/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/About-Panchayat-Phulera-Village.jpg)
Panchayat Phulera : પંચાયત ફૂલેરા ગામ યુપીમાં નહિ પરંતુ આ રાજ્યમાં આવેલું છે?પંચાયતની નવી સીઝન આવશે? જાણો
Panchayat Phulera : પંચાયત (Panchayat) સૌથી સફળ હિન્દી વેબ સિરીઝ (successful Hindi web series) માંની એક સાબિત થઈ છે અને તેની 3જી સીઝન પણ દર્શકોમાં ચર્ચા જગાવી રહી છે. સિરીઝના પાત્રો અને એકટિંગથી લઈને સ્ટોરી સુધી, શો વિશેની દરેક બાબત પ્રેક્ષકો દ્વારા પસંદ કરવામાં આવી છે.
સિરીઝનો ક્રેઝ એટલો છે કે ફૂલેરા (Phulera) ગામ કે જેમાં સિરીઝનું શૂટિંગ કરવામાં આવ્યું અને સેટ કરવામાં આવ્યું છે તે પણ ચાહકો સાથે સ્ટ્રોંગ કનેકશન બનાવવામાં સફળ રહ્યું છે. સિરીઝમાં , ફુલેરાને ઉત્તર પ્રદેશનું ગામ હોવાનું સૂચવવામાં આવ્યું છે. પરંતુ શું તમે એ વાસ્તવિક ગામ વિષે જાણો છો જ્યાં સિરીઝનું શૂટિંગ કરવામાં આવ્યું છે?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Panchayat-Phulera-photo.jpg)
પંચાયત ગામ ફુલેરાનું સાચું નામ અને તેના સ્થાન વિશે બધુંજ
પંચાયતનું ફૂલેરા ગામ જે ચાહકોમાં ચર્ચાનો વિષય છે તે વાસ્તવમાં મધ્ય પ્રદેશમાં આવેલું મહોડિયા ગામ છે. મધ્યપ્રદેશ ટુરીઝમના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર ગામની એક જાગૃતિ પોસ્ટ શેર કરી અને ત્યાંના લોકોને તેનું અસલી નામ શેર કરવા કહ્યું હતું.
આ પણ વાંચો: Hema Malini : બીજેપી સાંસદ હેમા માલિનીએ ગન ફાયર કરી જીત પર જસ્ન મનાવ્યો,જુઓ વિડીયો
એમપીટુરિઝમની ઇન્સ્ટાગ્રામ પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું કે, તમારા જ્ઞાનની કસોટી કરો અને આ અદ્ભુત જ્યાં વિશે રસપ્રદ નવા તથ્યો જાણો''
જ્યારે કમેન્ટ સેક્શનમાં ઘણા લોકોએ સાચા જવાબ સાથે જવાબ આપ્યો હતો, ત્યારે એમપી ટુરિઝમે અન્ય એક વિડિયો પોસ્ટ કર્યો જેમાં વાસ્તવિક નામ એટલે કે મધ્યપ્રદેશના સિહોરનું મહોડિયા ગામ છે.
પંચાયતના નિર્માતાઓ તેની સફળતા અંગે હતા અનિશ્ચિત
તાજેતરઆ એક ઈન્ટરર્વ્યુમાં વાતચીત દરમિયાન, દીપક કુમાર મિશ્રા કે જેમણે આ સિરીઝનું ડાયરેકશન કર્યું છે તેણે ખુલાસો કર્યો કે ટીમ શરૂઆતમાં તેની સફળતા અંગે અનિશ્ચિત હતી. તેણે કહ્યું કે ટીમે ક્રિએટિવ વિચારોના સંદર્ભમાં સ્ક્રિપ્ટમાં ઘણી મહેનત કરી છે. તેઓને વિશ્વાસ હતો કે જો લોકો તેને પૂરો જોશે તો આ શો હિટ થશે.
આ પણ વાંચો: Neha Kakkar : સુપરસ્ટાર સિંગર 3 સેટ પર સિંગર નેહા કક્કરના જન્મદિવસની ભવ્ય ઉજવણી, જુઓ અહીં
પંચાયત સિરીઝ વિશે
કોમેડી-ડ્રામા એક એન્જિનિયરિંગ સ્નાતક અભિષેક ત્રિપાઠીના જીવન અને તેને ફૂલેરા નામના નાના ગામમાં સરકારી નોકરી મળ્યા પછીના તેના જીવન પર આધારિત છે. આ શ્માસિરીઝમાં જિતેન્દ્ર કુમાર , નીના ગુપ્તા, રઘુબીર યાદવ, ફૈઝલ મલિક, દુર્ગેશ કુમાર, ચંદન રોય, સાન્વિકા અને સુનિતા રાજવાર જેવા કલાકારો મહત્વની ભૂમિકામાં છે. આ દરમિયાન, પંચાયતની 3જી સિઝનની વિશાળ સફળતાથી પ્રોત્સાહિત, નિર્માતાઓએ સિરીઝની 4થી અને 5મી સિઝન પણ પ્લાન કરી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us