સાઉથ સુપરસ્ટાર પ્રભાસ ની તાજેતરમાં રિલીઝ થયેલ ફિલ્મ આદિપુરુષ ઘણા વિવાદમાં જોવા મળી. ફેન્સને આ ફિલ્મથી પ્રભાસને લઇને ઘણી આશાઓ હતી પરંતુ વિવાદને લીધે ફિલ્મ ધાર્યા કરતાં ઓછી સફળ રહી છે. જોકે પ્રભાસની આગામી ફિલ્મ સાલાર ફેન્સ માટે આશાના કિરણ સમાન છે. સાલાર ફિલ્મમાં પ્રભાસ દમદાર એકશન રોલમાં જોવા મળી રહ્યો છે.
પ્રભાસ સાલાર ફિલ્મ સાથે ફેન્સની આશાઓ પૂર્ણ કરવા માટે આશાવંત છે. આ ફિલ્મમાં પ્રભાસ દમદાર એકશન રોલમાં છે. સાલાર મુવીનું ટીઝર રિલીઝ થયું છે. જે જોતાં આ ફિલ્મ દમદાર હોય એવું લાગી રહ્યું છે. ફેન્સ માટે આ સારા સમાચાર છે કે એમનો ફેવરિટ હિરો પ્રભાસ દમદાર એકશન કરતો દેખાય છે. ફેન્સ માટે સાલારની ઝલક જોવી ગમે એવી છે. સાલાર ફિલ્મનું ટીઝર રજુ થતાં જ ઇન્ટરનેટ પર છવાઇ ગયું છે. ફિલ્મનું ટીઝર સવારે 5 વાગે રિલીઝ કરવામાં આવ્યું હતું.
સાલાર ફિલ્મ ટીઝર, દમદાર એન્ટ્રી
સાલાર ફિલ્મના ટીઝરની શરૂઆત એક એકશન દ્રશ્ય સાથે થાય છે. હથિયાર ધારી ટોળકી વચ્ચે ઘેરાયેલ એક શખ્સ સાથેના સંવાદ ફિલ્મનો પ્લોટ તૈયાર કરે છે. તે કહે છે, સિંપલ ઇંગ્લિશ, નો કન્ફ્યૂઝન. આઇ એમ ચીતા, ટાઇગર, એલિફન્ટ, વેરી ડેન્જરસ, બટ નોટ ઇન જુરાસિક પાર્ક, ક્યોકિ ઉસ પાર્ક મે… આટલું કહીને તે ચૂપ થઇ જાય છે અને બાદમાં પ્રભાસની દમદાર એન્ટ્રી થાય છે.
ટીઝરના પ્રારંભે જે શખ્સ બતાવાયો છે એ છે ટીનું આનંદ. જે સાલારમાં મહત્વની ભૂમિકામાં છે. ટીનૂ આનંદ બાદ પ્રભાસની એન્ટ્રી થાય છે. ચાકૂ અને રાઇફલ સાથે પ્રભાસ દુશ્મનો પર તૂટી પડે છે. પ્રભાસનો એકશન દમદાર રોલ ફેન્સને ઘણો પસંદ આવ્યો છે.
પ્રશાંત નીલના ફિલ્મ સાલાર માં પ્રભાસ સાથે શ્રુતિ હસન, પૃથ્વીરાજ સુકુમારન અને જગપતિ બાબુ મુખ્ય રોલમાં છે. સાલાર અને કેજીએફ ફિલ્મને ખાસ કનેકશન પણ છે. યશ અભિનિત કેજીએફ ફિલ્મનું ડાયરેકશન પણ પ્રશાંત નીલે કર્યું હતું. પ્રભાસની અપકમિંગ ફિલ્મ સાલાર પણ પ્રશાંત નીલે બનાવી છે.





