/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Panchayat-3-neena-Gupta-1.jpg)
Panchayat 3 : નીના ગુપ્તા રઘુબીર યાદવ ખરેખર અકસ્માત સીન દરમિયાન બાઇક પરથી પડ્યા? એકટ્રેસએ કહ્યું..
Panchayat 3 : પંચાયત (​​Panchayat) માં પ્રધાન જી ઉર્ફે મંજુ દેવી તરીકે નીના ગુપ્તા છે, આ પંચાયતની સીઝન 3 પ્રાઈમ વિડિયો પર એન્ટ્રી કરી ચુકી છે અને લોકોના દિલ જીતી લીધા છે. જોકે, એકટ્રેસે ખુલાસો કર્યો છે કે સેટ પર શૂટિંગ કરતી વખતે તેને દરરોજ કઠિન કામ કરવું પડતું હતું કારણ કે તેને "શારીરિક ઇજા" હતી.
એક ઇન્ટરવ્યૂમાં એકટ્રેસે જણાવ્યું કે, શો કરતી વખતે કેટલા પડકારોનો સામનો કરવામાં આવ્યો, સીનમાં રઘુબીર અને નીના ગુપ્તા બાઈક પરથી પડી જાય છે. એકટ્રેસે કહ્યું કે, ''અમારે 45°-47° તાપમાનમાં શૂટિંગ કરવું પડતું, આ વખતે મારે સીનમાં બાઇક પરથી પડી જવાનું હતું. રસ્તા પર કાંકરા અને ગરમી ખુબજ હતી. તે આમારા બધા કલાકારો માટે પડકારરૂપ હતું. કલાકારો તો ક્યારેક તેમના ફ્રી ટાઇમમાં ચાહકો સાથે છાયામાં ઊભા પણ રહી શકે છે. પરંતુ શૂટ કરવું ખૂબ જ અઘરું હતું, પરંતુ રિયાલિટી અને ક્લચર બતાવામાં આવ્યું છે તેથીજ સિરીઝને લોકો આટલી પસંદ કરી રહ્યા છે. મહેનત તો કરવી પડી પરંતુ મજા આવી ગઈ.”
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Neena-Gupta-Panchayat-Cast.jpg)
નીના ગુપ્તા ઇન્ટરવ્યૂ
આ પણ વાંચો: મિર્ઝાપુર સીઝનનું પંચાયત સિરીઝ સાથે છે ખાસ કનેકશન? અલી ફઝલએ કહ્યું..
એકટ્રેસ કહ્યું, “તે ખૂબ જ રોમાંચક અનુભવ છે. દરરોજ ઓછામાં ઓછા બે-ત્રણ વખત આ સમય આપવા બદલ હું ભગવાનનો આભાર માનું છું, મને પંચાયત અને બીજા પણ કામ મળ્યા છે. હવે હું મારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખું છું અને મને સારા કામ મળતા રહે તેવી આશા રાખું છું કારણ કે માત્ર કામ જ તમને જીવનમાં આગળ વધારી શકે છે. કામ નહીં હૈ તો બહોત તકલીફ હોતી હૈ, કામ હૈ તો જીવન સુખી રહેતા હૈ (કામ ન હોય ત્યારે તકલીફ લાગે છે, કામ હોય ત્યારે જીવન સારું લાગે છે).”
આ પણ વાંચો: Paresh Rawal Birthday : દિગ્ગજ કલાકાર પરેશ રાવલ 69 મો જન્મદિવસ, આગામી ફિલ્મની કરી જાહેરાત
પંચાયત ભારતના ઉત્તર પ્રદેશના એક નાના ગામડાની સ્ટોરી છે પરંતુ તે સમગ્ર ભારતમાં ખાસ કરીને શહેરોમાં પ્રેક્ષકોમાં ફેમસ બની ગઈ છે. જ્યારે નીના ગુપ્તાને ખબર પડી કે આ શો આખી દુનિયામાં જોવામાં આવી રહ્યો છે ત્યારે તે શોક થઇ ગઈ હતી. તે કહે છે, “મને શોક લાગ્યો. માત્ર શહેરીજનો જ નહીં પરંતુ દરેકને પંચાયત પસંદ છે. હું પ્રથમ સિઝનથી વિશ્વાસ કરી શકતી નહીં. પરંતુ મને ઘણા લોકો મળ્યા, અને કહ્યું કે તેઓને શો ખુબજ પસંદ આવ્યો છે. હું તાજેતરમાં સિડનીમાં શૂટિંગ કરી રહી હતી, એક મહિલા મારી પાસે આવી અને કહ્યું કે, ''અમે વાસ્તવિક ગામડાનું જીવન બતાવીએ છીએ અને તેના વતનમાં તેની ચાચી મારા જેવી કેવી દેખાય છે. આ ઉપરાંત શોના પાત્રો અને ગામડાના સીન અદભુત છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us