Shahrukh Khan’s Pathaan Advance Booking: શાહરૂખ ખાન, જોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ 25 જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં ધૂમ મચાવશે. ‘પઠણ’નું ગઇકાલ (19 જાન્યુઆરી)થી એડવાન્સ બુકિંગ શરૂ થઇ ગયું છે. ત્યારે બુકિંગના પ્રથમ દિવસે જ ફેન્સમાં અલગ ક્રેઝ જોવા મળ્યો છે. મળતી માહિતી અનુસાર બુકિંગના પ્રથમ દિવસે 1.17 લાખ ટિકીટો વેચાય ગઇ છે.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ અનુસાર, ફિલ્મે પ્રથમ ગુરૂવારે રાત્રે 11 વાગ્યા સુધીમાં આઇનોક્સ પર 51 હજાર ટિકીટ, પીવીઆરમાં 38 હજાર ટિકીટ તેમજ સિનેપોલિસમાં 27 હજારથી વધુ ટિકીટો વેચવામાં આવી છે. મહત્વનું છે કે, શાહરૂખ ખાન ફિલ્મ ‘પઠાણ’થી ઇન્ડસ્ટ્રીમાં પાંચ વર્ષ બાદ ખલબલી મચાવવા પરત ફરી રહ્યો છે. ત્યારે બોલિવૂડ હંગામાના અહેવાલ અનુસાર, ‘પઠાણ’ રિલીઝના પ્રથમ દિવસે 39થી 41 કરોડ સુધીનો વેપાર કરી શકે તેવી સંભાવના છે.
જોકે, શાહરૂખની આ ફિલ્મ 40 કરોડથી ઓપનિંગ કરશે તેમ છતાં કિંગ ખાનની આ ફિલ્મ બિગ ઓપનર ફિલ્મ હેપી ન્યૂયરનો મુકાબલો નહીં કરી શકે. મહત્વનું છે કે, શાહરરૂખ ખાન સ્ટારર હેપી ન્યૂયર સૌથી મોટી ઓપનિંગ કરનાર ફિલ્મ હતી. આ ફિલ્મે પ્રથમ દિવસે 44 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
આ પણ વાંચો: અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટની એંટિલિયામાં ભવ્ય સગાઇ, જુઓ તસીવરો
જોકે, શાહરૂખની આ ફિલ્મ 40 કરોડથી ઓપનિંગ કરશે તેમ છતાં કિંગ ખાનની આ ફિલ્મ બિગ ઓપનર ફિલ્મ હેપી ન્યૂયરનો મુકાબલો નહીં કરી શકે. મહત્વનું છે કે, શાહરરૂખ ખાન સ્ટારર હેપી ન્યૂયર સૌથી મોટી ઓપનિંગ કરનાર ફિલ્મ હતી. આ ફિલ્મે પ્રથમ દિવસે 44 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જોકે, પઠાણ એક્ટર શાહરૂખ ખાનની અન્ય ફિલ્મો જેમ કે, ‘ચેન્નઈ એક્સપ્રેસ’ 22.12 કરોડ, ‘દિલવાલે’ 21 કરોડ અને રઈસે 20.42 કરોડથી વધુ વેપાર પહેલા દિવસે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ પહેલા શાહરૂખ ખાન છેલ્લે વર્ષ 2018માં ફિલ્મ ‘ઝીરો’માં જોવા મળ્યો હતો. શાહરૂખ ખાને 32 વર્ષ પહેલા ફિલ્મી દુનિયામાં કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. તે એક્શન હીરો બનવા માંગતો હતો, પરંતુ અભિનેતા રોમેન્સ કિંગ બની ગયો.