scorecardresearch

પરિણીતી ચોપરા સંગ લગ્ન કરવા અંગે રાઘવ ચઢ્ઢાએ આપ્યો સંકેત, કહ્યું…’ટૂંક સમયમાં જશ્નનો અવસર’

Parineeti and Raghav love story: પરિણીતી ચોપરા અને આપના નેતા રાધવ ચઢ્ઢા સાથે જોવા મળ્યા બાદ તેઓ એકબીજાને ડેટિંગ કરી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે હવે તેમની લવસ્ટોરી કંઇ રીતે શરૂ થઇ તે અંગે આ અહેવાલમાં વાંચો…

parineeti chopara and raghav chadha marriage news
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા ફાઇલ તસવીર

Parineeti Chopara and Raghav Chadha: બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા (Parineeti Chopara) અને આમ આદમી પાર્ટી (Aam Admi Party) ના નેતા રાઘવ ચઢ્ઢા 23 માર્ચે એક રેસ્ટોરન્ટમાં સાથે જોવા મળ્યા હતા. જેને પગલે બંને એકબીજાને ડેટિંગ કરી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. બંનેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર તેજ ગતિએ વાયરલ થઇ હતી. આ પછી બંનેના લગ્ન અને સગાઇની ચર્ચાએ બજાર ગરમ કર્યું છે.

રાઘવ ચઢ્ઢાએ તાજેતરમાં ઇન્ડિયા ટુડે સાથે લાઇવ વાતચીત કરી હતી. આ દરમિયાન તેના પરિણીતી ચોપરા સાથેના સંબંધ બાબતે પણ પ્રશ્નો કરવામાં આવ્યા હતા. આ સમયે તેઓ તેમને રિલેશનને છુપાવવાનો પ્રયાસ કરતા રહ્યા, પણ આવી વાત કદી છૂપતી નથી. તેમણે તેના રિલેશનશિપ સ્ટેટસને લઇને હિંટ આપી છે. રાઘવ ચઢ્ઢાએ સેલિબ્રેશન તરફ ઇશારો કર્યો છે.

હવે ફેન્સ ખુબ જ આતુર થઇ ગયા છે કે તેઓ ક્યારે લગ્ન કરશે એ જાણવા માટે. આ સંદર્ભે રાઘવ ચઢ્ઢાએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, આગામી સમયમાં રાજ પરથી પડદો ઉઠી જશે અને જશ્ન મનાવવાનો અવસર મળશે.

ઉલ્લેખનીય છે કે, ગોસિપની દુનિયા 4માં પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા એપ્રિલ માસના આગામી બે સપ્તાહની અંદર સગાઇ કરવાના હતા તેવી વાતો વાગોળાઇ હતી. પરંતુ તે સમય વીતિ ચૂક્યો. ત્યારે હવે બંને ક્યારે તેના પ્રશંસકોને ખુશખબરી આપશે એ જોવાનું રહ્યું. આ અંગે જ્યારે પરિણીતી ચોપરાને દિલ્હી એરપોર્ટ ખાતે પૂછવામાં આવ્યું તો તે શરમાઇને ત્યાંથી નીકળી ગઇ.

આ પણ વાંચો: અક્ષય કુમારને હવે ફિલ્મો માટે ફાંફાં મારવા પડશે? ફ્લોપ ફિલ્મનું લેબલ લાગી જતા રાઉડી રાઠોર-ટુ પણ ગુમાવી

મળતી માહિતી અનુસાર પરિણીતી અને રાઘવની પહેલી મુલાકાત પંજાબમાં થઈ હતી. પરિણીતી ચોપરા એ વખતે પંજાબમાં શૂટિંગ કરી રહી હતી. જોકે, પરિણીતી અને રાઘવ ક્યારથી રિલેશનશીપમાં છે તેનો ચોક્કસ સમય જાણી શકાયો નથી પરંતુ એવું લાગે છે કે વાત લગ્ન સુધી પહોંચી છે એટલે તેઓ ઓછામાં ઓછા છ મહિનાથી તો સાથે હશે જ.

Web Title: Parineeti chopara and raghav chadha engagejment love story news

Best of Express