The Raja Saab ફિલ્મ માટે પ્રભાસે ઘટાડ્યું વજન, જાણો 46 વર્ષની ઉંમરે શું છે તેની ફિટનેસનું રહસ્ય

prabhas fitness secret : પ્રભાસ હાલમાં તેની ફિલ્મ 'ધ રાજા સાબ' ને લઇને ચર્ચામાં છે, જે 9 જાન્યુઆરીએ વિશ્વભરમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં તેનો લુક પણ ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે, પ્રભાસે પોતાના પાત્ર માટે બોડી પર ઘણું કામ કર્યું છે

prabhas fitness secret : પ્રભાસ હાલમાં તેની ફિલ્મ 'ધ રાજા સાબ' ને લઇને ચર્ચામાં છે, જે 9 જાન્યુઆરીએ વિશ્વભરમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં તેનો લુક પણ ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે, પ્રભાસે પોતાના પાત્ર માટે બોડી પર ઘણું કામ કર્યું છે

author-image
Ashish Goyal
New Update
prabhas

પ્રભાસ હાલમાં તેની ફિલ્મ 'ધ રાજા સાબ' ને લઇને ચર્ચામાં છે

prabhas fitness secret : પ્રભાસ હાલમાં તેની ફિલ્મ 'ધ રાજા સાબ' ને લઇને ચર્ચામાં છે, જે 9 જાન્યુઆરીએ વિશ્વભરમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં તેનો લુક પણ ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે, પ્રભાસે પોતાના પાત્ર માટે બોડી પર ઘણું કામ કર્યું છે, જે મોટા પડદા પર સ્પષ્ટ દેખાય છે. આ માટે તેણે શું કર્યું છે તે તેની સહ-અભિનેત્રી નિધિ અગ્રવાલે જણાવ્યું છે.

Advertisment

નિધિ અગ્રવાલે જણાવ્યું હતું કે કેવી રીતે પ્રભાસ 46 વર્ષની ઉંમરે પોતાને ફિટ રાખવામાં સક્ષમ છે. અભિનેત્રીએ કહ્યું કે પ્રભાસ સેટ પર તેના આહાર અને દિનચર્યાનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. આ જ કારણ છે કે તેઓ પોતે આટલા એક્ટિવ રહી શકે છે.

નિધિએ 123 તેલુગુને પ્રભાસની ખાન-પાનની આદતો વિશે વાત કરતાં કહ્યું હતું કે શૂટિંગ દરમિયાન પ્રભાસ કડક અને સંતુલિત આહાર ફોલો કરે છે. પ્રભાસ મુખ્યત્વે પૌષ્ટિક ખોરાક જેમ કે ફળો વગેરે ખાય છે અને કાંઇપણ ફાલતું વસ્તુઓને ખાવાનું ટાળે છે. તેણે એ પણ ખુલાસો કર્યો કે પ્રભાસ તેની ફિટનેસને લઈને ખૂબ જ ગંભીર છે અને ફિલ્મ 'ધ રાજા સાબ' માટે તેણે સખત મહેનત અને શિસ્તથી ઘણું વજન ઘટાડ્યું છે.

બાહુબલીના સમયે ઇંડા ખાઇને વજન વધાર્યું હતું

પ્રભાસે એસએસ રાજામૌલીની આઇકોનિક ફિલ્મ 'બાહુબલી' માટે પણ સખત મહેનત કરી હતી. આ ફિલ્મ માટે તેણે પોતાના શરીર પર ઘણું કામ કર્યું હતું. તેણે 'બાહુબલી: ધ બિગિનિંગ' (2015) અને 'બાહુબલી 2: ધ કન્ક્લુઝન' (2017) માટે બોડી બનાવી હતી. કહેવાય છે કે આ માટે તે દરરોજ 40 ઇંડા ખાતો હતો.

Advertisment

આ પણ વાંચો - સલમાન ખાનના બર્થ ડે પર બેટલ ઓફ ગલવાન ટીઝર રિલીઝ

આ વિશે પ્રભાસે ફિલ્મ કમ્પેનિયન સાઉથને આપેલા ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો. તે સમયે તે પોતાની ફિલ્મ 'સાહો'નું પ્રમોશન કરી રહ્યો હતો. આ માટે તેણે પોતાનું વજન ઘટાડવું પડ્યું હતું. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તે ખરેખર 'બાહુબલી' માટે પોતાની શાનદાર બોડી બનાવવા માટે દરરોજ સવારે 40 ઇંડા ખાય છે? તેના જવાબમાં પ્રભાસે કહ્યું કે, 'ના, હું 40 ઇંડા ખાઈ શકતો નથી, પરંતુ હું ઘણા ઇંડા ખાતો હતો. કદાચ દિવસમાં 20. 

તેણે કહ્યું કે કેટલીકવાર 30 ઇંડા ખાવા ખૂબ જ મુશ્કેલ છે આપણે તેમને મિક્સરમાં પ્રોટીન સાથે મિક્સ કરીને પીવું પડે છે, તેને જ્યુસની જેમ પીવું પડે છે જેથી ગંધ ન આવે અને તમે ઘણા બધા બાફેલા ઇંડા ખાઈ શકતા નથી.

ફિટનેસ મનોરંજન ન્યૂઝ