પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાનું વેડિંગ રિસેપ્શન આ સ્થળે થશે? ફૂડ ટેસ્ટિંગ માટે પહોંચ્યા પેરેન્ટ્સ

Parineeti Raghav :લવબર્ડ્સ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ છેલ્લ કેટલાક સમયથી સતત ચર્ચામાં છે. આ દરમિયાન હવે પરિણીતી-રાઘવના લગ્ન સ્થળ સંબંધિત એક મોટા સમાચાર સામે આવ્યાં છે.

Written by mansi bhuva
July 17, 2023 16:09 IST
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાનું વેડિંગ રિસેપ્શન આ સ્થળે થશે? ફૂડ ટેસ્ટિંગ માટે પહોંચ્યા પેરેન્ટ્સ
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા ફાઇલ તસવીર

Parineeti Chopra Raghav Chadha : લવબર્ડ્સ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ છેલ્લ કેટલાક સમયથી સતત ચર્ચામાં છે. આ સ્ટાર કપલે 13 મેના રોજ સગાઇ પોતાના સંબંધો પર સત્તાવાર મુહર લગાડી દીધી. હાલમાં જ બંને અમૃતસરના ગોલ્ડન ટેમ્પલમાં પણ જોવા મળ્યા હતા. જ્યાં તેમણે ગુરુદ્વારામાં આશીર્વાદ લીધા હતા અને સેવા પણ કરી હતી. હવે ફેન્સ આ કપલના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન હવે પરિણીતી-રાઘવના લગ્ન સ્થળ સંબંધિત એક મોટા સમાચાર સામે આવ્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ કપલ ઓક્ટોબરમાં ગમે ત્યારે લગ્ન કરી શકે છે. રિપોર્ટ્સ અનુસાર પરી-રાઘવ ગુરુગ્રામમાં રિસેપ્શનનું આયોજન કરવાની યોજના બનાવી રહ્યા છે. જ્યારે અન્ય એક સમાચાર હતા કે આ કપલ મુંબઈ, ચંદીગઢ અને ગુરુગ્રામમાં ત્રણ રિસેપ્શન આપવા જઈ રહ્યું છે. જો કે હવે માત્ર એક જ રિસેપ્શન આપવાનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે.

રાઘવ-પરિણિતીનું રિસેપ્શન ધ લીલા એમ્બિયન્સ હોટેલ ગુરુગ્રામમાં યોજવામાં આવી શકે છે. તાજેતરમાં પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના માતા-પિતા ફૂડ ટેસ્ટિંગ સેશન માટે હોટલ પહોંચ્યા હતા. બંનેના પરિવાર લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છે.

આ પણ વાંચો : મહેશ બાબુની 11 વર્ષની દીકરી સિતારાએ જીત્યું પ્રિયજનોનું દિલ, પોતાની પહેલી કમાણી 1 કરોડ રૂપિયા દાન કરી દીધા

બંનેના માતા-પિતા ફૂડ ટેસ્ટિંગ માટે પહોંચ્યા હતા, ત્યાં તેમના માટે વિશાળ મેનુ રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત દિલ્હી રાઘવનું જન્મસ્થળ છે, તેથી તેના મોટાભાગના મિત્રો અને અન્ય મહેમાનો પણ દિલ્હીના છે. પરિણીતી પણ બોલિવૂડની એક મોટી સેલિબ્રિટી છે, તેથી જો એક જ રિસેપ્શન આપવાનું આયોજન હોય તો અપેક્ષા રાખવામાં આવે છે કે તેમાં કોઈ કસર બાકી રાખવામાં નહીં આવે. અને હવે જોવાનું એ રહેશે કે આ પ્રેમી યુગલ ક્યારે તેમના લગ્નની જાહેરાત કરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ