બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને આપના નેતા રાઘવ ચઢ્ઢાએ ગઇકાલે 13 મેના રોજ સગાઇ કરી લીધી છે. તેમની સગાઇ દિલ્હીમાં થઇ હતી. આ જોડીને ફેન્સ ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ કપલની સગાઇની તસવીરો પર ઢગલાબંધ લાઇક્સ મળી ચૂકી છે. તેમજ કપલને સગાઇની શુભકામનો પર મળી રહી છે. આ વચ્ચે કપલનો એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે.
આ વીડિયોમાં સગાઇ થઇ ગયા પછી રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા મીડિયા સમક્ષ આવ્યા હતા. ત્યારે બંને ખુબ જ રોમાન્ટિક મૂડમાં જોવા મળ્યા હતા. પરિણીતીએ રાઘવ માટે એક ગીત ગાયું અને પછી રાઘવે પરિણીતીને કિસ અને તેને બાહુપક્ષમાં લઇ લીધી હતી. આ દરમિયાન કપલ ખુબ જ ખુશ અને બંને સાથે ખુબ જ સરસ લાગી રહ્યા હતા.
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સગાઇના આઉટફિટ્સની વાત કરીએ તો બંને મેચિંગ કલરના આઉટફિટ પહેર્યા હતા. પરિણીતી ચોપરાએ મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાન કરાયેલી રોઝ પિંક કલરની પેયર જ્યારે રાઘવ ચઢ્ઢાએ મેચિંગ કુર્તો, પાઇજામા અને કોટી પહેરી હતી. ઉલ્લેખનીય છે કે, રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાએ તેની સગાઇ ખુબ જ સાદગીભર્યા લૂકમાં કરી હતી, છતાં તેઓ ખુબ જ સુંદર લાગી રહ્યા હતા.
મળતી માહિતી અનુસાર પરિણીતી અને રાઘવની પહેલી મુલાકાત પંજાબમાં થઈ હતી. પરિણીતી ચોપરા એ વખતે પંજાબમાં શૂટિંગ કરી રહી હતી. જોકે, પરિણીતી અને રાઘવ ક્યારથી રિલેશનશીપમાં છે તેનો ચોક્કસ સમય જાણી શકાયો નથી પરંતુ એવું લાગે છે કે વાત લગ્ન સુધી પહોંચી છે એટલે તેઓ ઓછામાં ઓછા છ મહિનાથી તો સાથે હશે જ.