Prabhas Salaar Trailer Released: KGF 2 જેવી ફિલ્મ પ્રોડ્યુશ કરનાર ડિરેક્ટર પ્રશાંત નીલ તેમની આગામી ફિલ્મ ‘સલાર’ને લઈને ઘણા સમયથી સમાચારમાં છે. આ ફ્લિમમાં બાહુબલી ફેમ પ્રભાસ અને અભિનેત્રી શ્રુતિ હાસન સ્ક્રીન પર જોડી જમાવશે. ‘આદિપુરુષ’ની નિષ્ફળતા બાદ ચાહકોની નજર આ ફિલ્મ પર ટકેલી છે. આજે સાલાર ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. સાલાર ફિલ્મનું ટ્રેલર દર્શકોને ગમ્યુ છે. ફિલ્મનું ટ્રેલર રીલીઝ થતાની સાથે જ ઈન્ટરનેટ પર વાયરલ થયુ છે.
‘સાલાર’નું ટ્રેલર હોમ્બલે ફિલ્મ્સની યુટ્યુબ ચેનલથી રિલીઝ કરવામાં આવ્યું છે. તે જોઈ શકાય છે કે જગપતિ બાબુ એક શક્તિશાળી વિલનની ભૂમિકા ભજવી રહ્યા છે, જેની એક અલગ દુનિયા અને નિયમો છે. જે રીતે ‘KGF’માં દેખાડવામાં આવ્યું છે, તેવું જ સામ્રાજ્ય ‘સાલાર’માં જોવા મળી રહ્યું છે. તેને ગુનાની દુનિયાનો બાદશાહ બતાવવામાં આવ્યો છે. પ્રશાંત નીલે ‘KGF’ સ્ટાઈલમાં આ ફિલ્મ બનાવી છે. અભિનેતા પૃથ્વીરાજ સુકુમારન પણ એક દમદાર ભૂમિકામાં અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. તેમજ પ્રભાસ ફિલ્મમાં એક્શન મોડમાં જોરદાર એન્ટ્રી કરે છે. આને જોઈને તમે અનુમાન લગાવી શકો છો કે તે ક્યાંક ‘KGF’ સાથે સંબંધિત છે. તેનો અંદાજ તેના એક્શન સીન્સ અને પાત્રોને જોઈને લગાવી શકાય છે.
સાલાર ફિલ્મમાં શ્રુતિ હસનના કેરેક્ટર વિશે ખાસ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ, તમને ટ્રેલરમાં એક નાની ઝલક ચોક્કસપણે જોવા મળશે, જે ખૂબ જ રોમાંચક છે. તેમજ ગરુણા આ ફિલ્મમાં તેના અભિનયથી ફરી એકવાર દિલ જીતવા જઈ રહ્યો છે. ટ્રેલરમાં જોઈ શકાય છે કે પ્રભાસ અને પૃથ્વીરાજ સુકુમારન સારા મિત્રો છે અને ‘બાહુબલી’ સ્ટાર તેમના માટે કોઈને પણ મારવા તૈયાર છે. ટ્રેલર જોઈને લાગે છે કે ફિલ્મમાં જોરદાર એક્શન અને ઘણી ઈમોશન જોવા મળશે.
સાલાર ફિલ્મનું શૂટિંગ 114 દિવસમાં થયું હતું
ડિરેક્ટર પ્રશાંત નીલે પ્રભાસની ‘સાલાર’ વિશે ઘણી રસપ્રદ વાતો શેર કરી છે. તેમણે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેને શૂટ કરવામાં લગભગ 114 દિવસનો સમય લાગ્યો હતો. દુનિયાભરના અલગ-અલગ લોકેશન પર તેનું શૂટિંગ કરવામાં આવ્યું છે. તેનું શૂટિંગ હૈદરાબાદથી 5 કલાક દૂર સિંગનેરી માઈનસમાં, સાઉથ પોર્ટ્સ, મેંગ્લોર પોર્ટ, વિઝાગ પોર્ટમાં થયું હતું અને એક નાનો પાર્ટ્સ યુરોપમાં પણ શૂટ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં પ્રભાસના રોલ વિશે કહેવામાં આવ્યું હતું કે, અભિનેતા તેમાં ખૂબ હિંસક જોવા મળશે. જેમા તેની જબરદસ્ત એક્શન સ્ટાઈલ દર્શકો અને ચાહકોને જોવા મળશે.
ડંકી સાથે ટકરાશે સાલાર
તમને જણાવી દઈએ કે સાલાર ફિલ્મ અગાઉ સપ્ટેમ્બર 2023માં રિલીઝ થવાની હતી. પરંતુ, મેકર્સે અચાનક તેની રિલીઝ ડેટ મોકૂફ કરી દીધી. આનું કારણ એ સામે આવ્યું છે કે શાહરૂખ ખાનની ‘જવાન’ રિલીઝ થઈ રહી છે. આ માટે ચાહકો અને દર્શકોના ક્રેઝને જોઈને તેની રિલીઝ ડેટ આગળ વધારી દેવામાં આવી હતી. આ પછી ફિલ્મની રિલીઝ ડેટ 22 ડિસેમ્બર નક્કી કરવામાં આવી હતી. આ દિવસે શાહરૂખ ખાનની ‘ડંકી’ રિલીઝ થશે. બોક્સ ઓફિસ પર બંને ફિલ્મો વચ્ચે જોરદાર ટક્કર થવાની છે. આવી સ્થિતિમાં વર્ષના અંતે કોણ જીતે છે તે જોવું રસપ્રદ રહેશે.





