા અને કરિશ્મા કપૂર મુખ્ય ભૂમિકા નિભાવતા નજર આવશે. તે જ સમયે, ડિમ્પલ કાપડિયા, સંજય કપૂર, ટિસ્કા ચોપરા અને સુહેલ નય્યર પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. આ ફિલ્મ Netflix પર 15 માર્ચ, 2024ના રોજ રિલીઝ થશે.
હનુમાન (Hanuman Movie)
'હનુમાન' કાલ્પનિક ગામ અંજનદારી પર આધિરત છે. એક યુવકની આસપાસ ફરે છે, જે ભગવાન હનુમાનની મહાશક્તિઓ હાંસિલ કરે છે. ફિલ્મમાં તેજા સજ્જા મહ્તવની ભૂમિકામાં છે. આ ફિલ્મ ZEE5 પર 16 માર્ચે રિલીઝ થવાની છે.
બિગ ગર્લ્સ ડોન્ટ ક્રાય (Big Girls Don't Cry Movie)
'બિગ ગર્લ્સ ડોન્ટ ક્રાય' બોર્ડિંગ સ્કૂલમાં રહેતી ટીનેજ છોકરીઓ પર ફોકસ કરીને બનાવવામાં આવી છે. આ ફિલ્મ નિત્યા મેહરા દ્વારા બનાવવામાં આવી છે અને તેમાં પૂજા ભટ્ટ, રાયમા સેન, અવંતિકા વંદનપુ, અનીત પડ્ડા, દલાઈ, વિદુષી, લક્યિલા, અફરા સૈયદ અને અક્ષિતા સૂદ સહિત પ્રતિભાશાળી કલાકારો છે. આ ફિલ્મ 14 માર્ચે પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે.
મેં અટલ હુ (Mai Atal Hoon Movie)
ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના જીવન પર આધારિત ફિલ્મ 'મેં અટલ હું'માં પંકજ ત્રિપાઠી મુખ્ય પાત્રમાં છે. પંકજ ત્રિપાઠી અટલ બાજપેયીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી સિવાય, પીયૂષ મિશ્રા, રાજા રમેશ કુમાર સેવક, દયા શંકર પાંડે, પ્રમોદ પાઠક, પાયલ નાયર, રાજેશ ખત્રી, એકલાખ ખાન, હર્ષદ કુમાર અને હરેશ ખત્રી પણ મુખ્ય ભૂમિકામાં છે. 'મૈં અટલ હું' ZEE5 પર 14 માર્ચે રિલીઝ થશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us