Simran Budharup : સિમરન બુધરુપ (Simran Budharup) ગઈકાલે 12 સપ્ટેમ્બર ના રોજ મુંબઈના પ્રખ્યાત લાલબાગચા રાજાએ તેની માતા અને પંડ્યા સ્ટોરના કલાકારો જેમ કે મોહિત પરમાર, અક્ષય ખારોડિયા અને અન્ય લોકો સાથે ભગવાન ગણેશના આશીર્વાદ લેવા ગઈ હતી. જો કે, અભિનેત્રી અને તેની માતા સાથે પંડાલમાં મહિલા બાઉન્સરો દ્વારા ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. ટીવી એકટ્રેસે એક વીડિયો શેર કરીને આયોજકો પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
લાલબાગચા રાજા ખાતેના સિમરન બુધરૂપનો ખરાબ અનુભવ
મીડિયા રિપોર્ટ અનુસાર સિમરન બુધરૂપ કહે છે, ‘ અમારી તમામ પંડ્યા સ્ટોર ગેંગ અને મારી માતા લાલબાગચા રાજાના દર્શન કરવા ગયા હતા. અમે દર વર્ષે એક સાથે દર્શન કરવા જઇયે છીએ. જે માણસ અમને અંદર લઈ જાય છે તેણે બહાર જવું પડ્યું કારણ કે મોહિત પરમાર પાછળ રહી ગયો હતો. હવે આ લોકોને ખબર નથી કે અમે અભિનેતા છીએ.
સિમરન બુધરૂપ ઉમેરે છે “દર્શન માટે સૌથી પહેલા હું હતી અને પછી મારી મમ્મી હતી. મારી મમ્મી એક વિડિયો દર્શન કરતા લઇ રહી હતી. ત્યારે એક કાર્યકર હતી જે બોલી કે જો મને કોઈનો ફોન મળી ગયો તો હું એમનો ફોન ફેંકી દઈશ. મને લાગ્યું કે તે મજાક કરી રહ્યો છે. જયારે દર્શન કરવાની મારી ટર્ન આવી, તેણે મારી મમ્મીના હાથ માંથી ફોન ખેંચી લીધો. મારી માતાએ પાછો લેવાનો ટ્રાય કર્યો. મેં તેના પર પ્રહાર કર્યો. બાદમાં, મહિલા બાઉન્સર આવી અને મને ધક્કો મારવા લાગી હતી. તેઓએ મારી સાથે ગેરવર્તન કર્યું હતું. હું પછી ગુસ્સે થઇ હતી. મેં મારા ફોન પર તેમની ક્રિયાઓ રેકોર્ડ કરવાનું શરૂ કર્યું. હું આ વર્તન કરી સકતી નથી.’
આ પણ વાંચો: રકુલ પ્રીત સિંહ। આર્મીમાં જવા માંગતી હતી, નેપોટિઝમના કારણે ઘણી ફિલ્મો ગુમાવી
સિમરન બુધરુપ પણ સ્પષ્ટ કરે છે કે તેને ભીડથી કોઈ સમસ્યા નથી. અભિનેત્રી કહે છે, “હું ભીડથી બિલકુલ ડરતી નથી. હું બાળપણથી વિસર્જન માટે જાઉં છું, ત્યાં લાખો લોકો હોઈ છે. મને ભીડથી કોઈ સમસ્યા નથી. મને આયોજકોની ગેરવર્તણૂક સાથે સમસ્યા છે. તેઓ જે રીતે અમને દબાણ કરી રહ્યા હતા તે અસ્વીકાર્ય હતું. તમારે ભીડને શાંતિથી મેનેજ કરવી જોઈએ. હું લાલબાગચા રાજાના દર્શન માટે 19 કલાક કતારમાં ઉભી રહી છું. જો આટલા બધા લોકો આવે છે તે તેઓ શ્રદ્ધા સાથે આવે છે અને તમે લોકો એમને 1 સેકન્ડ દર્શન કરવાનો મોકો આપતા નથી.’
અભિનેત્રી ઉમેરે છે કે, ‘લોકો જાણે છે કે ત્યાં શું થાય છે. પરંતુ એક સેલેબ હોવાને કારણે હું જાણું છું કે અમે કોઈકના થ્રુ ગયા હતા. તેઓ અમને ઓળખતા ન હતા. જે માણસ અમને અંદર લઈને ગયું હતું તે ત્યાં હાજર ન હતું. તે મારા બીજા કોઈ મિત્રને શોધવા ગયું હતું. મારો ભગવાન પરનો વિશ્વાસ કદી ઓછો નઈ થઇ. પણ હા લોકો સારા નથી. તેમની પાસે શક્તિ છે અને તેઓ તેનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે. હું ખૂબ જ પરેશાન હતી. મારી માતાને દુઃખ થયું હશે. કોઈ માણસ તેને કેવી રીતે સ્પર્શ કરી શકે અથવા તેને દબાણ કરી શકે? આ સ્વીકાર્ય નથી. હવે, મને ખબર છે આવું તો થયાજ કરે છે. આ કડવી વાસ્તવિકતા છે. આ વાત તેઓના સિનિયર્સ સુધી પહોંચવી જોઈએ. અને જો આવું વારંવાર થયા કરશે તો લોકોનો વિશ્વાસ ઉઠી શકે છે.’
આ પણ વાંચો: લવ સિતારાનું ટ્રેલર રિલીઝ। શોભિતા ધુલીપાલાની દમદાર એકટિંગ, ફેમિલી ડ્રામા ફિલ્મ ક્યારે થશે રિલીઝ?
વાતચીત સમાપ્ત કરતી વખતે, સિમરન બુધરુપ કહે છે, ‘જો માણસ અમને લઈને ગયું હતું એ ગયાબ થઇ ગયું. કોઈ એક બાઉન્સરએ અમને ઓળખી લીધા તો એના કાનમાં કહ્યું આ વાત તો મીડિયા સુધી પહોંચશે. તે બાઉન્સર મને પકડી રહી હતી. તે મને પણ જવા દેતી ન હતી. મેં ઇન્સ્ટાગ્રામ પર જે વીડિયો પોસ્ટ કર્યો છે તે અમારી નજીક ઉભેલા વ્યક્તિ દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો હતો. બહાર આવીને તેમણે મને આ વિડિયો આપ્યો અને પૂછ્યું કે અમે ઠીક છીએ કે નહિ. હું આયોજકોને કહેવા માંગુ છું કે તેઓએ બધું યોગ્ય રીતે ઓર્ગેનાઈઝ કરવું જોઈએ.’





