પ્રસિદ્ધ કોરિયોગ્રાફર પ્રભુ દેવા 50 વર્ષની ઉંમરે ચોથી વખત પિતા બન્યો, લક્ષ્મીનું આગમન થયુ

Prabhu Deva: કોરિયોગ્રાફર પ્રભુ દેવાએ હાલમાં જ આપેલા એક ઇન્ટરવ્યુમાં આ વાતની પુષ્ટિ કરતા ખુશી જાહેર કરી હતી.

Prabhu Deva: કોરિયોગ્રાફર પ્રભુ દેવાએ હાલમાં જ આપેલા એક ઇન્ટરવ્યુમાં આ વાતની પુષ્ટિ કરતા ખુશી જાહેર કરી હતી.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Prabhu Deva Photo News

બોલિવૂડના પ્રસિદ્ધ કોરિયોગ્રાફર પ્રભુ દેવા ફાઇલ તસવીર (ફોટો ક્રેડિટ ધ ઇન્ડિયન એક્સપ્રેસ)

બોલિવૂડના પ્રસિદ્ધ કોરિયોગ્રાફર પ્રભુ દેવાના ફેન્સ માટે ખુશખબર છે. પ્રભુ દેવા 50 વર્ષની ઉંમરે ચોથી વખત પિતા બન્યા છે. પ્રભુ દેવાની બીજી પત્ની હિમાની સિંહે પુત્રીને જન્મ આપ્યો છે. પ્રભુ દેવાએ વર્ષ 2011માં પોતાની પહેલી પત્ની રામલથને ડિવોર્સ આપ્યા બાદ વર્ષ 2020માં હિમાની સિંહ સાથે લગ્ન કરી લીધા હતા. પ્રભુ દેવા અને રામલથના બે દીકરા છે. ત્રીજા દીકરાનું વર્ષ 2008માં કેન્સરના કારણે મોત નિપજ્યુ હતું. હિમાની સાથે આ તેમનું પહેલું સંતાન છે. આ વાતની ખુદ પ્રભુ દેવાએ ખાતરી કરી છે.

Advertisment

હાલમાં જ પ્રભુ દેવાએ એક ઇન્ટરવ્યુ આપ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું કે, હા એ સાચુ છે કે, હું 50 વર્ષની ઉંમરે ફરી પિતા બન્યો છું. હું પોતાને ખૂબ જ ખુશ અને કમ્પલીટ અનુભવી રહ્યો છું. આ સાથે પ્રભુ દેવાએ કરિયર થી બ્રેક લેવાની પણ વાત કહી. તેમણે કહ્યું કે, મેં પહેલાથી જ પોતાનું કામ ઓછું કરી દીધુ છે. મને લાગતુ હતું કે, હું ઘણું કામ કરી રહ્યો છું, દોડી રહ્યો છું. પરંતુ હવે મેં ઘણુ કરી લીધું. હવે હું મારી ફેમિલી સાથે સમય વીતાવવા માંગુ છું.

આ પણ વાંચો: શાહરૂખ ખાને એક ચાહકના પ્રશ્નનનો આપ્યો જોરદાર જવાબ, ‘યાદો સેવાનિવૃત…

Advertisment

મીડિયા અહેવાલ પ્રમાણે વર્ષ 2010માં પ્રભુ દેવાની પહેલી પત્ની રામલથે ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજીમાં રામલથે કોર્ટને અભિનેત્રી નયનતારા સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહી રહેલા પ્રભુ દેવાને નિર્દેશ આપવાની માંગ કરી હતી. સાથે જ રામલથે પ્રભુ દેવાને ધમકી પણ આપી હતી. તેણે કહ્યું હતું કે, જો પ્રભુ દેવા નયનતારા સાથે લગ્ન કરશે તો તે ભૂખ હડતાળ પર ઉતરશે. આ આખા ડ્રામા બાદ પ્રભુ દેવાએ વર્ષ 2011માં રામલથને છૂટાછેડા આપી દીધા અને વર્ષ 2012માં નયનતારા સાથે બ્રેકઅપ કરી લીધુ હતું.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ