Pathaan box office collection day 1: પઠાણના રિલીઝના પ્રથમ દિવસે ભવિષ્યવાણી પડી સાચી, ફિલ્મે કરી આટલી કમાણી

Pathan 1st day collection: પઠાણની રિલીઝ પહેલા 32 કરોડ રૂપિયાની ટિકિટો વેચાય હતી. આજે સવારથી સિનેમાઘરો ફૂલ છે અને લોકો આ ફિલ્મ જોયા બાદ ખુશ થઇ વખાણ કરી રહ્યા છે. ફિલ્મ વિવેચક તરણ આદર્શ સહિત ઘણા ફિલ્મ વિવેચકોએ પઠાણને 4.5 સ્ટાર રેટિંગ આપ્યું છે.

Written by mansi bhuva
Updated : January 25, 2023 14:34 IST
Pathaan box office collection day 1: પઠાણના રિલીઝના પ્રથમ દિવસે ભવિષ્યવાણી પડી સાચી, ફિલ્મે કરી આટલી કમાણી
શાહરૂખ ખાન સ્ટાર ફિલ્મ પઠાણએ પ્રથમ દિવસ કરી આટલી કમાણી

Pathaan Box office coleection day 1: શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ ‘પઠાણ’ (Pathaan) આજે મોટા પડદા પર અવતરિત થઇ ગઇ છે. આ સાથે લાંબા સમયથી રાહ જોનારા પ્રશંસકોની આતુરતાનો અંત આવ્યો છે. ‘પઠાણ’ સંબંધિત રિલીઝ પહેલા ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે, પઠાણ ઓપનિંગ ડે માં 40થી 50 કરોડ રૂપિયા આસપાસ કમાણી કરે તેવી સંભાવના છે. આ વાત માત્ર હવામાં ફંગોળવા માટે ન હતી. આ ભવિષ્યવાણી ‘પઠાણ’ની એડવાન્સ બુકિંગના આધારે કરવામાં આવી હતી. પઠાણે એડવાન્સ બુકિંગ મામલે સાઉથ સૂપહિટ ફિલ્મ KGFનો રેકોર્ડ તોડી બંપર કમાણી કરી લીધી છે. પઠાણનો ઓપનિંગ ડે એટલે કે આજે (25 જાન્યુઆરી) શાહરૂખ ખાનના ફેન્સ મોટી સંખ્યામાં સિનેમાઘરોમાં ફિલ્મ માણવા માટે પહોંચી ગયા છે. સિનેમાઘરો ખચોખચ ભર્યા છે. ત્યારે પઠાણ પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર કેટલો વેપાર કરી શકી તેની વાત કરીએ.

‘પઠાણ’ની પ્રથમ દિવસની કમાણી અંગે વાત કરીએ તો બોલિવૂડ ઇન્ડ્સ્ટ્રી પર નજર રાખનાર સૈકનિલ્ક વેબસાઇટ અનુસાર, ફિલ્મ પ્રથમ દિવસે 50 કરોડ રૂપિયાનો આંકડો પાર કરે તેવી શક્યતા છે. આ ફિલ્મ કન્નડ ફિલ્મ KGF 2 (રૂ. 53.9 કરોડ), હૃતિક રોશન સ્ટારર ‘વોર’ (રૂ. 53.3 કરોડ) અને આમિર ખાનની ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ (રૂ. 52 કરોડ) ના હિન્દી ડબ વર્ઝનને સખત સ્પર્ધા આપશે. હૃતિક રોશનનું યુદ્ધ અને શાહરૂખ ખાનનું પઠાણ એક જ સ્પાય યુનિવર્સનો હિસ્સો છે. આ ફિલ્મમાં યુદ્ધના કર્નલ લુથરા (આશુતોષ રાણા) નું પાત્ર બતાવવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, પઠાણની રિલીઝ પહેલા 32 કરોડ રૂપિયાની ટિકિટો વેચાય હતી. આજે સવારથી સિનેમાઘરો ફૂલ છે અને લોકો આ ફિલ્મ જોયા બાદ ખુશ થઇ વખાણ કરી રહ્યા છે. ફિલ્મ વિવેચક તરણ આદર્શ સહિત ઘણા ફિલ્મ વિવેચકોએ પઠાણને 4.5 સ્ટાર રેટિંગ આપ્યું છે. આવતીકાલે 26 જાન્યુઆરીની રજા અને પછી આવતા વીકેન્ડમાં ફિલ્મના કલેક્શનમાં જોરદાર ઉછાળો જોવા મળી શકે છે. એવી આશા છે કે ફિલ્મ વીકએન્ડ સુધીમાં 200 કરોડનો વેપાર કરી તેવું ચિત્ર સ્પષ્ટ છે.

આ પણ વાંચો: Pathaan: પઠાણ રિલીઝના એક દિવસ પહેલા લીક થતાં મોટો ઝટકો, નિર્માતાએ કરી અપીલ

‘પઠાણ’ ભારતમાં 5200 સ્ક્રીનિંગ કરી રહી છે. આ સ્ક્રીનિંગ તમિલ અને તેલુગુ વર્ઝન સાથે મળીને છે. તે જ સમયે, તેને સમગ્ર વિશ્વમાં 2500 સ્ક્રીનીંગ મળી રહી છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં વિવિધ ભાષાઓમાં 7700 સ્ક્રીનિંગમાં શાહરૂખ ખાનની પઠાણ જોઈ શકાશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ