Parineeti Copra Raghav Chadha Wedding : બોલિવૂડમાં હાલ ઉત્સાહનું વાતાવરણ છે. બી ટાઉનમાં ફરી એકવાર શરણાઇના શુર વાગવા જઇ રહ્યા છે. પરિણીતી ચોપરા બસ થોડા જ કલાકોમાં આમ આદમી પાર્ટીના સાસંદ રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કરશે. એક્ટ્રેસને દુલ્હન બનતા જોવા માટે તેના ફેન્સ ઘણા ઉત્સાહિત છે. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા ઉદયપુરના લીલા પેલેસમાં પંજાબી રીતિ-રિવાજો પ્રમાણે લગ્ન કરવાના છે. આવી સ્થિતિમાં રાઘવ-પરિણીતીના સંગીત સેરેમનીની પહેલી ઝલક સામે આવી છે.
હકીકતમાં મશહૂર ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના સંગીત સેરેમનીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જે હાલમાં તેજ ગતિએ વાયરલ થઇ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ તસવીરો અને વીડિયોમાં પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા શાનદાર લૂકમાં જોવા મળી રહ્યા છે. પરિણીતી ચોપરા પોતાની સંગીત સેરેમનીમાં ચમકદાર સિલ્વર રંગના સ્ટાઇલિશ આઉટફિટમાં જોરદાર લાગી રહી છે. જ્યારે રાઘવ ચઢ્ઢા ઓલ બ્લેક સ્ટાઇલિશ બ્લેઝરમાં હેન્ડસમ લાગી રહ્યો છે.
આ સાથે વીડિયોમાં કપલના ચહેરા પર લગ્નની ખુશી અને ગ્લો સ્ષષ્ટ જોવા મળી રહ્યા છે. તેમજ પોતાની સંગીત સેરેમનીને ખુબ જ એન્જોય કરતા જોવા મળી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની વિધિઓ 2.30થી શરૂ થઇ જવાની હતી. તેથી હવે તેમના લગ્નની વિધિઓ શરૂ થઇ ગઇ છે. ત્યારે જયમાળા 3.30 વાગ્યે થશે તેવી વિગતો પ્રાપ્ત છે.





