બોલિવૂડની જાણીતી અભિનેત્રી પરિણીતી ચોપરા હાલમાં તેની આગામી ફિલ્મ ‘ચમકિલા’ને લઇને સતત ચર્ચામાં રહે છે. હાલમાં એક્ટ્રેસ ‘ચમકિલા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ વચ્ચે પરિણીતીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ પછી પરિણીતી ચોપરા પ્રેગનેટ હોય તેવી ચર્ચાએ વેગ પકડ્યો હતો. હવે આ મામલે પરિણીતીએ મોટો ખુલાસો કર્યો છે.

પરિણીતી ચોપરા ‘ચમકિલા’ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં બ્લેક ડ્રેસમાં નજર આવી હતી. લૂઝ ડ્રેસ જોઈને લોકોને લાગ્યું કે અભિનેત્રી પ્રેગ્નન્ટ છે અને તે પોતાનો બેબી બમ્પ છુપાવી રહી છે. આ મુદ્દે પરિણીતીએ પોતાની પ્રતિક્રિયામાં કહ્યું હતું કે, તે ગર્ભવતી નથી. તેણે વીડિયોમાં સ્પષ્ટતા કરી છે કે જો ઢીલા કપડાના કારણે તેને ગર્ભવતી માનવામાં આવી રહી છે, તો તે હવેથી એકદમ ટાઈટ કપડા પહેરશે.
પરિણીતીએ આ વીડિયોના કેપ્શનમાં લખ્યું, ‘હવેથી હું ફીટ કપડાં પહેરીશ, કારણ કે જ્યારે હું ઢીલા કપડાં પહેરીશ, ત્યારે લોકો…’ આ પછી તેણે ઘણી મીડિયા સંસ્થાઓની હેડલાઈન્સ પોસ્ટ કરી, જેમાં તેની પ્રેગ્નન્સીની ચર્ચા થઈ રહી હતી.
આ પણ વાંચો : Upcoming Movies : એપ્રિલમાં મનોરંજનનો ધમાકો, આ શાનદાર મુવીઓ રિલીઝ થઇ રહી છે, જુઓ યાદી
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ અભિનેત્રીએ પોતાની સ્ટોરી પર કહ્યું હતું કે તે પ્રેગ્નન્ટ નથી. તેણે લખ્યું હતું કે ઢીલા કપડાં પહેરવાનો અર્થ એવો નથી થતો કે કોઈ ગર્ભવતી છે. હવે ફરી એકવાર આ અંગે પ્રતિક્રિયા આપીને તેણે સંપૂર્ણ રીતે સ્પષ્ટ કરી દીધું છે કે સત્ય શું છે. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ રવિવારે એટલે કે 24મી સપ્ટેમ્બરે લીલા પેલેસ ઉદયપુરમાં શાહી લગ્ન કર્યા હતા.
પરિણીતીની અપકમિંગ મુવી ‘ચમકિલા’ની વાત કરીએ તો આ ફિલ્મ થિયેટરોમાં નહીં પરંતુ OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ થશે.





