Palak Tiwari | પલક તિવારીએ નેપોટિઝ્મ પર શું કહ્યું?

Palak Tiwari | પલક તિવારી (Palak Tiwari) હંમેશા નેપોટિઝ્મ વિશે ખુલ્લેઆમ વાત કરી છે. તાજતેરમાં તેણે નેપોટિઝ્મના સવાલ પર આ જવાબ આપ્યો,અહીં જાણો

Palak Tiwari | પલક તિવારી (Palak Tiwari) હંમેશા નેપોટિઝ્મ વિશે ખુલ્લેઆમ વાત કરી છે. તાજતેરમાં તેણે નેપોટિઝ્મના સવાલ પર આ જવાબ આપ્યો,અહીં જાણો

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Palak Tiwari Photos | Palak Tiwari | Palak Tiwari News In Gujarati

Palak Tiwari | પલક તિવારીએ નેપોટિઝ્મ પર શું કહ્યું?

Palak Tiwari | અભિનેત્રી પલક તિવારી (Palak Tiwari) આ દિવસોમાં તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ધ ભૂતની' (The Bhootnii) ને કારણે સમાચારમાં છે. ફિલ્મમાં પલકના અભિનયને મિશ્ર પ્રતિભાવો મળી રહ્યા છે. ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવવાનો પ્રયાસ કરી રહેલી પલક તિવારી પર અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી (Shweta Tiwari Daughter) હોવાને કારણે નેપોટિઝ્મનો પણ આરોપ લાગ્યો છે. તેને પણ ઘણી વખત આ ચર્ચાનો સામનો કરવો પડે છે.

Advertisment

પલક તિવારી (Palak Tiwari) હંમેશા નેપોટિઝ્મ વિશે ખુલ્લેઆમ વાત કરી છે. તાજતેરમાં તેણે નેપોટિઝ્મના સવાલ પર આ જવાબ આપ્યો,અહીં જાણો

પલક તિવારીએ નેપોટિઝ્મ પર શું કહ્યું?

પલક તિવારીએ ફિલ્મફેર સાથેની તાજેતરની વાતચીત દરમિયાન તેને પૂછવામાં આવ્યું કે તેના સ્ટાર કિડ્સ જેવા કે અનન્યા પાંડે, ખુશી કપૂર, ઇબ્રાહિમ અલી ખાન અને જુનૈદ ખાન તેમના ફિલ્મી પૃષ્ઠભૂમિને કારણે કેવી રીતે ટ્રોલિંગનો સામનો કરે છે. ત્યારે પલક તિવારીએ જવાબ આપ્યો, 'ઇન્ટરનેટ પર લોકો સ્ટાર કિડ્સ પ્રત્યે થોડા ક્રૂર છે. પણ મને લાગે છે કે તેની સાથે એક જવાબદારી પણ આવે છે.

Advertisment

લોકો અમારા માતા-પિતાનું ખૂબ પ્રોટેક્ટિવ છે કારણ કે તેઓ તેમને જોઈને મોટા થયા છે. તેઓ તેમને પ્રેમ કરે છે. મને ખબર છે કે પ્રેરણાના પાત્રે લોકોને પ્રેમનો અર્થ શીખવ્યો છે. તેઓ શ્વેતા તિવારી સાથે એટલો લગાવ ધરાવે છે, પ્રોટેક્ટિવ છે કે જ્યારે તે મને તેની પુત્રી તરીકે અભિનય કરતી જુએ છે, ત્યારે તેમને લાગે છે કે તે ક્યારેય તેની સાથે મેળ ખાશે નહીં. આ ફક્ત લોકોનો અમારા માતાપિતા પ્રત્યેનો સ્નેહ અને પ્રેમ છે."

આ પણ વાંચો: Nirmal Kapoor Death: અનિલ કપૂરની માતા નિર્મલ કપૂરનું નિધન, 90 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા

પલક તિવારીએ આ વિશે અને લોકોની અપેક્ષાઓ વિશે વધુ વાત કરી અને કહ્યું કે અમે સ્ટાર કિડ્સ ક્યારેય અમારા માતાપિતાની બરોબરી કરવા માંગતા નથી. તેણે ઉમેર્યું, "લોકો ભૂલી જાય છે કે અમે ક્યારેય આપણા માતાપિતાની બરાબરી કરવા માંગતા નથી. અમે સારી રીતે જાણીએ છીએ કે અમે ક્યારેય તેમના જેવી સિદ્ધિ હાંસિલ કરી શકતા નથી અને અમે અમારા પેરેન્ટ્સ સૌથી મોટા ફેન્સ છીએ.

પલક તિવારીએ ઉમેર્યું તેથી જો તમે મારી માતાની પ્રશંસા કરો છો, તો કલ્પના કરો કે હું તેમની કેટલી પ્રશંસા કરું છું, ઓછામાં ઓછી દસ વાર. મને લાગે છે કે હું બધા સ્ટાર બાળકો વતી કહી શકું છું કે અમારું એકમાત્ર લક્ષ્ય ફક્ત તે વારસાને જાળવી રાખવાનું છે અને તેને નુકસાન પહોંચાડવાનું નથી. આખરે સમય જતાં આપણે ત્યાં પહોંચીશું."

ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ