પોન્નિયિન સેલ્વન 2ની સિંગર રક્ષિતા સુરેશનો થયો અકસ્માત, કહ્યું…’10 સેકન્ડમાં આખી જિંદગી મારી સામે આવી ગઈ’

Rakshita Suresh Accident: ઐશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મ 'પોન્નિયિન સેલ્વન 2'ની સિંગર રક્ષિતા સુરેશનો મલેશિયામાં ભયાનક અકસ્માત થયો હતો. સિંગરે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તે ઘટનાને યાદ કરી છે.

Written by mansi bhuva
May 07, 2023 21:01 IST
પોન્નિયિન સેલ્વન 2ની સિંગર રક્ષિતા સુરેશનો થયો અકસ્માત, કહ્યું…’10 સેકન્ડમાં આખી જિંદગી મારી સામે આવી ગઈ’
'પોન્નિયિન સેલ્વન 2'ની સિંગર રક્ષિતા સુરેશનો થયો અકસ્માત

Ponniyin Selvan 2 Singer Rakshita Suresh Accident: સિંગર રક્ષિતા સુરેશનો રવિવારે સવારે કાર એક્સિડેન્ટ થયો હતો. મલેશિયામાં સિંગરની કાર રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી. તેણી કારમાં એરપોર્ટ તરફ જઈ રહી હતી. રક્ષિતા સુરેશે એઆર રહેમાન સાથે મળીને ફિલ્મ ‘પોન્નિયિન સેલ્વન 2’નું ગીત ગાયું છે. તેણીએ સોશિયલ મીડિયા પર એક નોટ શેર કરીને આ ઘટના વિશે જણાવ્યું છે. સિંગરે સોશિયલ મીડિયા પર પોતાની સ્થિતિ વિશે વાત કરી છે અને તે ઘટનાની સંપૂર્ણ માહિતી આપી છે.

એઆર રહેમાન સાથે ‘પોન્નિયિન સેલ્વન 2’ ના ગીતોને પોતાનો અવાજ આપનાર રક્ષિતા સુરેશએ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરતા કહ્યું કે, અકસ્માત પછી તેનું આખું જીવન તેની સામે ફરવા લાગ્યું હતું. સિંગરે 7 મે 2023ના રોજ પોસ્ટમાં લખ્યું, “આજે મારો એક મોટો અકસ્માત થયો. જ્યારે હું સવારે મલેશિયાના એરપોર્ટ પર જઈ રહ્યી હતી ત્યારે હું જે કારમાં મુસાફરી કરી રહ્યી હતી તે ડિવાઈડર સાથે અથડાઈને રોડની કિનારે ફેંકાઇ ગઇ હતી. એ 10 સેકન્ડમાં મારી આખી જિંદગી મારી સામે આવી ગઈ.

રક્ષિતાએ વધુમાં જણાવ્યું કે, જેના કારણે તેનો જીવ બચી ગયો. સિંગરે લખ્યું, “એરબેગ્સ માટે આભાર, નહીંતર સ્થિતિ વધુ ખરાબ થઈ હોત. જે બન્યું તેના કારણે હજી પણ કાંપી રહી છું, પરંતુ હું ખુશ છું કે હું, ડ્રાઇવર અને અન્ય સહ-મુસાફર જે આગળની સીટ પર બેઠેલા હતા તે ઠીક છે. માત્ર નાની બાહ્ય અને કેટલીક આંતરિક ઇજાઓ છે. જીવંત રહેવા માટે આભારી અને નસીબદાર.”

આ પણ વાંચો: તમિલનાડુના સિનેમાઘરોમાં ધ કેરલા સ્ટોરીનું સ્ક્રીનિંગ અટકાવાયું, મલ્ટીપ્લેક્સ એસોસિએશનો નિર્ણય

પ્લેબેક સિંગર રક્ષિતા સુરેશે સાઉથ અને હિન્દી ફિલ્મો માટે ગીતો ગાયા છે. રક્ષિતા ઘણા રિયાલિટી શોનો ભાગ પણ રહી ચુકી છે. તે ‘સુપર સિંગર 6’ની ફર્સ્ટ રનર-અપ બની હતી. તેણે એ.આર. રહેમાન સાથે ઘણી ફિલ્મોમાં ગીતો ગાયા છે, જેમાં ‘યાને યાને’, ‘કલાથુક્કમ ની વેનમ’, ‘યેલે ઇલાંચિંગમે’ હિટ ગીતોનો સમાવેશ થાય છે. તેણીએ ‘પોનીયિન સેલ્વન 2’ ના કન્નડ સંસ્કરણમાં ‘કિરુનાગે’ અને ‘વીરા રાજા વીરા’ ગીતોને પણ પોતાનો અવાજ આપ્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ