Parineeta Re Release Trailer | અભિનેત્રી વિદ્યા બાલન (Vidya Balan) અને સૈફ અલી ખાનની મુવી પરિણીતા (Parineeta) વર્ષ 2005 માં રિલીઝ થઈ હતી. હવે નિર્માતાઓએ ફરીથી મૂવીનું નવું ટ્રેલર રિલીઝ કરીને ચાહકોને આશ્ચર્યચકિત કર્યા છે. આ વખતે આ ફિલ્મ દર્શકોને એક શાનદાર અનુભવ આપી શકે છે. અહીં જુઓ મુવી ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે અને ટ્રેલર કેવું છે?
પરિણીતા ટ્રેલર રિલીઝ
પરિણીતા મુવીમાં મુખ્ય ભૂમિકામાં વિદ્યા બાલન છે જે વર્ષ 2005 રિલીઝ થયું હતું, વિદ્યા બાલનએ બોલિવૂડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને તેની પહેલી ફિલ્મનું નામ ‘પરિણીતા’ હતું. હવે આ ફિલ્મ ફરીથી સિનેમાઘરોમાં રિલીઝ થશે, જેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ટ્રેલરમાં ફરી એકવાર સૈફ અલી ખાન અને વિદ્યા બાલનનો રોમેન્ટિક અંદાજ જોવા મળે છે. આ ઉપરાંત ટ્રેલરની ગુણવત્તા દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. આ ઉપરાંત ‘પિયા બોલે’ ગીત ક્લાસિક ફિલ્મનો અહેસાસ આપી રહ્યું છે.
પરિણીતા મુવી રિલીઝ ડેટ (Parineeta Movie Release Date)
વિદ્યા બાલન અભિનીત ફિલ્મ ‘પરિણીતા’ 29 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ થશે જે દર્શકોને એક નવો અને રોમાંચક અનુભવ આપશે. ‘પરિણીતા’ના ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે બે દાયકા પછી પણ ફિલ્મ તેના મ્યુઝિક, શાનદાર અભિનય અને મજબૂત સ્ટોરી સાથે પાછું તૈયાર કરવામાં આવ્યું છે.
Mrunal Thakur | મૃણાલ ઠાકુર અને ધનુષ ડેટિંગની અફવા વચ્ચે એક્ટ્રેસ શું કહે છે?
પરિણીતા મુવી (Parineeta Movie)
પરિણીતા મુવીનું નિર્દેશન પ્રદીપ સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. વિદ્યા બાલન અને સૈફ અલી ખાન ઉપરાંત, સંજય દત્ત અને દિયા મિર્ઝા પણ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. ફિલ્મની સ્ટોરી વિશે વાત કરીએ તો બતાવવામાં આવ્યું છે કે લલિતા અને શેખર બાળપણના મિત્રો છે, પછી તેમની મિત્રતા પ્રેમમાં ફેરવાઈ જાય છે. ત્યારબાદ તેમનો પ્રેમ સમાજ અને પરિવારના નિયમો સામે સંઘર્ષ કરતો જોવા મળે છે.