બોલીવુડની અપકમિંગ ફિલ્મ ‘પઠાણ’, જેમાં શાહરૂખ ખાન અને દીપિકા પદૂકોણે અભિનય કર્યો છે તેના ગીત ‘બેશરમ રંગ’ને લઇન ભારે વિવાદ સર્જાયો છે. પઠાણ ફિલ્મના ‘બેશરમ રંગ’ ગીતમાં દીપિકા પદૂકોણની બિકીનીને લઇને વિવાદ થયો છે તો બીજી બાજુ આ શાહરૂખ ખાનના લૂક અને તેણે પહેરેલા લાખ રૂપિયાના શર્ટ-શૂઝ અને ગોગલ્સ ચર્ચાનો વિષય બન્યા છે.
શાહરૂખે પહેરેલા શર્ટની કિંમત જાણી ચોંકી જશો
પઠાણ મૂવીનું પહેલું ગીત ‘બેશરમ રંગ’ રિલીઝ થયા બાદ દીપિકાની બિકીનીને લોકો ઝૂમ-ઝૂમ કરીને જોઇ રહ્યા છે તો કેટલાંક લોકો શાહરૂખ ખાનના લુકની ચર્ચા કરી રહ્યા છે. આ ગીતમાં શાહરૂખ ખાને પહેરેલા શર્ટની કિંમતે ભારે ચર્ચા જગાવી છે. આ ગીતમાં શાહરૂખ ખાને પહેરેલા શર્ટની કિંમત 8,194.83 રૂપિયા છે. બ્લેક કલરનો ફ્લોર પ્રિન્ટેડ આ શર્ટ AllSaints બ્રાન્ડનો છે. આ ગીત રિલીઝ બાદ આ શર્ટ આઉટ ઓફ સ્ટોક છે.

શૂઝ અને ગોગલ્સની કિંમત લાખોમાં
પઠાણ ફિલ્મના ‘બેશરમ રંગ’ ગીતમાં શાહરૂખ ખાને પહેરેલા શૂઝ અને ગોગલ્સની કિંમત પણ લાખો રૂપિયા છે. આ ગીતમાં શાહરૂખ ખાને બ્લેક કલરના ફૂલ શર્ટની સાથે વ્હાઇટ રંગના Dsquared 2 Basket mid-top સ્નીકર્સ પહેર્યા છે. શાહરૂખના આ સ્નીકર્સની કિંમત 1,10,677.60 રૂપિયા છે.
‘બેશરમ રંગ’ સોંગમાં કિંગ ખાને સનગ્લાસીસ પહેરેલા નજરે પડે છે. તે આઇવાન 7285 મોડલ 163(800) ટાઇટેનિયમ ફ્રેમ (Eyevan 7285 Model 163(800) Titanium Frame) સનગ્લાસ છે. આ સનગ્લાસ ગોગલ્સની કિંમત લગભગ 500 ડોલર છે, જો ભારતીય ચલણમાં તેની ગણતરી કરીયે તો આ સનગ્લાસ ગોગલ્સની કિંમત 41,210 રૂપિયા જેટલી થાય છે.
ફિલ્મ સામે વિવાદ શા માટે?
ચાર વર્ષ બાદ કિંગ ખાન ‘પઠાણ’ ફિલ્મથી ફરી એન્ટ્રી કરી રહ્યા છે. હાલ મૂવીના પ્રથમ ગીત ‘બેશરમ રંગ’ને કારણે આ ફિલ્મ રિલીઝ થાય તેની પહેલા જ વિવાદમાં ફસાઇ ગઇ છે. બેશરમ રંગ ગીતમાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ અલગ-અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. મ્યુઝિક વીડિયોના એક સીનમાં દીપિકા ઓરેન્જ બિકીની પહેરીને ડાન્સ કરતી જોવા મળી હતી. દીપિકાની બિકીનીના કલરને લઇને કેટલાક સંગઠનોએ વિરોધ કર્યો છે અને આ ‘પઠાણ’નો બાયકોટ કરવાની ચિકમી ઉચ્ચારી છે.

પઠાણ મૂવીના વિવાદ અંગે હજી સુધી ફિલ્મના મેકર્સ કે સ્ટાર્સે સત્તાવાર રીતે કોઇ નિવેદન આપ્યું નથી. પણ હા, કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન કિંગ ખાને કહ્યું હતું કે, દુનિયા ગમે તે કરે, પરંતુ અમે અને તમે સાથે છીએ.