સાઉથ સુપરસ્ટાર પ્રભાસ અને ક્રિતિ સેનન પોતાની આગામી ફિલ્મ આદિપુરૂષને કારણે ચર્ચામાં છે. ‘આદિપુરુષ’ ફિલ્મનું ફાઇનલ ટ્રેલર 6 મેના રોજ એક ભવ્ય ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. ફિલ્મના લીડ એક્ટર્સ પ્રભાસ અને ક્રિતિ સેનન આ ઇવેન્ટનું મુખ્ય આકર્ષણ રહ્યા. પ્રભાસે પોતાના લગન વિશે મોટી વાત પણ કહી. તેમણે કબૂલાત કરી છે કે તે લગ્ન કરશે. પરંતુ ક્યારે અને કોની સાથે?
ઓમ રાઉતની ફિલ્મ ‘આદિપુરુષ’નું ફાઇનલ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, મૂવીને લઇને ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. ફિલ્મનું ટ્રેલર સોશિયલ મીડિયા પર ટોકિંગ પોઇન્ટ બનેલું છે. તિરુપતિમાં યોજાયેલા આ ભવ્ય ઇવેન્ટ દરમિયાન પ્રભાસ અને ક્રિતિએ પોતાના મનની વાત શેર કરી.
ટ્રેલર લોન્ચ વખતે પ્રભાસ ખુશહાલ મૂડમાં જોવા મળી રહ્યો હતો. આ તકે પ્રભાસે પોતાના ફેન્સના સવાલોના જવાબ આપતા જણાવ્યું હતું કે, હું તિરૂપતિમાં લગન કરીશ. આ વાત સાંભળીને સૌ કોઇ ઉત્સાહિત થયા. અહીં મહત્વનું છે કે, પ્રભાસનું નામ અનુષ્કા શેટ્ટી અને ક્રિતિ સેનન સાથે જોડાઇ ચુક્યું છે.
ટ્રેલર લોન્ચમાં પ્રભાસે ફેન્સને વચન પણ આપ્યું હતું કે, તે દર વર્ષે 2 ફિલ્મો ચોક્કસ કરશે અને જો શક્ય હશે તો તે ત્રીજી ફિલ્મ પણ કરશે. આ વાતને લઇને ફેન્સ ખુબ ખુશ થયા હતા.
આ સિવાય ઇવેન્ટમાં ક્રિતિ સેનને પ્રભાસના ભરપૂર વખાણ કરતાં કહ્યું કે, રામનું કેરેક્ટર પ્રભાસ કરતાં સારુ કોઇ કરી શકે એમ નહતું. તેણે કેરેક્ટરને જીવંત બનાવવા માટે સખત મહેનત કરી છે. પ્રભાસના વ્યક્તિત્વને લઇને ક્રિતિએ કહ્યું, આ ખોટી ધારણા છે કે પ્રભાસ ઓછુ બોલે છે, તે સેટ પર ઘણી વાતો કરતાં હતા. તે સ્વીટ અને હાર્ડ વર્કિંગ છે. સાથે જ તે ખાવાનો ખૂબ જ શોખીન છે. પ્રભાસના લગ્ન સાથે ઇવેન્ટમાં કૃતિ અને પ્રભાસનું હગ પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલુ છે.
આ પણ વાંચો: બિગ બોસ ઓટીટી 2 ટીઝરમાં સલમાન ખાને આપ્યું વચન, આ તારીખથી Jio સિનેમા પર સ્ટ્રીમ થશે
મહત્વનું છે કે, ફિલ્મનું બજેટ 700 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહ્યું છે. પિલ્મના રાઇટ્સ પહેલા જ 400 કરોડથી વધુમાં વેચાઇ ચુક્યા છે. ફિલ્મના સોન્ગ પણ ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે.
આ આર્ટિકલ ધ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદિત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો.