pathaan movie changes: પઠાણ મુવીમાં રિલીઝ પહેલાં કરાયા આટલા ફેરફાર

pathaan movie changes: સેંસર બોર્ડે પઠાણના 'બેશરમ રંગ' ગીતને કારણે વિવાદ થતાં સેંસર બોર્ડે આટલા ફેરફાર કરવામાં હાંકલ કરી હતી.

Written by mansi bhuva
January 25, 2023 15:15 IST
pathaan movie changes: પઠાણ મુવીમાં રિલીઝ પહેલાં કરાયા આટલા ફેરફાર
પઠાણ મૂવીમાં થયા આટલા ફેરફાર

Pathaan Movie Review: શાહરૂખ ખાન (Shahrukh khan) અને દીપિકા પાદુકોણ સ્ટારર (Deepika padukone) ફિલ્મ આજે (25 જાન્યુઆરી) ના રોજ રિલીઝ થઇ ગઇ છે. ત્યારે ચાહકો પણ બહોળી સંખ્યામાં આ ફિલ્મ જોવા માટે સિનેમાઘરોમાં ઉમટી પડ્યા છે. જેને પગલે સિનેમાઘરો હાલ ખચોખચ છે. મહત્વનું છે કે,આ ફિલ્મના ‘બેશરમ રંગ’ ગીત (Besharam rang song) માં દીપિકા પાદુકોણે ભગવા રંગની બિકીની પહેરતા દેશભરમાં વિરોધ પ્રદર્શન થયા હતા અને ‘પઠાણ’ના બહિષ્કારની માંગ ઉઠી હતી. આ વિવાદ સર્જાતા સેંસર બોર્ડ દ્વારા નિર્માતાઓને અમુક ફેરફાર કરવાનો આદેશ આપ્યો હતો. સાથે જ થિયેટરમાં રિલીઝ પહેલા નવા એડિટેડ વર્ઝન સાથે રિલીઝ કરવા હાંકલ કરી હતી. ત્યારે આવો જાણીએ કે ફિલ્મમાં ક્યા અને કેટલા ફેરફાર કરવામાં આવ્યા છે?

સૌપ્રથમ જ્યાંથી વિવાદનો જન્મ થયો તે વિશે વાત કરીએ તો બેશરમ રંગ ગીતમાં ફાઇનલ કટમાં દીપિકા પાદુકોણની ઓરેંજ રંગની બિકીની હેમખેમ જ રાખવામાં આવી છે. જો કે બેશમ રંગ ગીતમાં અમુક નજીવી ફેરફાર જ કરવામાં આવ્યા છે.

બેશરમ ગીત 12 ડિસેમ્બરના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ગીતનું શૂટિંગ સ્પેનમાં કરાયું હતું. તેમજ આ ગીત પર દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાન સાથે જોરદાર કેમેસ્ટ્રી સાથે ડાન્સ કરતા નજર આવે છે. આ સાથે દીપિકા પાદુકોણના એક્સપ્રેસ પણ પ્રશંસકોને ઘાયલ કરી દે તેવા છે. બીજી તરફ શાહરૂખ ખાન પણ લોકો પર પ્રભાવ પાડવામાં સફળ રહ્યો છે.

આ પણ વાંચો: Pathaan box office collection day 1: પઠાણના રિલીઝના પ્રથમ દિવસે ભવિષ્યવાણી પડી સાચી, ફિલ્મે કરી આટલી કમાણી

આજે સવારથી સિનેમાઘરો ફૂલ છે અને લોકો આ ફિલ્મ જોયા બાદ ખુશ થઇ વખાણ કરી રહ્યા છે. ફિલ્મ વિવેચક તરણ આદર્શ સહિત ઘણા ફિલ્મ વિવેચકોએ પઠાણને 4.5 સ્ટાર રેટિંગ આપ્યું છે. આવતીકાલે 26 જાન્યુઆરીની રજા અને પછી આવતા વીકેન્ડમાં ફિલ્મના કલેક્શનમાં જોરદાર ઉછાળો જોવા મળી શકે છે. એવી આશા છે કે ફિલ્મ વીકએન્ડ સુધીમાં 200 કરોડનો વેપાર કરી તેવું ચિત્ર સ્પષ્ટ છે.

‘પઠાણ’ ભારતમાં 5200 સ્ક્રીનિંગ કરી રહી છે. આ સ્ક્રીનિંગ તમિલ અને તેલુગુ વર્ઝન સાથે મળીને છે. તે જ સમયે, તેને સમગ્ર વિશ્વમાં 2500 સ્ક્રીનીંગ મળી રહી છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં વિવિધ ભાષાઓમાં 7700 સ્ક્રીનિંગમાં શાહરૂખ ખાનની પઠાણ જોઈ શકાશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ