Parineeti Raghav : બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા આજે ઉદયપુર લીલા પેલેસ ખાતે લગ્નના બંધનમાં બંધાઇ ગયા હશે. ત્યારે આ કપલના લગ્નની દરેક ઝલક જોવા માટે ફેન્સ આતુર છે. આ દરમિયાન રાઘવ ચઢ્ઢાની વરરાજાના પોશાકમાં પ્રથમ તસવીર સામે આવી છે.
રાઘવ ચઢ્ઢા તેની ભાવિ કન્યા પરિણીતી ચોપરાને લેવા માટે શાહી શૈલીમાં તેમની જાન સાથે પહોંચ્યો હતો. તે તેની દુલ્હનને ઘોડીમામ નહીં, પણ શાહી હોડીમાં લેવા પહોંચ્યા હતા. અવતારમાં તેના વરની પ્રથમ ઝલક મળી હતી.
રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાનો લૂક જાહેર ન થાય તે માટે સંપૂર્ણ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ તેમ છતાં રાઘવની પહેલી તસવીર સામે આવી ચૂકી છે. આ તસવીરમાં લાંબા અંતરથી ક્લિક કરવામાં આવ્યો છે. જેમાં તે સફેદ રંગની શેરવાની પહેરેલો જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નમાં નજીકના મિત્રો અને પરિવારજનો હાજર રહ્યા હતા. પરિણીતી ચોપરાએ મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરેલો લહેંગો પહેર્યો છે. જ્યારે રાઘવ ચઢ્ઢાનો આઉટફિટ પવન સચદેવાએ ડિઝાઇન કર્યો છે.





