Pankaj Kapoor : પંકજ કપૂર (Pankaj Kapoor) એન્ટરટેઇન્મેન્ટ ઈંડસ્ટ્રીના સૌથી પ્રખ્યાત એક્ટરમાંથી એક છે. વર્ષ 1982 માં ફિલ્મ આરોહનથી કારકિર્દીની શરૂઆત કરનાર પીઢ અભિનેતા આજે 29 મેના રોજ 70 વર્ષના થયા છે.
પંકજ કપૂર વિશે
એક્ટર શાહિદ કપૂર (Shahid Kapoor) ના પિતા પંકજ કપૂરનો જન્મ 29 મે, 1954 માં પંજાબના લુધિયાણામાં થયો હતો. જાણીતા એક્ટરએ હિન્દી ફિલ્મો અને ટેલિવિઝનમાં કામ કર્યું છે. તેઓ ઘણી ટેલિવિઝન સિરિયલો અને ફિલ્મોમાં જોવા મળ્યા છે. એક્ટરને ફિલ્મફેર પુરસ્કાર અને ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો સહિત અનેક પુરસ્કારોના પ્રાપ્ત થયા છે . તેમની અત્યાર સુધીની સૌથી વખણાયેલી ફિલ્મ ભૂમિકાઓ છે જેમાં ફિલ્મ રાખ (1989) માં ઇન્સ્પેક્ટર પીકે, ફિલ્મ એક ડોક્ટર કી મૌત (1991) માં ડૉ. દીપાંકર રોયનો સમાવેશ થાય છે. વિશ્વ સિનેમાના સર્વશ્રેષ્ઠ અભિનેતાઓમાંની એક તરીકે પંકજ કપૂરની વ્યાપક ગણના થાય છે.

આ પણ વાંચો: Ameesha Patel On Film Kaho Na Pyaar Hai 2 : શું કહો ના પ્યાર હૈ 2 સિક્વલ બનશે? અમિષા પટેલે આવું કહ્યું..
એક્ટરે 1979માં અભિનેત્રી અને ડાન્સરનીલિમા અઝીમ સાથે લગ્ન કર્યા હતા. તેઓ નવી દિલ્હીમાં સ્થાયી થયા હતા જ્યાં તેમને 1981માં તેમનો એકમાત્ર સંતાન શાહિદ કપૂર હતો. 1984માં આ દંપતીએ છૂટાછેડા લીધા હતા.
1980 ના દાયકામાં, તે ટીવી સિરીઝ કરમચંદ દ્વારા ઘર-ઘરમાં જાણીતો બન્યો, જે ડિટેક્ટીવ સ્ટાઇલમાં કોમેડી ટેલિવિઝન સિરીઝ છે.1988 માં, એક્ટરે અભિનેત્રી દિના પાઠકની પુત્રી, અભિનેત્રી સુપ્રિયા પાઠક સાથે લગ્ન કર્યા હતા. જેની સાથે તેમને એક પુત્રી અને એક પુત્ર છે. એક્ટરની સાળી અભિનેત્રી રત્ના પાઠક શાહ છે જેણે અભિનેતા નસીરુદ્દીન શાહ સાથે લગ્ન કર્યા છે.
શાહિદ કપૂરને પિતા આ વાત કહી ચીડવતા
એક જૂના ઇન્ટરવ્યુમાં, શાહિદ કપૂરે યાદ કર્યું કે પિતા પંકજ કપૂર તેને ટાલ પડવા મુદ્દે ચીડવતા હતા.
તેણે કહ્યું, “જ્યારે મેં મારા પપ્પાને (ટાલ પડતા) જોયા, ત્યારે મને લાગ્યું કે, ‘પપ્પા, મારી સાથે આવું ન થાય તો સારું.”ત્યારે તેઓ કહેતા કે’અભી તો તુ હીરો બન ગયા હૈ. બાદ મે ક્યાં હોગા તેરા જબ બાલ નહિ હોંગે? જબ બાલ નહીં રહેંગે તભી એકટિંગ કરની પડેગી’ (હવે હવે હીરો બની ગયા છો. જ્યારે તમારા વાળ નહીં હોય ત્યારે તમારું શું થશે? જ્યારે વાળ નહીં હોય તો તમારે અભિનય કરવો પડશે).”
શાહિદ અને પંકજ કપૂરે વિકાસ બહલની 2015ની રોમેન્ટિક ફૅન્ટેસી કૉમેડી ”શાનદાર” માં સ્ક્રીન સ્પેસ શેર કરી છે. તેમાં આલિયા ભટ્ટ પણ હતી. તેઓએ ગૌતમ નાયડુ તિન્નાનુરીની સ્પોર્ટ્સ ફિલ્મ જર્સીમાં પણ સહયોગ કર્યો હતો, ફિલ્મને પોઝિટિવ રીવ્યુ મળ્યા હોવા છતાં બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. તે નાની અભિનીત 2019ની તેલુગુ ફિલ્મનું હિન્દી રૂપાંતરણ હતું.
પંકજ કપૂરની ફિલ્મોમાં મટરુ કી બિજલી કા મંડોલા, મૈં પ્રેમ કી દિવાની હૂં, હલ્લા બોલ, ભીડ, મકબૂલ, ધર્મ, જાને ભી દો યારોં, ફાઇન્ડિંગ ફેની અને અન્યનો સમાવેશ થાય છે. સિનેમાની દુનિયામાં પંકજ કપૂરનો વારસો વધુ મજબૂત બને છે. તેમની દરેક ભૂમિકામાં તેઓ ભારતીય સિનેમાના સાચા દિગ્ગજ તરીકેની છાપ છોડી છે, તેમની પ્રામાણિકતા અને ઊંડાણથી તે પ્રેક્ષકોને મોહિત કરે છે.





