Parineeti Chopra Raghav Chadha Announces Pregnancy: બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા એ ખુશખબર આપ્યા છે. આ ખુશખબર સાંભળતા જ બંને સેલેબ્રિટી ઉપર ચાહકો શુભકામનાનો વરસાદ વરસાવી રહ્યા છે. હકીકતમાં આ કપલ લગ્નના બે વર્ષ બાદ માતા-પિતા બનવા જઈ રહ્યું છે. પરિણીતી ચોપરા પ્રેગનન્ટ હોવાના સારા સમાચાર સોશિયલ મીડિયા પર ખુબ જ સુંદર રીતે આપ્યા છે.
સોશિયલ મીડિયા પર પ્રેમભરી પોસ્ટ
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ સોમવારે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ઇન્સ્ટાગ્રામ પર એક જોઇન્ટ પોસ્ટ શેર કરી હતી, જેમાં તેમણે એક ફોટો અને એક વીડિયો શેર કર્યો હતો. પહેલી તસવીરમાં એક કેક હતી જેના પર 1+ 1 = 3 લખેલું હતું અને તેના પર બે નાના પગ હતા. આ પછી એક વીડિયો આવ્યો હતો જેમાં આ કપલ ચાલતું જોવા મળ્યું હતું. આ પોસ્ટને શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું છે કે, “આપણી નાનકડી દુનિયા … હવે આવે છે, અનંત આશીર્વાદ. ”
સેલેબ્રિટી અને ચાહકો તરફથી પ્રેમની વર્ષા
પરિણીતી અને રાઘવની આ પોસ્ટ પર હવે સેલેબ્સ અને ચાહકોએ પ્રેમનો વરસાદ વરસાવ્યો છે. સોનમ કપૂરે કમેન્ટ કરી હતી: “અભિનંદન ડાર્લિંગ.” અનન્યા પાંડેએ લખ્યું: “અભિનંદન પરી. અભિનેત્રીની પિતરાઇ બહેન અને ગ્લોબલ આઇકોન પ્રિયંકા ચોપરાએ પણ આ દંપતીને અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત કેટરીના કૈફ, અનુપમ ખેર, ભૂમિ પેડનેકર સહિત ઘણા સ્ટાર્સે કોમેન્ટ કરી શુભકામના પાઠવી હતી.
પરિણીતા ચોપરા અને રાઘવ ચઢ્ઢાના 2023માં થયા હતા લગ્ન
પરિણીતી ચોપરા અને રાજકીયન ેતા રાઘવ ચઢ્ઢાએ સપ્ટેમ્બર, 2023 માં ઉદયપુરમાં ભવ્ય લગ્ન કર્યા હતા. આ દંપતીના લગ્નમાં પરિવારના અમુક સભ્યો અને ખાસ મિત્રો જ હાજર હતા. તેઓની પહેલી મુલાકાત લંડનમાં થઈ હતી. જ્યારે પણ આ કપલ કપિલ શર્માના શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં સામેલ થયું હતું. એ વખતે પણ રાઘવે એવો ઇશારો કર્યો હતો કે એ જલદી જ સારા સમાચાર આપશે.