Pathaan Trailer: પઠાણ મુવીનું ટ્રેલર રિલીઝ, પાંચ વર્ષ બાદ ફૂલ એક્શન મૂડમાં શાહરૂખ ખાનની ધમાકેદાર વાપસી

Pathaan Trailer: 'પઠાણ' (Pathaan) મુવીમાં શાહરૂખ અને સુપરસ્ટાર જોન અબ્રાહમ વચ્ચે જોરદાર એક્શન સીન્સ જોવા મળશે. આ સાથે અભિનેત્રી દીપિકા પાદુકોણ પણ આ ફિલ્મમાં એક્શન અવતારમાં જોવા મળશે.

Written by mansi bhuva
Updated : January 10, 2023 12:29 IST
Pathaan Trailer: પઠાણ મુવીનું ટ્રેલર રિલીઝ, પાંચ વર્ષ બાદ ફૂલ એક્શન મૂડમાં શાહરૂખ ખાનની ધમાકેદાર વાપસી
પઠાણ મૂવીના ટ્રેલર જોઇ ખુદ નક્કી કરો કે કોનો અંદાજ જબરદસ્ત છે

Pathaan Movie Trailer: પઠાણ મુવી ટ્રેલર છેવટે વિવાદ વચ્ચે રિલીઝ થયું છે. હિન્દી સિનેમાના મેગા-સુપરસ્ટાર શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પઠાણ’ આ દિવસોમાં ચર્ચાનો વિષય છે. તાજેતરમાં, નિર્માતાઓ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે કિંગ ખાનની ‘પઠાણ’નું ટ્રેલર 10 જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવશે. આવી સ્થિતિમાં ફેન્સ ટ્રેલરની આરતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. ત્યારે તમને જણાવી દઇએ કે, આતુરતાથી જેની રાહ જોઇ રહ્યા તે ‘પઠાણ’ મુવીનું ટ્રેલર ફિલ્મ નિર્માતાઓ દ્વારા રિલીઝ કરી દેવામાં આવ્યું છે.

સુપરસ્ટાર રિતિક રોશન અને ટાઈગર શ્રોફની બ્લોકબસ્ટર ફિલ્મ ‘વોર’ બનાવનાર ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદે ‘પઠાણ’નું નિર્દેશન કર્યું છે. આવી સ્થિતિમાં, ફિલ્મ ‘યુદ્ધ’ની જેમ જ તમને ‘પઠાણ’માં પણ ફૂલ ઓન એક્શન જોવા મળશે, જેની ઝલક તમે ‘પઠાણ’ના ટીઝરમાં જોઈ જ હશે. તમને જણાવી દઈએ કે 2 નવેમ્બરે શાહરૂખ ખાનના જન્મદિવસના અવસર પર મેકર્સ દ્વારા ‘પઠાણ’નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં બતાવવામાં આવ્યું છે કે આ ફિલ્મમાં શાહરૂખ અને સુપરસ્ટાર જોન અબ્રાહમ વચ્ચે જોરદાર એક્શન સીન્સ જોવા મળશે. આ સાથે અભિનેત્રી દીપિકા પાદુકોણ પણ આ ફિલ્મમાં એક્શન અવતારમાં જોવા મળશે.

પઠાણ ટ્રેલર અંગે વાત કરીએ તો પઠાણનું ટ્રેલર એક્શન સિક્વન્સની ઉચ્ચ ઓક્ટેન શ્રેણી છે. તેમજ શાહરૂખ ખાન ‘પઠાણ’ તરીકે પ્રભાવશાળી છે, જ્યારે દીપિકા પાદુકોણ પણ જબરદસ્ત સ્ટંટ અને ફાઇટિંગ કરતી જોવા મળી રહી છે. તો જોન અબ્રાહમ પણ મહત્વની ભૂમિકામાં નજર આવે છે.

આ પણ વાંચો: સામંથા રૂથ પ્રભુની બીમારીની એક યૂઝરે ઉડાવી મજાક, અભિનેત્રી ટ્વીટ કરી કહ્યું…’હું પ્રાર્થના કરું છું’…

ફિલ્મ ‘પઠાણ’ના આખા ટ્રેલરમાં ફુલ ઓન એક્શન જોવા મળ્યુ. ફિલ્મના વીએફએક્સ પર પણ ઘણુ કામ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં ખાસ રીતે હવાઇ એક્શન પર ફોકસ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં સ્ટંટ સીન આકર્ષિત કરી રહ્યાં છે.

આ ઉપરાંત ડિમ્પલ કાપડિયા અને આશુતોષ રાણાનો અંદાજ પણ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. શાહરૂખના ફેન્સ વચ્ચે ફિલ્મને લઇને જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે અને તેઓ આતુરતાથી આ ફિલ્મ રિલીઝ થવાની રાહ જોઇ રહ્યાં છે. આ વર્ષે શાહરૂખની ત્રણ બિગ બજેટ ફિલ્મો રિલીઝ થઇ રહી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ