Poonam Pandey Passed Away : પૂનમ પાંડે સર્વાઇકલ કેન્સરનો ભોગ બની છે અને યુવા વયે નિધન પામી છે. બોલિવૂડ અભિનેત્રી અને મોડલ પૂનમ પાંડેનું સર્વાઇકલ કેન્સરને કારણે શુક્રવારે અવસાન થયું છે, પૂનમ પાંડેના મેનેજર દ્વારા તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર આ સમાચાર શેર કરવામાં આવ્યા છે.
પૂનમ પાંડેનું અવસાન
પૂનમ પાંડેનું 2 ફેબ્રુઆરીએ 32 વર્ષની વયે સર્વાઇકલ કેન્સરને કારણે અવસાન થયું હતું.
Nora Fatehi : ડાન્સર નોરા ફતેહીએ પાણી રેડી સ્ટેજ પર લગાવી આગ, થઇ ટ્રોલ
નિવેદનમાં મેનેજરએ લખ્યું છે કે, ”આજની સવાર અમારા માટે કપરી છે. તમને જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે અમે અમારી પ્રિય પૂનમને સર્વાઇકલ કેન્સરથી ગુમાવી છે. તેના સાગા સંબંધીઓ માટે પ્રેમ અને દયા. આ દુઃખના સમયમાં, અમે પ્રાઇવસી માટે વિનંતી કરીશું.”
Madhuri Dixit : ડાન્સ ક્વિન માધુરી સાથે સુનીલ શેટ્ટી રિયાલિટી શો ‘ડાન્સ દીવાને’ માં જોવા મળશે
પાંડેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટે ઘણા લોકોને ચિંતામાં મૂકી દીધા છે. તેની પોસ્ટ પરની કેટલીક કમેન્ટથી આશ્ચર્ય થાય છે કે શું આ સર્વાઇકલ કેન્સર અંગે જાગૃતિ અભિયાન છે અથવા એકાઉન્ટ હેક થયું છે. પરંતુ મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું કે, તેને થોડા સમય પહેલા કેન્સર હોવાનું જાણવા મળ્યું હતું અને તે પછીના તબક્કામાં હતું. તે તેના વતન યુપીમાં હતી, અને અંતિમ સંસ્કાર ત્યાં જ થશે.
પૂનમે 2013માં આવેલી ફિલ્મ ‘નશા’થી અભિનયની શરૂઆત કરી હતી. તે છેલ્લે રિયાલિટી શો ‘લોક અપ’માં જોવા મળી હતી.પૂનમ પાંડે એક વર્સેટાઈલ એકટ્રેસ છે, જે માત્ર મનોરંજન ઉદ્યોગમાં તેના કામ માટે જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની વાઇબ્રેન્ટ હાજરી માટે પણ જાણીતી છે. એક મોડેલ અને અભિનેત્રી તરીકેની તેની જર્નીએ દર્શકોને મોહિત કર્યા, તેની પ્રતિભા અને કરિશ્મા સ્ક્રીન પર દર્શાવી. તેના પરોપકારી પ્રયાસોએ ઘણા લોકોના હૃદય પર અમીટ છાપ છોડી દીધી છે.