દેશભરમાં શાહરૂખ ખાન અભિનિત ફિલ્મ ‘પઠાણ’નો જબરદસ્ત વિરોધ કરાયો હતો. જો કે હંગામાં વચ્ચે પણ આ ફિલ્મ ગઇકાલે (25 જાન્યુઆરી) રિલીઝ થઇ. આ સાથે ‘પઠાણ’એ ઓપનિંગ ડેમાં બોક્સ ઓફિસ પર ઘૂમ મચાવી કમાણીમાં સાઉથ સૂપરહિટ ફિલ્મ યશની કેજીએફ 2 અને બાહુબલી 2નો રેકોર્ડ તોડ્યો છે. પઠાણ રિલીઝ થતાની સાથે આ ફિલ્મ ચારેય બાજુ છવાઇ ગઇ છે. ત્યારે આ ફિલ્મમાં દર્શકોને સૌથી વધુ ક્યો સીન જોવો ગમ્યો તે વિશે આજે ખાસ વાત કરવી છે.
શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ ‘પઠાણ’ માં સલમાન ખાને કેમિયો કર્યો છે. દર્શકો શાહરૂખ અને સલમાન ખાનની જોડીને વર્ષો બાદ સ્ક્રીનમાં સાથે જોઇને ભારે ઉત્સાહમાં આવી ગયા છે. મહત્વનું છે કે, શાહરૂખ ખાન અને સલમાન ખાનની જોડી વર્ષો પહેલા રિલીઝ થયેલી ફિલ્મ ‘કરણ-અર્જુન’માં સાથે નજર આવ્યાં હતા.
પઠાણ રિલીધ થતાની સાથે આ ફિલ્મ જોયા પછી દર્શકોની ગજબની પ્રતિક્રિયા સામે આવી છે.
1.પઠાણને જોવાવાળા દર્શકોમાં સૌથી વધુ ઉત્સાહ એ વાતનો છે કે આ ફિલ્મમાં સલમાન ખાનની એન્ટ્રી જોરદાર છે.
2.શાહરુખ ખાન અને સલમાન ખાન 50ની ઉંમર વટાવી ચુક્યા છે છતાં પણ બન્ને ખાનભાઈઓની જબરજસ્ત એક્શન જોવા મળી રહી છે. જે દર્શકોને ખુબ જ પસંદ આવી હતી. દર્શકોનું કહેવુ છે કે આટલી ઉંમરમાં પણ બન્ને ખાનની એનર્જી ખરેખર બિરદાવવા જેવી છે.
3.ફિલ્મ કરણ- અર્જુનના ઘણા વર્ષો બાદ સલમાન-શાહરુખને સાથે જોવા મળ્યા છે. આ સંદર્ભે એક વ્યક્તિએ તો ત્યા સુધી કહ્યુ કે આ બન્નેને સાથે જોવા મારી આંખો તરસી રહી હતી. તો કેટલાક દર્શકોનું કહેવુ છે કે શાહરુખ ખાનને પાંચ વર્ષ પછી મોટી સ્ક્રીન પર જોતા ખૂબ એક્સાઈટ છીએ.
4.જ્યારે એક યુજર્સેને તો આ ફિલ્મ એટલી પસંદ પડી કે તેને બીજા લોકોને આ ફિલ્મ જોવા માટે રિકવેસ્ટ કરી છે.
5.એક દર્શકે આ ફિલ્મ વિશે પોતાનો અભિપ્રાય આપતાં કહ્યું હતું કે, શાહરુખ ખાનનો લુક અને તેની અલગ સ્ટાઈલ ખુબ પંસદ પડી છે. કિંગખાન શાહરુખની એક્શન જોયા પછી તેના વખાણ કરવા મારી પાસે કોઈ શબ્દો નથી.
6.આ ફિલ્મ વિશે વધુ એક દર્શકે કહ્યું કે શાહરુખ ખાનના દમદાર પરફોર્મન્સથી લોકો તેના પર ફીદા થઈ ગયા છે. એક વ્યક્તિએ કહ્યું ફિલ્મ શાનદાર છે અને પૈસા વસુલ છે. તો અન્ય એકને ફિલ્મના ડાયલોગ્સ ખૂબ પસંદ પડ્યા.
7.વળી ઘણા લોકોએ દીપિકા પાદુકોણનો લુક અને તેની અદા પસંદ આવી હતી. ફિલ્મમાં દીપિકાનો એક્શન એક્શન સીન જોઈને તો હોશ ઊડી ગયા.
8.આ ઉપરાંત, જ્હોન અબ્રાહમના ફ્રેન્સને તેની એક્શનના કારણે જ પસંદ આવી ગઈ છે. પરંતુ પહેલીવાર તે આ ફિલ્મમાં શાહરુખ ખાન સાથે અલગ અદાંજમાં જોવા મળે છે. બન્ને વચ્ચેની તકરાર લોકોને ખૂબ પસંદ આવે તેવી છે.