Paresh Rawal : પરેશ રાવલ (Paresh Rawal) બોલિવૂડના દિગ્ગજ કલાકાર છે જેમણે 200 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને દાયકાઓ સુધી તેની કારકિર્દીમાં ઘણી પ્રશંસા પ્રાપ્ત કરી છે. ભારતીય અભિનેતાએ 240 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.
પરેશ રાવલ (Paresh Rawal) વિશે :
પરેશ રાવલનો જન્મ 30 મે 1955 માં મહારાષ્ટ્રમાં થયો હતો. તેઓએ અભિનેતા, હાસ્ય કલાકાર, ફિલ્મ નિર્માતા અને રાજકારણી તરીકે તેની ઓળખ બનાવી છે. જેઓ મુખ્યત્વે હિન્દી ફિલ્મોમાં તેમના કાર્યો માટે જાણીતા છે. એક્ટરે 240 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને ઘણી પ્રશંસા પ્રાપ્ત કરી છે. 1994 માં ફિલ્મો વો ચોકરી અને સરમાં અભિનય માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીત્યો હતો.તેમને 2014 માં ભારત સરકાર તરફથી પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Pankaj Kapoor Birthday : ભારતીય સિનેમાના પીઢ અભિનેતા પંકજ કપૂરનો જન્મદિવસ, એક્ટરની કેટલીક જાણી અજાણી વાતો
પરેશ રાવલે નવી ફિલ્મ ધ તાજ સ્ટોરીની જાહેરાત કરી
અભિનેતા પરેશ રાવલે બુધવારે તેની નવી ફિલ્મ ધ તાજ સ્ટોરી (The Taj Story) ની જાહેરાત કરી હતી. પરેશ રાવલે તેના ટ્વીટર કેપ્શન સાથે ફિલ્મનું પોસ્ટર શેર કર્યું જેમાં લખ્યું હતું કે, “મારી આગામી ફિલ્મ ધ તાજ સ્ટોરીનું શૂટિંગ 20મી જુલાઈ 2024થી શરૂ થશે, પ્રોડ્યુસર CA સુરેશ ઝા લેખક અને ડાયરેક્ટર તુષાર અમરીશ ગોયલ, ક્રિએટિવ પ્રોડ્યુસર વિકાસ રાધેશમ.”
ગયા વર્ષે ડ્રીમ ગર્લ 2 અને આંખ મિચોલી જેવી ફિલ્મોમાં અભિનય કર્યા પછી, પરેશ રાવલ હાલમાં તેના આગામી પ્રોજેક્ટના શૂટિંગમાં વ્યસ્ત છે. જો કે, 28 મેના રોજ, અભિનેતાએ ધ તાજ સ્ટોરી નામના તેના આગામી પ્રોજેક્ટની જાહેરાત કરી છે.
પરેશ રાવલની આગામી ફિલ્મ ધ તાજ સ્ટોરી સિવાય સરફિરા અને વેલકમ ટુ ધ જંગલ એ પરેશ રાવલના કેટલાક આગામી પ્રોજેક્ટ છે જે પૂર્ણ થવાના આરે છે. અભિનેતાએ 30 મેના રોજ તેના જન્મદિવસના બે દિવસ પહેલા આ જાહેરાત કરી હતી. એવું પણ જવા મળ્યું છે કે પરેશ રાવલ વાણી કપૂર અને અપારશક્તિ ખુરાના સાથે નવજોત ગુલાટી દ્વારા લિખિત અને દિગ્દર્શિત ફેમિલી ડ્રામેડીમાં સ્ક્રીન શેર કરશે.
આ પણ વાંચો : Ameesha Patel On Film Kaho Na Pyaar Hai 2 : શું કહો ના પ્યાર હૈ 2 સિક્વલ બનશે? અમિષા પટેલે આવું કહ્યું..
એક સોર્સ અનુસાર “આ આધુનિક સમયમાં નિષ્ક્રિય સંબંધો સામે એક પારિવારિક ડ્રામેડી છે. નિર્માતાઓ આ પ્રોજેક્ટને આગળ વધારવા માટે બોર્ડ પર વિશ્વસનીય કલાકારોની કાસ્ટ માટે આતુર હતા, અને વાણી કપૂર, પરેશ રાવલ અને અપારશક્તિ ખુરાનાની ત્રિપુટીએ તરત જ હા પાડી હતી. જાણકારે વધુમાં ઉમેર્યું હતું કે ફિલ્મ ટૂંક સમયમાં લંડનમાં શૂટ શરૂ કરી શકે છે. “વાણી અને અપારશક્તિ ફિલ્મમાં ભાઈ-બહેનની ભૂમિકા ભજવી રહ્યા છે અને સ્ટોરીમાં એક રસપ્રદ ટર્ન લાવે છે.”





