Parineeti Chopra Raghav Chahdha Wedding Video : પરિણીતી ચોપરા હવે મિસિસ રાઘવ ચઢ્ઢા બની ગઈ છે. આ દંપતીએ રવિવારે એટલે કે 24મી સપ્ટેમ્બરે લીલા પેલેસ ઉદયપુરમાં શાહી લગ્ન કર્યા હતા. પરિણીતી અને રાઘવે 25 સપ્ટેમ્બરે ઇન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીરો શેર કરી હતી. આ વચ્ચે પરિણીતી-રાઘવનો વધુ એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં પરિણીતી-રાઘવ એક પિંક કલરની છત્રી સાથે અપાર ખુશી સાથે ઝુમી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે તે, આ નવદંપતીએ અગ્નિ સમક્ષ સાત ફેરા ફરતા પહેલા રીતે ડાન્સ કર્યો હતો. અમ્બ્રેલા સાથે ડાન્સ કરતા સમયે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના ચહેરા પર લગ્નની અપાર ખુશી જોવા મળી રહી હતી. બંને ખુબ જ ખુશ લાગી રહ્યા હતા.
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ લીલા પેલેસમાં પંજાબી રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. આ પછી 25 સપ્ટેમ્બરની મોડી સાંજે અભિનેત્રી તેના પતિ રાઘવ સાથે દિલ્હીમાં તેના સાસરે પહોંચી હતી. નવપરિણીત કપલ દિલ્હી એરપોર્ટની બહાર પાપારાઝી માટે પોઝ આપતા જોવા મળ્યા હતા. આ દરમિયાન, અભિનેત્રી લીલા રંગના સૂટમાં જોવા મળી હતી.
અગાઉ એવા અહેવાલ હતા કે આ કપલ ઘણા વર્ષોથી એકબીજાને ઓળખે છે પરંતુ તેમના સંબંધો થોડા મહિના પહેલા શરૂ થયા હતા. પરિણીતી અને રાઘવ મૌન રહ્યા પરંતુ તેમના સંબંધોની અફવાઓ પહેલા મુંબઈમાં એક રેસ્ટોરન્ટની બહાર ફોટોગ્રાફરો દ્વારા જોવામાં આવ્યા પછી શરૂ થઈ હતી. થોડા સમય બાદ આ કપલ આઈપીએલ મેચમાં હાજરી આપતા જોવા મળ્યા હતા. તેમના અવારનવાર બહાર નીકળવાથી સ્પષ્ટ થઈ ગયું હતું કે દંપતી ખરેખર એકબીજાને ડેટ કરી રહ્યા છે.





