/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/nargis-fakhri.jpg)
ફિલ્મ રોકસ્ટારથી લોકપ્રિય થયેલી નરગિસ ફાખરીએ હાલમાં જ પોતાના જીવનને લઇને મોટો ખુલાસો કર્યો (તસવીર - નરગિસ ફાખરી ઇન્સ્ટ્રાગ્રામ)
Nargis Fakhri : ફિલ્મ રોકસ્ટારથી લોકપ્રિય થયેલી નરગિસ ફાખરીએ હાલમાં જ પોતાના જીવનને લઇને મોટો ખુલાસો કર્યો છે. નરગિસ મૂળ રુપે અમેરિકાના ન્યૂયોર્કની રહેવાસી છે અને જ્યારે તે પ્રથમ વખત ભારત આવી તો તેની સાથે અજીબો ગરીબ ઘટના બની હતી. નગરિસે જણાવ્યું કે તેની સાથે પેરાનોર્મલ અક્ટિવિટી થઇ હતી, જેનાથી તે ઘણી ડરી ગઇ હતી.
કબ્રસ્તાન પાસે લીધો હતો બંગલો
મેશેબલ મિડલ ઇસ્ટને આપેલા ઇન્ટરવ્યૂમાં નરગિસે જણાવ્યું હતું કે તેણે કબ્રસ્તાનની બાજુમાં એક બંગલો લીધો હતો, જ્યાં તેણે ઘણી અલૌકિક વસ્તુઓ થતી જોઇ હતી. નરગિસે જણાવ્યું હતું કે તેને ડરામણા સપના આવતા હતા, એક લાંબો પહોળો માણસ તેને સપનામાં કબ્રસ્તાનમાં લઈ જતો હતો.
નરગિસે જણાવ્યું કે એક વખત સપનામાં 6 ફૂટથી પણ વધારે ઊંચો એક વ્યક્તિ તેને કબ્રસ્તાનમાં લઇ ગયો, જ્યાં તેણે હાથથી જમીન ખોદીને લાશને બહાર કાઢી હતી અને માંસ ખાવાનું શરૂ કરી દીધું હતું. તે વ્યક્તિ નરગિસને પણ માંસ ખાવાનું કહી રહ્યો હતો. નરગિસે જણાવ્યું કે તે એટલી ડરી ગઇ હતી કે ત્રણ દિવસમાં જ ઘર છોડીને જતી રહી હતી.
આ પણ વાંચો - અમિતાભ બચ્ચન 13 વર્ષ જૂની મહિલાઓની અંડરગાર્મેન્ટ્સ ટ્વીટને લીધે મુશ્કેલીમાં
અભિનેત્રીએ કહ્યું કે તે આ ઘરમાં ફક્ત ત્રણ દિવસ જ રહી હતી અને દરરોજ રાત્રે તેને આવું જ સપનું આવતું હતું. રોજ રાત્રે બરાબર 3 વાગ્યે તેની આંખો ખુલી જતી હતી. હું દરરોજ તે જ માણસને જોતી હતી. જે ભૂતની જેમ ડરામણો લાગતો હતો અને રોજ તેમને પોતાની સાથે કબ્રસ્તાનમાં લઈ જતો હતો. તે સતત આ સપનાં જોતી હતી.
આ બધું ઘરેથી મળી આવ્યું
નરગિસે કહ્યું કે તે ખૂબ જ ડરી ગઈ હતી અને તેણે તેની ટીમને કહ્યું કે તેને દિલ્હી શિફ્ટ થવું પડશે. જ્યારે તેના સામાનનું પેકિંગ શરૂ થયું તો તેના કબાટમાંથી 6 મૃત પક્ષી મળી આવ્યા હતા. નરગિસ આ બધું જોઈને ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી. એટલું જ નહીં અભિનેત્રીને તેના ઘરમાં કામ માટે જે નોકરાણીને રાખી હતી તેણે તેના દાગીના ચોરી લીધા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us