પરિણીતી ચોપરાના બ્રાઇડલ લહેંગામાં છુપાયેલી હતી ખાસ નિશાની, તસવીર શેર કરી કર્યો ખુલાસો

Parineeti Chopra Raghav Chadha wedding Photos : પરિણીતી ચોપરા હવે મિસિસ રાઘવ ચઢ્ઢા બની ગઈ છે. આ દંપતીએ રવિવારે એટલે કે 24મી સપ્ટેમ્બરે લીલા પેલેસ ઉદયપુરમાં શાહી લગ્ન કર્યા હતા. તાજેતરમાં મનીષ મલ્હોત્રાએ પરિણીતીના લહેંગા વિશે કદાચ કોઇ નહીં જાણતા હોય તે ખુલાસો કર્યો છે.

Parineeti Chopra Raghav Chadha wedding Photos : પરિણીતી ચોપરા હવે મિસિસ રાઘવ ચઢ્ઢા બની ગઈ છે. આ દંપતીએ રવિવારે એટલે કે 24મી સપ્ટેમ્બરે લીલા પેલેસ ઉદયપુરમાં શાહી લગ્ન કર્યા હતા. તાજેતરમાં મનીષ મલ્હોત્રાએ પરિણીતીના લહેંગા વિશે કદાચ કોઇ નહીં જાણતા હોય તે ખુલાસો કર્યો છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Parineeti Raghav Chadha| Parineeti chopra raghav chadha wedding| Parineeti chopra raghav chadha wedding Photos| Parineeti Raghav Chadha latest news| Parineeti Chopra | Raghav Chadha

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા ફાઇલ તસવીર

Parineeti Chopra Raghav Chadha : બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ આપ નેતા રાઘવ ચઢ્ઢા સંગ 24 સપ્ટેમ્બરે ઉદયપુરના લીલા પેલેસ ખાતે ભવ્ય લગ્ન કર્યા હતા. આ પછી પરિણીતી-રાઘવના લગ્નનની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આ તસવીરોમાં કપલની કેમેસ્ટ્રી ઉપરાંત અભિનેત્રીના બ્રાઇડલ લહેંગાએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. જાણો આ લહેંગામાં શું ખાસ છે જે લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે. તાજેતરમાં મનીષ મલ્હોત્રાએ પરિણીતીના લહેંગા વિશે કદાચ કોઇ નહીં જાણતા હોય તે ખુલાસો કર્યો છે.

Advertisment

મનીષ મલ્હોત્રાએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર પરિણીતીના વેડિંગ લહેંગા સંબધિત ખુલાસો કર્યો કે, આ લહેંગા સાથે એક્ટ્રેસની નાનીની યાદ જોડાયેલી છે. પરિણીતીના લહેંગામાં એક છલ્લો લગાવ્યો હતો, જે તેની નાનીનો હતો. હવે પરિણીતી ચોપરાની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં પરિણીતીએ કહ્યું કે, 'મેં મારા ખાસ દિવસ પર મારી નાનીને ખુબ યાદ કર્યા, પરંતુ તેઓની એક ઝલક મારા પર હતી. આભાર એમ.'

મનીષ મલ્હોત્રાએ વધુમાં લખ્યું કે, પરિણીતી માટે જ્યારે તેના નાની ઘરની ચોતરફ ફરતા હતા તો તે ગુચ્છાની અવાજ શક્તિ અને સ્ટ્રેન્થ ઘુન હતી. આવી સ્થિતિમાં મને એહસાસ થયો કે, મારે આ વિરાસતના ટુકડાને તેના લહેંગામાં જોડવો જોઇએ. આ સાથે અમે એવી વસ્તુઓ પણ જોડી જે રાઘવ અને પરિણીતી માટે બહુ મહત્વપૂર્ણ હતી. જેમ કે લંડન, સંગીત વગેરે. આ માત્ર એક વસ્તુ નહોતી, પરંતુ તેનો એક ભાગ જે પરિણીતી સાથે તેના ખાસ દિવસે રહ્યો.

Advertisment

મનીષ મલ્હોત્રાની આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા પરિણીતી ચોપરાએ લખ્યું, 'આઇ લવ યુ એમ તમાા જેવા કોઇ નથી.' ઉલ્લેખનીય છે કે, પરિણીતી ચોપરાના આ ડિઝાઈનર લહેંગાને બનાવવામાં મનીષ મલ્હોત્રા અને તેની ટીમને અંદાજે 2500 કલાક લાગ્યા હતા. આ લેહેંગા બનાવવામાં નાની-નાની વિગતોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ લહેંગાનો ટોનલ ઈક્રુ બેઝ હેન્ડ એમ્બ્રોઈડરી વડે બનાવવામાં આવ્યો છે.

આ સાથે જૂના સોનાના દોરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ઘણી બધી હેન્ડવર્ક કરવામાં આવી હતી. તેને નક્ષી અને મેટલ સિક્વિન્સથી શણગારવામાં આવે છે. જે નેટ અને ટ્યૂલ ફ્રેમવર્ક દુપટ્ટા સાથે સંપૂર્ણ રીતે મેચ થાય છે.

પરિણીતીએ લહેંગાની સાથે તેના માથા પર જે દુપટ્ટા પહેર્યા છે તેની પાછળ તેના પતિ રાઘવનું નામ લખેલું છે. ખાસ વાત એ છે કે આ નામ પણ જૂના સોનાના દોરાથી લખવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Parineeti Raghav Wedding Video : પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ સાત ફેરા ફરતા પહેલા છત્રી સાથે જોરદાર ડાન્સ કર્યો હતો, જુઓ વીડિયો

પરિણીતીએ આ સુંદર લહેંગા સાથે ખાસ જ્વેલરી પહેરી હતી. પરિણીતીએ એન્ટિક ફિનિશમાં અનકટ, ઝામ્બિયન અને રશિયન નીલમણિથી બનેલા નેકલેસ સાથે બેજ રંગનો લહેંગા પહેર્યો હતો.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ