Shah Rukh Khan : શાહરૂખ ખાન (Shah Rukh Khan) માટે પઠાણ ફિલ્મ ખૂબ જ ખાસ છે. આ ફિલ્મે એક્ટરનું હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જોરદાર પુનરાગમન કર્યું હતું. અભિનેતાને એક્શન અવતારમાં જોઈને ચાહકો ખુબજ ખુશ થઈ ગયા હતા. પઠાણ પછી દર્શકો લાંબા સમયથી તેની સિક્વલની રાહ જોઈ રહ્યા છે.
હવે કિંગ ખાનની આ બહુ રાહ જોવાતી ફિલ્મને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. હકીકતમાં, સાયરસ બરુચા સાથેના પોડકાસ્ટમાં પ્રખ્યાત પટકથા લેખક અબ્બાસ ટાયરવાલાએ ખુલાસો કર્યો કે આ ફિલ્મની સ્ક્રિપ્ટ લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને હવે તેના ડાયલોગ પર કામ કરવાનું બાકી છે.
આ પણ વાંચો: રકૂલ પ્રીત સિંહએ દે દે પ્યાર દે 2 ના સેટ પરથી ફોટોઝ કર્યા શેર, ડીડીએલજે ક્ષણો કરી યાદ
નિર્માતાઓએ ફિલ્મની સિક્વલને લીલી ઝંડી આપી હોવાના અહેવાલો વચ્ચે, અબ્બાસે પુષ્ટિ કરી છે કે પઠાણ 2 પર કામ ચાલી રહ્યું છે. તે ઉમેરે છે કે, ‘મને લાગે છે કે સ્ક્રિપ્ટ ડાયલોગ માટે લગભગ તૈયાર છે.” આ વાતચીતમાં તેણે આશા વ્યક્ત કરી કે તેને વધુ એક્શન ફિલ્મોની સ્ક્રિપ્ટ લખવાની ઓફર કરવામાં આવશે.
શાહરૂખ ખાન આ ફિલ્મમાં RAW એજન્ટ પઠાણની ભૂમિકામાં જોવા મળશે. તે જ સમયે દીપિકા પાદુકોણ રૂબીના તરીકે પરત ફરે તેવી અપેક્ષા છે. જો કે, ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એ વાત સામે આવી છે કે ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ આ ફિલ્મની સિક્વલનું નિર્દેશન નહીં કરે. વર્ષ 2023 ની શરૂઆતમાં પઠાણે બોક્સ ઓફિસના ઘણા રેકોર્ડ તોડી નાખ્યા અને શાહરૂખ ખાનનું પુનરાગમન કર્યું હતું. આ પછી પઠાણ 2 ની અપેક્ષાઓ ઘણી વધી ગઈ હતી. આ સિક્વલ YRFના વિસ્તૃત જાસૂસ બ્રહ્માંડનો ભાગ હશે.
આ પણ વાંચો: લગ્ન બાદ અદિતિ રાવ હૈદરી સિદ્ધાર્થ મુંબઈ એરપોર્ટ પર દેખાયા
શાહરૂખ ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો છેલ્લે રાજકુમાર હિરાનીની ફિલ્મ ડંકીમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી. તે ટૂંક સમયમાં કિંગ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં સુહાના ખાન અને અભિષેક બચ્ચન પણ છે. તેનું નિર્દેશન સુજોય ઘોષ કરી રહ્યા છે.