Parineeti Raghav Wedding : બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને આપ નેતા રાઘવ ચઢ્ઢા પોતાના લગ્નને કારણે સતત ચર્ચામાં છે. રાઘવ-પરિણીતીના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા 24 સપ્ટેમ્બરે ઉદયપુરમાં લગ્ન કરશે. ત્યારે ગઇકાલે પરિણીતીના ઘરને પણ સજાવવામાં આવ્યું હતું. પરિણીતીના ઘરે લાઇટ ડેકોરેશનનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.
ETimesના અહેવાલ મુજબ પરિણીતી-રાઘવના લગ્ન પહેલા દિલ્હીમાં બંને પરિવારો વચ્ચે ક્રિકેટ મેચ રમાશે. રિપોર્ટ અનુસાર, લગ્ન પહેલા બંને પરિવારના મહેમાનો માટે અનેક પ્રકારની રમતો અને મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ચોપરા અને ચઢ્ઢા પરિવારની મેચ હશે. રાઘવ-પરિણીતીના ખાસ મિત્રો પણ આ મેચનો ભાગ હશે. આ મેચ બાદ બંનેના પરિવાર લગ્નના ફંક્શન માટે ઉદયપુર જવા રવાના થશે.
પરિણીતીએ કેપ પહેરી હતી જેના પર R લખેલું હતુંહાલમાં, બંને પરિવાર શીખ ધર્મ અનુસાર અરદાસ અને કીર્તન માટે દિલ્હીમાં છે. ત્યાર પછી રાઘવ-પરિણીતી તેમના મિત્રો સાથે ગેટ-ટુગેધર પાર્ટી પણ કરશે. પરિણીતી અને રાઘવ ચઢ્ઢાનું વેડિંગ રિસેપ્શન 30 સપ્ટેમ્બરના રોજ ચંદીગઢમાં તાજ પેલેસમાં થશે.
રાઘવ-પરિણીતીના લગ્નનું ઈવેન્ટ કેલેન્ડર:
ઉદયપુરમાં 23 સપ્ટેમ્બરથી લગ્નના ફંક્શન શરૂ થશે. આ કાર્યક્રમો હોટેલ લીલા પેલેસ ખાતે યોજાશે.પરિણીતીની ચૂડા સેરેમની – સવારે 10 વાગ્યાથી.ફ્રેસ્કો બપોર – સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી નાસ્તો પીરસવામાં આવશે.વેલકમ લંચ – બપોરે 12 થી 4 વાગ્યા સુધી.90ની થીમ પાર્ટી – સાંજે 7 વાગ્યાથી.





