Parineeti Raghav Wedding : બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને રાજનેતા રાઘવ ચઢ્ઢા રવિવારે ઉદયપુરમાં લગ્નના બંધનમાં બંધાયા હતા. દંપતીએ પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં લીલા પેલેસમાં લગ્ન કર્યા હતા.
જ્યારે પરિણીતી અને રાઘવે સોશિયલ મીડિયા પર તેમના લગ્ન વિશે સત્તાવાર જાહેરાત કરવાની બાકી છે, ત્યારે લગ્ન પછીના ફંક્શનમાંથી નવદંપતીનો ફોટો રવિવારે રાત્રે વાઇરલ થયો હતો.
ફોટામાં, પરિણીતી તેના કપાળ પર સિંદૂર સાથે સિક્વીન ગુલાબી સાડીમાં જોવા મળે છે, જ્યારે રાઘવ બ્લેક ટક્સીડોમાં સજ્જ મળ્યો હતો.
પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરા, રાઘવના કાકા અને ફેશન ડિઝાઈનર પવન સચદેવા, ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા, અભિનેત્રી ભાગ્યશ્રી અને શૈલેષ લોઢા અને ફેશન ડિઝિંગર મનીષ મલ્હોત્રા સહિત અન્ય લોકોએ પણ લગ્નમાં હાજરી આપી હતી. પરંતુ પરિણીતીની પિતરાઈ બહેન પ્રિયંકા લગ્નમાં તેની ગેરહાજરી હતી.
ઘણા રાજકારણીઓ પણ આ શાહી લગ્નમાં સામેલ થયા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, AAP નેતા સંજીવ અરોરા અને AAP સાંસદ સંજય સિંહ સહિત અન્ય લોકોએ પણ લગ્નમાં હાજરી આપી હતી. લગ્ન પહેલાના તહેવારોમાં હલ્દી, મહેંદી અને સંગીતનો સમાવેશ થતો હતો.
આ પણ વાંચો: Parineeti Raghav : ઘોડી પર નહીં શાહી નાવમાં પરિણીતીને પરણવા આવ્યો રાઘવ ચઢ્ઢા, જુઓ તસવીર
પરિણીતી અને રાઘવ ચઢ્ઢાએ મે મહિનામાં સગાઈ કરી હતી. તેમની સગાઈ સમારોહની તસવીરો શેર કરતાં પરિણીતીએ લખ્યું હતું કે, “અમારી સગાઈની પાર્ટી એક સપના જેવી હતી, પ્રેમ, હાસ્ય, લાગણી અને ડાન્સ વચ્ચે સુંદર રીતે સર્જાયેલું સપનું! બધાએ અમને શુભેચ્છાઓ પાઠવી અને ઉજવણી કરી હતી.
અગાઉ એવા અહેવાલ હતા કે આ કપલ ઘણા વર્ષોથી એકબીજાને ઓળખે છે પરંતુ તેમના સંબંધો થોડા મહિના પહેલા શરૂ થયા હતા. પરિણીતી અને રાઘવ મૌન રહ્યા પરંતુ તેમના સંબંધોની અફવાઓ પહેલા મુંબઈમાં એક રેસ્ટોરન્ટની બહાર ફોટોગ્રાફરો દ્વારા જોવામાં આવ્યા પછી શરૂ થઈ હતી. થોડા સમય બાદ આ કપલ આઈપીએલ મેચમાં હાજરી આપતા જોવા મળ્યા હતા. તેમના અવારનવાર બહાર નીકળવાથી સ્પષ્ટ થઈ ગયું હતું કે દંપતી ખરેખર એકબીજાને ડેટ કરી રહ્યા છે.
પરિણીતી ચોપરા છેલ્લે સૂરજ બડજાત્યાની ઉંચાઈમાં જોવા મળી હતી. તે હવે મિશન રાનીગંજની રિલીઝની રાહ જોઈ રહી છે.





