Prabhu Deva : ડાન્સની દુનિયાના કિંગ પ્રભુ દેવા અને નયનતારાની અધૂરી પ્રેમ કહાની, એક્ટ્રેસ પ્રેમમાં ક્રિશ્ચિયનમાંથી હિંદુ બની હતી?

Prabhu Deva : ફેમસ કોરિયોગ્રાફર પ્રભુ દેવા અને સાઉથ એક્ટ્રેસ નયનતારાન પ્રેમ કરતા હતા. તેથી પ્રભુ દેવાએ 16 વર્ષના લગ્ન તોડી નાખ્યા અને વર્ષ 2011માં તેની પત્ની લતાને ડિવોર્સ આપી દીધા. પરંતુ ક્યા કારણસર પ્રભુદેવા અને નયનતારાનું બ્રેકઅપ થઇ ગયું?

Written by mansi bhuva
Updated : April 03, 2024 10:16 IST
Prabhu Deva : ડાન્સની દુનિયાના કિંગ પ્રભુ દેવા અને નયનતારાની અધૂરી પ્રેમ કહાની, એક્ટ્રેસ પ્રેમમાં ક્રિશ્ચિયનમાંથી હિંદુ બની હતી?
Prabhu Deva : ડાન્સની દુનિયાના કિંગ પ્રભુ દેવાના પ્રેમમાં નયનતારા ક્રિશ્ચિયનમાંથી હિંદુ બની હતી (Photo Jansatta)

Prabhu Deva Birthday : બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સને પોતાના ઇશારે ડાન્સ કરાવનાર પ્રભુ દેવા આજે 3 એપ્રિલે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. પ્રભુ દેવાએ બોલિવૂડના ભાઈજાને પણ તેમના કહેવા પર ડાન્સ કર્યો છે. કોરિયોગ્રાફરે સલમાન ખાન સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ત્યારથી બધા પ્રભુ દેવાના ડાન્સના દિવાના બની ગયા.

પ્રભુ દેવાએ ભારતમાં ડાન્સનું ભાગ્ય બદલી નાખ્યું છે. પ્રભુ દેવાને તેના ફેન ભારતીય ‘માઇકલ જેક્સન’ તરીકે પણ ઓળખે છે. પ્રભુ દેવાએ પોતાના કરિયરની શરૂઆત બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કરી હતી. પ્રભુ દેવા ડાન્સર ઉપરાંત ડિરેક્ટર, પ્રોડ્યુસર અને એક્ટર પણ છે.

પ્રભુ દેવાએ‘વોન્ટેડ’, ‘રમૈયા વસ્તા વૈયા’, ‘આર રાજકુમાર’, ‘રાઉડી રાઠોર’, ‘સિંઘ ઈઝ બ્લિંગ’ અને ‘એક્શન જેક્સન’ જેવી સુપરહિટ ફિલ્મોનું નિર્દેશન કર્યું છે.

પ્રભુ દેવાએ 100થી વધુ ફિલ્મોમાં કોરિયોગ્રાફી કરી છે. 1999માં પ્રભુએ માઈકલ જેક્સનના ગ્રુપ સાથે જર્મનીમાં પરફોર્મ કર્યું હતું.

એક સમય એવો હતો કે જ્યારે નયનતારા અને પ્રભુ દેવાના અફેરની ચર્ચા સમાચારોમાં હેડલાઈન્સ બનતી હતી, પરંતુ પછીથી બંને અલગ થઈ ગયા. વાસ્તવમાં, જે સમયે નયનતારાએ કોરિયોગ્રાફર પ્રભુ દેવાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું, તે સમયે તે પરિણીત હતો અને 3 પુત્રોનો પિતા હતો, પરંતુ ટૂંક સમયમાં જ બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા. બંને લિવ-ઈન રિલેશનશીપમાં રહેવા પણ લાગ્યા હતા.

પ્રભુ દેવાની પત્નીને તેમના પ્રેમના સમાચાર મળતા જ તેમની પત્ની લતાએ 2010માં ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી કે પ્રભુ દેવા નયનતારા સાથે લિવ-ઈનમાં રહે છે.

આ પણ વાંચો : Vikrant Massey Birthday : જ્યારે વિક્રાંત મેસીને બર્થડે પર ભેટમાં ગુલઝારની જૂતિયા મળી હતી…આજે એક્ટર પાસે કરોડોની નેટવર્થ

આ સાથે લતાએ એવી ધમકી પણ આપી હતી કે જો તે નયનતારા સાથે લગ્ન કરશે તો તે ભૂખ હડતાળ પર ઉતરશે. આવી સ્થિતિમાં નયનતારાનો ઘણો વિરોધ થયો હતો, તેના પૂતળા પણ બાળવામાં આવ્યા હતા. પ્રભુ દેવા નયનતારાને પ્રેમ કરતા હતા. તેથી તેણે 16 વર્ષના લગ્ન તોડી નાખ્યા અને વર્ષ 2011માં તેની પત્ની લતાને ડિવોર્સ આપી દીધા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ