Parineeti Copra Raghav Chadha Wedding : બોલિવૂડમાં હાલ ઉત્સાહનું વાતાવરણ છે. બી ટાઉનમાં ફરી એકવાર શરણાઇના શુર વાગવા જઇ રહ્યા છે. પરિણીતી ચોપરા બસ થોડા જ કલાકમાં આમ આદમી પાર્ટીના સાસંદ રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કરશે. એક્ટ્રેસને દુલ્હન બનતા જોવા માટે તેના ફેન્સ ઘણા ઉત્સાહિત છે. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા ઉદયપુરના લીલા પેલેસમાં લગ્ન કરવાના છે. ત્યારે આ અહેવાલમાં તમને જણાવીશું કે તે જગ્યાનવં ભાડું કેટલું છે અને કપલે તેમના લગ્નમાં કેટલો ખર્ચ કર્યો છે?
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા આજે જ્યાં લગ્નનના બંધનમાં બંધાવા જઇ રહ્યા છે તે જગ્યા ખુબ જ ખાસ છે. આ સુંદર જગ્યાની દરેક તસવીર જોવા જેવી છે. નજારો એટલા જ આકર્ષક છે, જેટલા હાઇ-ફાઇ પ્રાઇઝ મની છે.
યુરા વિધિ પંજાબીઓની વિશેષ વિધિ માનવામાં આવે છે. કન્યાના મામા કન્યાને બંગડીઓ પહેરાવે છે. ઉદયપુરના લીલા પેલેસમાં મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં આ ધાર્મિક વિધિ ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે. મહત્વનું છે કે, લીલા પેલેસ દેશની ટોચની હોટેલોમાંથી એક છે. તેવામાં આ પેલેસ હોટલ તળાવના કિનારે આવેલી છે. અને તેની આસપાસ પિચોલા તળાવ અને અરવલીની ટેકરીઓનો રણિયામણો નજારો છે.
લીલા પેલેસની આ ખાસિયત
પેલેટ આરસ અને હાથની કોતરણીથી શણગારવામાં આવે છે. રાજસ્થાનના ઉદયપુરમાં આવેલી આ એક હોટલ છે, તેથી લીલા પેલેસના ઇન્ટિરિયરમાં ચોક્કસપણે રાજસ્થાનની સંસ્કૃતિની ઝલક જોવા મળશે. હોટેલની દરેક દિવાલ પર મેવાડી રજવાડાનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે.
લીલા પેલેસમાં આવા પેઇન્ટિંગ્સ બનાવવામાં આવ્યા છે, જ્યાં રાજસ્થાનની સુંદરતા ચોક્કસથી જોવા મળશે. આવી સ્થિતિમાં રૂમની અંદર ઝરોકા જેવી બારીઓ અને શાહી વૈભવ સાથે મોટા પલંગ અને સોફા છે. લીલા પેલેસની વિશેષતા એ છે કે, સેલિબ્રિટીઓ અને મહેમાનોનું મેવાડી શૈલીમાં સ્વાગત કરવું. હવે વાત કરીએ આ ભવ્ય પેલેસના ભાડાની.
લીલા પેલેસનું ભાડું
લીલા પેલેસ જેટલી લકઝુરિયસ અને સુંદર છે, તેની કિંમત પણ એટલી જ વધારે છે. લગભગ 8 રૂમ કેટેગરીમાં વહેંચાયેલી આ હોટેલનું દૈનિક ભાડું 50,000 રૂપિયાથી 9 લાખ રૂપિયા સુધીનું છે. જો તમે ગ્રાન્ડ હેરિટેજ ગાર્ડન વ્યૂ રૂમ સ્યુટમાં રહો છો તો દૈનિક દર 50,000 રૂપિયાથી શરૂ થાય છે. આ રૂમમાં પ્રવેશતા જ તમને પરંપરાગત રાજસ્થાનની કલા અને કારીગરી સાથે સંસ્કૃતિ જોવા મળશે.
આ રૂમની કિંમત અને જગ્યા બંને ગ્રાન્ડ હેરિટેજ ગાર્ડન વ્યૂ રૂમ સ્યુટ કરતાં વધુ છે. ગ્રાન્ડ હેરિટેજ લેક વ્યૂથી તળાવનો નયનરમ્ય નજારો જોવા માટે તમારે એક દિવસના રોકાણ માટે ઓછામાં ઓછા 54,000 રૂપિયા ચૂકવવા પડશે.
1800 ચોરસ ફૂટમાં વિસ્તરેલા રોયલ સ્યુટના રૂમના કાચ અને દિવાલોને મેવાડની ખાસ થેકરી કલાથી શણગારવામાં આવી છે. રોયલ સ્યુટથી તમે પિચોલા તળાવનો સુંદર નજારો મેળવી શકો છો. રોયલ સ્યુટ એક દિવસના રોકાણ માટે તમારે લગભગ 4 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડશે.
3,585 ચોરસ ફૂટમાં ફેલાયેલા, મહારાજ સ્યુટનું મહત્તમ ભાડું રૂપિયા 8 લાખથી વધુ છે. આ સ્યુટમાં લિવિંગ રૂમ, સ્ટડી, ડાઇનિંગ એરિયા, માસ્ટર બેડરૂમ, વોક ઇન વોર્ડરોબ, કિંગ સાઇઝનું બાથટબ અને મસાજ માટે અલગ એરિયા પણ છે.
ડુપ્લેક્સ સ્યુટની વાત કરીએ તો આ સ્યુટ 1,270 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. તેમાં લિવિંગ રૂમ, સિટી પેલેસ અને ઓપન એર પ્લન્જ પૂલથી નજરથી દેખાતી અન્ય હેરિટેજ ઇમારતોના મનોહર દ્રશ્યો હશે. ડુપ્લેક્સ સ્યુટ પર્વતીય દ્રશ્ય પ્રેમીઓ માટે આ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. ડુપ્લેક્સ સ્યુટ એક માસ્ટર બેડરૂમ, શાવરની સુવિધા, બાથરૂમ અને બાથટબ પણ છે. ડુપ્લેક્સ સ્યુટ એક દિવસના રોકાણનું ભાડું 1.5 લાખ રૂપિયાથી પણ વધુ છે.





