પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સગાઇની નવી તસવીરો આવી સામે, અભિનેત્રી કહ્યું, અમારી સગાઇમાં તેમની હાજરી…

Parineeti-Raghav Photos: પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ ગઇકાલે 13 મેના રોજ દિલ્હી ખાતે સગાઇ કરી લીધી છે. ત્યારે પરિણીતીએ સગાઇની નવી તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી સુંદર કેપ્શન લખ્યું છે.

Written by mansi bhuva
May 18, 2023 16:02 IST
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સગાઇની નવી તસવીરો આવી સામે, અભિનેત્રી કહ્યું, અમારી સગાઇમાં તેમની હાજરી…
બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા ફાઇલ તસવીર

બોલિવૂડ અભિનેત્રી અને આપના નેતા રાધવ ચઢ્ઢાએ 13 મેના રોજ સગાઇ કરી પોતાના સંબંધો પર સત્તાવાર મુહર લગાડી દીધી. ત્યારે ભારતીય પૈપરાઝી ક્યારેય ફેન્સને નિરાશ કરતા નથી. તેઓ રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાની સગાઇમાં હાજર રહ્યા હતા. પરિણીતી અને રાઘવે પણ સગાઇ થયા બાદ પત્રકારો સાથે બહાર આવીને તેમને મળીને અલગ-અલગ પોઝ આપી પોતાની જોરદાર કેમેસ્ટ્રી પ્રગટ કરી હતી. આ દરમિયાન પૈપરાઝીઓએ તેમને આઇડિયા આપ્યા હતા. પૈપરાઝીની આ ટિપ્પણીઓ હાલ ખુબ જ ચર્ચામાં છે.

પરિણીતી-રાધવ શરમાઇ ગયા

હકીકતમાં પત્રકારો દિલ્હી સ્થિત પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સગાઇ સ્થળ બહાર તૈનાત હતા. જેવા આ કપલ મીડિયાને પોઝ આપવા માટે બહાર આવ્યા ત્યારે પૈપરાઝીએ તેઓને અમુક મનોરંજક આઇડિયા આપ્યા હતા. જેમ કે જીજાજી સાથે જ્યારે અન્ય એક ફોટોગ્રાફરે ઉંચા અવાજે કહ્યું કે, ભાઇ ભાભીને ઉઠાવી લો તો અન્ય એકે કહ્યું કે, લવબર્ડ્સ લવલી ડોયવે ફેશનમાં પોઝ આપે. આમ આ પ્રકારના પત્રકારોના આઇડિયા સાંભળીને તેઓ પણ શરમાઇ ગયા હતા.

સગાઇની તસવીરો જોયા બાદ ચાહકોની આવી પ્રતિક્રિયા

ઉલ્લેખની છે કે, સગાઇ બાદ પરિણીતી ચોપરાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર અને વીડિયો શેર કર્યો હતો. આ તસવીરો અને વીડિયો જોયા પછી ચાહકો આ કપલને અભિનંદન સાથે હાર્ટ ઇમોજીસ કોમેન્ટ બોક્સ છોડ્યા હતા. એક ચાહકે તો લખ્યું કે, સુંદર કપલ જ્યારે અન્ય એકે Wowwwww લખ્યું હતું.

પરિણીતી ચોપરાએ ફરી નવી તસવીરો શેર કરી

નોંધનીય છે કે, પરિણીતી ચોપરાએ ફરી નવી તસવીરો શેર કરી છે. જેમાં પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા અકાલ તખ્તના જત્થેદાર સિંહ સાહિબ જ્ઞાની હરપ્રીત સિંહ સાથે જોવા મળે છે. પરિણીતીએ તેની સગાઈમાં હાજરી આપીને આશીર્વાદ આપવા બદલ અકાલ તખ્તના જત્થેદારનો આભાર માન્યો છે.

પરિણીતીએ તસવીર શેર કરીને સુંદર કેપ્શન લખ્યું

સગાઈની આ અંદરની તસવીરો શેર કરતાં પરિણીતીએ લખ્યું, “અકાલ તખ્ત સાહિબના જત્થેદાર સિંહ સાહિબ જ્ઞાની હરપ્રીત સિંહજીના આશીર્વાદ મેળવીને ખૂબ જ સારૂ અનુભવું છું. અમારી સગાઈમાં તેમની હાજરી અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.”

પરિણીતી-રાઘવની સગાઇ પંજબના રીતિ-રિવાજો સાથે સંપન્ન

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સગાઈ પંજાબી ધર્મના રીતિ-રિવાજો સાથે થઈ હતી. આ દરમિયાન રાગી જત્થા દ્વારા શબદ કીર્તન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પરિણીતી અને રાઘવ સિવાય તમામ મહેમાનો અને સંબંધીઓ પણ ત્યાં દેખાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ