Mahabharata’s Karna Pankaj Dheer Passes Away : મહાભારતમાં કર્ણનું પાત્ર ભજવનાર કલાકાર પંકજ ધીરનું 68 વર્ષની વયે નિધન થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ કેન્સર સામે જંગ લડી રહ્યા હતા. પંકજ ધીરના નિધનથી તેમના ચાહકોને ઉંડો આઘાત લાગ્યો છે. અહીં અમે તમને સાથે મહાભારતમાં પંકજ ધીરના કર્ણ બનવા પાછળની એક રસપ્રદ કહાણી જણાવી છે. હકીકતમાં પંકજ ધીર મહાભારતમાં જે પાત્ર ભજવીને લોકપ્રિય થયા હતા, તે તેને મળવાનો નહોતો. ચાલો જાણયી પંકજ ધીરના મહાભારતમાં કર્ણ બનવા પાછળની રસપ્રદ કહાણી.
હકીકતમાં, પંકજ ધીર મહાભારતમાં અર્જુનનો રોલ કરવાના હતા, જે પાછળથી ફિરોઝ ખાને ભજવ્યો હતો. મહાભારત સિરિયલ માટે કલાકારોની પસંદગી થઇ રહી હતી તે સમયે પંકજ ધીરે એવું કંઈક કહ્યું હતું જેનાથી ગુસ્સે થયેલા બીઆર ચોપરાએ માત્ર તેમની પાસેથી આ રોલ છીનવી લીધો એટલું જ નહીં, પરંતુ તેમણે તેમને ઓફિસની બહાર જવા કહી દીધું હતું. પરંતુ બાદમાં તેમને કર્ણનો રોલ મળ્યો અને આ પાત્ર ભજવી ફેમસ થયા.
એવું કહેવાય છે કે, અગાઉ અર્જુનના રોલ માટે પણ તેની પસંદગી કરવામાં આવી હતી. મહાભારત’ના લેખક ડો. રાહી માસૂમ રઝા અને પંડિત નરેન્દ્ર શર્માએ તેમને અર્જુનની ભૂમિકા માટે પસંદ કર્યા હતા અને તેઓ પણ તેની સાથે સંમત થયા હતા. પરંતુ જ્યારે બી.આર.ચોપરાએ પંકજ ધીરને તેમની ઓફિસમાં મળવા માટે બોલાવ્યા હતા. અભિનેતા જ્યારે તેમને મળવા ગયા ત્યારે તેમણે પંકજ ધીરની સામે એક મોટી શરત મૂકી હતી.
બીઆર ચોપરાએ તેમને કહ્યું હતું કે, આ રોલ માટે તેણે મૂછ મુંડાવી પડશે. તેમણે આ શરત સ્વીકારી નહી અને જ્યારે ચોપરાએ કારણ પૂછ્યું ત્યારે પંકજ ધીરે કહ્યું હતું કે જો તે મૂછ મુંડાવી નાંખશે તો તેમના ચહેરાનું સંતુલન બગડશે. તેમણે કહ્યું હતું કે, “મારા ચહેરાનું સંતુલન એવું છે કે જો હું મૂછ મુંડાવી તો મારો ચહેરો સારો દેખાશે નહીં.” આ સાંભળ્યા પછી ચોપરાએ કહ્યું કે તમે એક અભિનેતા છો કે બીજું કઇ. તમે આટલા મોટા રોલ માટે મૂછ મુંડાવી શકતો નથી. આવી સ્થિતિમાં અભિનેતાએ કહ્યું કે, હું મૂછ મુંડાવીશ નહીં.
આ રીતે કર્ણનો રોલ કરવામાં આવ્યો હતો
પછી શું થયું, બીઆર ચોપરા ગુસ્સે થઈ ગયા અને પંકજ ધીરને કહ્યું કે, અહીંથી બહાર નીકળી, પેલો દરવાજો છે. બહાર જતા રહો અને ફરી ક્યારેય અહીં આવતા નહીં. આ પછી, ઘણા લોકોએ અભિનેતાને મનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે માન્યા નહીં. થોડા સમય પછી, બીઆર ચોપરાએ ફરીથી પંકજ ધીર પોતાની ઓફિસમાં બોલાવ્યા અને પૂછ્યું કે શું તે કર્ણની ભૂમિકા ભજવશે. તેમની વાત સાંભળ્યા પછી, પંકજ ધીરે તેને પૂછ્યું કે શું તમારે આ ભૂમિકા માટે મૂછ મુંડાવી પડશે?
પંકજ ધીર જન્મ અને પરિવાર
પંકજ ધીરનો જન્મ 9 નવેમ્બર, 1956ના રોજ પંજાબમાં થયો હતો. તેમની પત્નીનું નામ અનિતા ધીર છે. તેમનો પુત્ર નિકેતન ધીર પણ એક અભિનેતા છે, તેને બોલિવૂડ ફિલ્મ ‘ચેન્નાઈ એક્સપ્રેસ’માં થંગબલિના રોલથી ઘણી લોકપ્રિયતા મળી હતી. નિકેતનની પત્ની કૃતિકા સેંગર પણ એક અભિનેત્રી છે, તેણે શો રાણી ઓફ ઝાંસીમાં રાણી લક્ષ્મીબાઈનો રોલ કર્યો હતો. આ ઉપરાંત તેણે રિમેરેજ, કસમ અને કસૌટી જિંદગી કી જેવા શોમાં પણ કામ કર્યું છે.