Parineeti Chopra Raghav Chadha Wedding Song Video And Photo : પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ 24 સપ્ટેમ્બરે ઉદયપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યું હતું. તેના ફેન્સ નવા અપડેટ્સની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લગ્નની તસવીરો અને કેટલીક વીડિયો ક્લિપ્સ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. પરંતુ મિસમાંથી મિસિસ બનેલી પરિણીતી ચોપરાએ લગ્નનો એક ખાસ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં લગ્નમાં એન્ટ્રી વખતે પરિણીતીના અવાજમાં એક ગીત વગાડવામાં આવી રહ્યું છે.
પરિણીતી ચોપરાએ તેના લગ્ન માટે સ્પેશિયલ ગીત રેકોર્ડ કર્યુ (Parineeti sung her wedding song )
જી હા! પરિણીતી ચોપરાએ પોતે પોતાના લગ્નની એન્ટ્રી માટે એક ગીત રેકોર્ડ કર્યું હતું. જે તેણે તેના પતિ રાઘવ માટે ગાયુ છે. ગીતના શબ્દો ખૂબ જ સુંદર છે. વીડિયોની શરૂઆત ઉદયપુર શહેરના દૃશ્યોથી થાય છે. જેમાં બતાવવામાં આવ્યું છે કે પરિણીતી કેવી રીતે ગુપચુપ રીતે બારાત પર નજર રાખી રહી હતી. આ સાથે તેમની એન્ટ્રી, વરમાળા સિંદૂરદાન વગેરેની ઝલક આ વીડિયોમાં દેખાડવામાં આવી છે. આ વીડિયોમાં પરિણીતી અને રાઘવની ખુશી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.
આ વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે લગ્નનું ગીત ‘ઓ પિયા’ પરિણીતીએ પોતે તેના પતિ રાઘવ માટે ગાયું છે. વીડિયોમાં નવવધુની એન્ટ્રી સમયે આ ગીત વાગી રહ્યું છે અને તે તેની સાથે લિપ સિંક કરી રહી છે. વીડિયોમાં કેટલીક ભાવનાત્મક ક્ષણો છે, જેમાંથી એક એવી છે જ્યારે પરિણીતીનો ભાઈ તેની બહેનના લગ્નને જોઈને પોતાના આંસુ પર કાબૂ રાખી શકતો નથી.
આ વીડિયો શેર કરતી વખતે પરિણીતીએ લખ્યું છે કે, “મારા પતિ માટે… મેં અત્યાર સુધી ગાયેલું સૌથી ખાસ ગીત. તુમ્હારી તરફ ચાલ કર આના, બારાત સે છિપના, આ શબ્દો ગાવા અને મારે શું કહેવું… ઓ પિયા. , ચલ ચલે આ…” આની સાથે પરિણીતીએ હાર્ટ ઇમોજી પણ પોસ્ટ કરી છે. પરિણીતીના ફેન્સ તેમજ તેના મિત્રો અને બોલિવૂડના ઘણા લોકોએ તેની પોસ્ટ પર સુંદર કોમેન્ટ્સ કરી છે.
આ પણ વાંચો | પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ સાત ફેરા ફરતા પહેલા છત્રી સાથે જોરદાર ડાન્સ કર્યો હતો, જુઓ વીડિયો
રાઘવે પરિણીતી પર લૂંટાવ્યો પ્રેમ (Parineeti Chopra Raghav Chadha Love Story)
રાઘવ ચઢ્ઢાએ પણ આ જ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. કેપ્શનમાં લખ્યું છે, “મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મને આવી ગીફ્ટ મળશે. મને લાગે છે કે મારી ગાયિકા પત્નીને મને સરપ્રાઇસ આપવું ગમે છે. હું ખરેખર અભિભૂત છું.. તમારો અવાજ હવે મારા જીવન, આપણા જીવનનો સાઉન્ડટ્રેક બની ગયો છે… ધન્યવાદ શ્રીમતી ચઢ્ઢા. હું મારી જાતને વિશ્વનો સૌથી નસીબદાર માણસ માનું છું કે તમે મારી સાથે છો.”





