ફૂલેરા ગામની સ્ટોરી જલ્દી જોવા મળશે ! પંચાયતની નવી સીઝન આ તારીખે થશે રિલીઝ

પંચાયત વેબ સિરીઝની સરળ છતાં શાનદાર સ્ટોરી, અદભુત અભિનય અને સુંદર ગામડાની દુનિયાએ દરેકના દિલ જીતી લીધા. હવે સીઝન 4 માં, વધુ નાટક, હાસ્ય અને ભાવનાત્મક ક્ષણો હશે, જે ફુલેરાની આ દુનિયાને ચાહકોની નજીક લાવશે.

Written by shivani chauhan
April 16, 2025 14:12 IST
ફૂલેરા ગામની સ્ટોરી જલ્દી જોવા મળશે ! પંચાયતની નવી સીઝન આ તારીખે થશે રિલીઝ
ફૂલેરા ગામની સ્ટોરી જલ્દી જોવા મળશે ! પંચાયતની નવી સીઝન આ તારીખે થશે રિલીઝ

પંચાયતના (Panchayat) ચાહકો માટે એક સારા સમાચાર છે. પ્રાઇમ વિડિયોએ આખરે પંચાયત સીઝન 4 ની જાહેરાત કરી છે. 2020 માં શરૂ થયેલી આ વેબ સિરીઝના પાંચ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી માટે આ ખાસ ભેટ મળી છે. જલ્દી તમને ફરી એકવાર ગામની એ જ અદભુત સ્ટોરી તમારા મનપસંદ પાત્રોની મનોરંજક સફર જોવા મળશે. આ વેબ સિરીઝ ત્રણ પુરસ્કાર વિજેતા અને ખૂબ જ વખાણાયેલી સીઝન પછી, પંચાયતે ચાહકોની પ્રિય વેબ સિરીઝ તરીકે સાબિત થઇ છે.

પંચાયત વેબ સિરીઝની સરળ છતાં શાનદાર સ્ટોરી, અદભુત અભિનય અને સુંદર ગામડાની દુનિયાએ દરેકના દિલ જીતી લીધા. હવે સીઝન 4 માં, વધુ નાટક, હાસ્ય અને ભાવનાત્મક ક્ષણો હશે, જે ફુલેરાની આ દુનિયાને ચાહકોની નજીક લાવશે.

પંચાયત વેબ સિરીઝ વિશે

વેબ સિરીઝ પંચાયત એક કોમેડી-ડ્રામા છે, જે અભિષેકની વાર્તા દર્શાવે છે. અભિષેક એક એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ છે, જે મર્યાદિત નોકરીના કારણે, યુપીના એક દૂરના ગામમાં પંચાયત કચેરીમાં સચિવની નોકરી સ્વીકારે છે. હવે આવનારી સીઝનમાં, અભિષેક, પ્રધાનજી અને ફુલેરાના સુંદર લોકો કેવી રીતે નવા પડકારોનો સામનો કરે છે અને રસપ્રદ સ્ટોરીમાં ફસાઈ જાય છે તે જુઓ.

આ પણ વાંચો: દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનું દરિયા કિનારે આવેલ ઘર તૈયાર, શાહરૂખ ખાનના બનશે પાડોશી

પંચાયત સીઝન કાસ્ટ (Panchayat Season Cast)

પંચાયત સિઝન 4 માં જીતેન્દ્ર કુમાર, નીના ગુપ્તા, રઘુબીર યાદવ, ફૈઝલ મલિક, ચંદન રોય, સાન્વિકા, દુર્ગેશ કુમાર, સુનિતા રાજવાર અને પંકજ ઝા સહિત સમાન પ્રિય સ્ટાર કાસ્ટની વાપસી જોવા મળે છે. પંચાયત સીઝન 4 નું નિર્માણ ધ વાયરલ ફીવર દ્વારા કરવામાં આવ્યું છે. તેનું નિર્માણ દીપક કુમાર મિશ્રા અને ચંદન કુમારે કર્યું છે, જ્યારે ચંદન કુમારે તેની સ્ટોરી લખી છે. દિપક કુમાર મિશ્રા અને અક્ષત વિજયવર્ગીયનું ડિરેકશન છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ