OTT Adda : વર્ષ 2021માં કોવિડ દરમિયાન, તાપસી પન્નુ અને વિક્રાંત મેસીની ફિલ્મ ‘હસીન દિલરુબા’ રિલીઝ થઈ હતી અને તે ખૂબ જ સફળ રહી હતી, ત્યારથી લોકો આ ફિલ્મની સિક્વલની રાહ જોઈ રહ્યા હતા. હવે રાહ પૂરી થઈ છે અને હસીન દિલરુબાની સિક્વલ ‘ફિર આઈ હસીન દિલરુબા’ રિલીઝ થવાની છે. તાપસી પન્નુ, વિક્રાંત મેસી અને સની કૌશલની આ ફિલ્મ ‘ફિર આઈ હસીન દિલરુબા’ ક્યારે અને કયા પ્લેટફોર્મ પર રિલીઝ થશે તે જણાવી રહ્યા છીએ.
મેકર્સે સોમવારે તાપસી પન્નુ, વિક્રાંત મેસી અને સની કૌશલના અવાજમાં ફિલ્મનું ખતરનાક ટીઝર રિલીઝ કર્યું છે અને આ ટીઝરની સાથે જ તેમણે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે. સાથે જ આ ફિલ્મ કયા પ્લેટફોર્મ પર રિલીઝ થશે તે પણ જાણવા મળ્યું છે.
જે ટીઝર સામે આવ્યું છે તેનાથી જાણ થાય છે કે ફિલ્મ ‘ફિર આઈ હસીન દિલરુબા’ 9 ઓગસ્ટ 2024ના રોજ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઈ રહી છે. નેટફ્લિક્સે આ ફિલ્મનું એક શાનદાર ટીઝર શેર કર્યું છે. કેપ્શનમાં લખ્યું છે કે 9 ઓગસ્ટની હસીન સાંજ દિલરુબાના નામે.
ટીઝરમાં તાપસી, સની કૌશલ અને વિક્રાંત મેસીના પોસ્ટર જોવા મળે છે
ટીઝરમાં તાપસી, સની કૌશલ અને વિક્રાંત મેસીના પોસ્ટર લાગેલા છે, તે પોસ્ટરોની સાથે તેમનો અવાજ પણ સંભળાય છે. તાપસીની પોસ્ટની સાથે તાપસીનો અવાજ પણ સાંભળવા મળે છે: ‘9 ઓગસ્ટે, લોહી ટપકશે, આયેગા કાતિલાના મોનસુન.’ જ્યારે વિક્રાંત મેસીના પોસ્ટર સાથે અવાજ આવે છે કે ‘9 ઓગસ્ટ કી હસીન રાત, દિલરુબા કે સાથ’.
આ પણ વાંચો – અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ રિસેપ્શન, સ્ટાર્સનો જમાવડો
આ સિવાય સની કૌશલના પોસ્ટરની સાથે વોઇસઓવરમાં આપણે સાંભળી શકીએ છીએ કે, ‘9 ઓગસ્ટ કો દિલ પિઘલેંગે, ઇશ્ક કા જહર નિગલેંગે.’ ટીઝરના આખરી પાર્ટમાં આપણે સાંભળી શકીએ છીએ કે સબકો ઇશ્ક કા પાઠ પઢાને ફિર આઈ હસીન દિલરુબા.
“હસીન દિલરુબા” અને “મનમર્ઝિયાં”ની ધમાકેદાર સફળતા બાદ કલર યલો પ્રોડક્શન, તાપસી પન્નુ અને લેખિકા કનિકા ઢિલ્લોની શાનદાર ત્રિપુટી કમબેક કરવા માટે તૈયાર છે. તે જોવું રસપ્રદ રહેશે કે શું ‘ફિર આઈ હસીન દિલરુબા’ માં પણ આવો જ જાદુ થાય છે કે નહીં.





