પરિણીતી ચોપરા અને રાધવ ચઢ્ઢાના લગ્નનું સ્થળ નક્કી, આ દિવસે સ્ટાર કપલ જન્મ જન્માંતર માટે સપ્તપદીના વચન લેશે

Parineeti Raghav : લવબર્ડ્સ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ છેલ્લ કેટલાક સમયથી સતત ચર્ચામાં છે. આ દરમિયાન હવે પરિણીતી-રાઘવના લગ્નની તારીખ અને સ્થળ અંગે મોટા સમાચાર સામે આવ્યાં છે. આ સમાચાર સાંભળીને ફેન્સ ખુશ થઇ જશે.

Parineeti Raghav : લવબર્ડ્સ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ છેલ્લ કેટલાક સમયથી સતત ચર્ચામાં છે. આ દરમિયાન હવે પરિણીતી-રાઘવના લગ્નની તારીખ અને સ્થળ અંગે મોટા સમાચાર સામે આવ્યાં છે. આ સમાચાર સાંભળીને ફેન્સ ખુશ થઇ જશે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Parineeti Raghav Chadha wedding Date|Parineeti Chopra | Raghav Chadha

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નની તારીખ નક્કી

Parineeti Chopra Raghav Chadha : બોલિવૂડની જાણીતી અભિનેત્રી પરિણીતી ચોપરા અને આપ નેતા રાધવ ચઢ્ઢા પોતાના ખાસ સંબંધોને કારણે સતત ચર્ચામાં રહે છે. આ યુગલે 13 મેના રોજ સગાઇ કરી રિલેશનશીપ પર સત્તાવાર મુહર લગાડી દીધી છે. હવે ચાહકો આ કપલ ક્યારે લગ્ન કરશે તેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આવી સ્થિતિમાં ફેન્સ માટે એક ખુશીના સમાચાર સામે આવ્યાં છે. સમાચાર આવી રહ્યા છે કે પરિણીતી અને રાઘવના લગ્નની તારીખ અને સ્થળ ફાઇનલ થઇ ગયું છે.

Advertisment

સગાઈ પછી પરિણીતીના ચાહકો રાહ જોઈ રહ્યા છે કે તે વહેલી તકે રાઘવની દુલ્હન બને. લાગે છે કે તેમની રાહનો અંત આવી ગયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને આ વર્ષે 25 સપ્ટેમ્બરે લગ્નના બંધનમાં બંધાશે. પ્રાપ્ત વિગત અનુસાર, બંનેના લગ્ન ઉદયપુરના લીલા પેલેસમાં થશે.

રિપોર્ટ્સ અનુસાર લગ્નના લગભગ 10 દિવસ પહેલા કપલ તમામ તૈયારીઓ શરૂ કરી દેશે. સાથે જ તેમના લગ્ન પણ ભવ્ય રીતે થશે. લગ્નમાં પરિવારના સભ્યો ઉપરાંત ખાસ મિત્રો અને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીથી લઈને રાજકારણ સુધીના દિગ્ગજોને આમંત્રિત કરવામાં આવશે. આ ફંક્શનમાં 200 લોકો સામેલ થયાના સમાચાર છે. મોટાભાગના મહેમાનોને ઓબેરોય હોટેલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે.

આ પણ વાંચો : KBC 15 : કૌન બનેગા કરોડપતિ 15ને પહેલો કરોડપતિ મળી ગયો! 7 કરોડના પ્રશ્ન પર શ્વાસ અધર, શું 9 વર્ષ જૂનો રેકોર્ડ તુટશે?

Advertisment

નોંધનીય છે કે, પરિણીતી અને રાઘવ કોલેજકાળથી એકબીજાને ઓળખે છે. આ કપલે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં સાથે અભ્યાસ કર્યો હોવાનું કહેવાય છે. જો કે, ત્યારે તેઓ રિલેશનશિપમાં નહોતા. તેમની લવ સ્ટોરી ફિલ્મ ‘ચમકિલા’ના સેટ પરથી શરૂ થઈ હતી. ત્યારે રાઘવ એક મિત્ર તરીકે અભિનેત્રીને મળવા ગયો હતો. આ પછી તેમની મુલાકાતોનો સિલસિલો વધતો ગયો. વર્ષો સુધી ડેટિંગ કર્યા પછી, કપલે 13 મેના રોજ તેમને સગાઈ કરી.

Raghav Chadha ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities પરિણીતી ચોપરા મનોરંજન ન્યૂઝ