Prakash Raj Birthday : 12 વર્ષ નાની કોરિયોગ્રાફર સાથે બીજા લગ્ન, છ વખત એક્ટર પર પ્રતિબંધ, આવી છે સાઉથ સ્ટાર પ્રકાશ રાજની કહાની

Prakash Raj Birthday : સાઉથ અભિનેતા અને વિલેનના પાત્રથી છવાય ગયેલા પ્રકાશ રાજ અનેક મુદ્દાઓ પર વિવાદાસ્પદ નિવેદનો આપીને વારંવાર લોકોની ટીકાનો શિકાર બની ચૂક્યા છે. સામાજિક હોય કે રાજકીય મુદ્દો, પ્રકાશ રાજ પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપવામાં પાછળ પડતા નથી.

Prakash Raj Birthday : સાઉથ અભિનેતા અને વિલેનના પાત્રથી છવાય ગયેલા પ્રકાશ રાજ અનેક મુદ્દાઓ પર વિવાદાસ્પદ નિવેદનો આપીને વારંવાર લોકોની ટીકાનો શિકાર બની ચૂક્યા છે. સામાજિક હોય કે રાજકીય મુદ્દો, પ્રકાશ રાજ પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપવામાં પાછળ પડતા નથી.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Prakash Raj Birthday | Prakash Raj | Prakash Raj Birthday Special | Prakash Raj Movie

12 વર્ષ નાની કોરિયોગ્રાફર સાથે બીજા લગ્ન, છ વખત એક્ટર પર પ્રતિબંધ, આવી છે સાઉથ સ્ટાર પ્રકાશ રાજની કહાની (ફોટો ઇન્ડિયન એક્સપ્રેસ)

Prakash Raj Birthday Special : બોલિવૂડ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પીઢ અભિનેતા પ્રકાશ રાજ આજે 26 માર્ચે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. પ્રકાશ રાજનું સાચું નામ પ્રકાશ રાય છે. પ્રકાશ રાજે વર્ષ 1994માં આવેલી તમિલ ફિલ્મ 'દૂતે'થી અભિનયની દુનિયામાં પગ મૂક્યો હતો. બોલિવૂડમાં પ્રકાશ રાજે 'વોન્ટેડ' અને 'સિંઘમ'થી પોતાની અલગ ઓળખ સ્થાપિત કરી છે. ગનીભાઈ અને જયકાંત શિકરેના પાત્રોએ તેમને ઘણી લોકપ્રિયતા અપાવી. અત્યાર સુધી ઘણી ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલા પ્રકાશ રાજ (Prakash Raj Birthday) માત્ર પડદા પર જ નહીં પરંતુ વાસ્તવિક જીવનમાં પણ દમદાર અને બેબાક વ્યક્તિત્વ ધરાવે છે.

Advertisment
Prakash Raj Birthday | Prakash Raj | Prakash Raj Birthday Special | Prakash Raj Movie<br />
Prakash Raj BIrthday : પ્રકાશ રાજ ફાઇલ તસવીર

પ્રકાશ રાજે 2000થી વધુ નાટકોમાં કામ કર્યું છે. તે જેટલા ગંભીર અભિનેતા છે, તેના કરતાં તે ઘણી સારી વ્યક્તિ છે. લોકડાઉન દરમિયાન કર્મચારીઓને આર્થિક મદદ કરવી હોય કે ખેડૂતોના વિરોધ દરમિયાન તેમને સમર્થન આપવું. પ્રકાશ રાજ હંમેશા મોખરે હોય છે. થિયેટર પછી, પ્રકાશ રાજે દૂરદર્શનની સિરિયલ 'બિસિલુ કુદુરે' સાથે ટીવી પર તેમની અભિનય કારકિર્દીની શરૂઆત કરી. આજે, પ્રકાશ રાજ, જે કરોડો રૂપિયા ફી લે છે, ત્યારે તેમને માત્ર 300 રૂપિયા (પ્રથમ પગાર) મળ્યા હતા.

તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રી દ્વારા પ્રકાશ રાજ પર છ વખત પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. પ્રકાશ રાજે તમિલ ફિલ્મોમાં ડેબ્યુ કર્યું તે જ વર્ષે, એટલે કે 1994માં તમિલ અભિનેત્રી લલિતા કુમારી સાથે લગ્ન કર્યા. જોકે બંનેના છૂટાછેડા થઈ ગયા છે. બંનેને બે દીકરીઓ અને એક દીકરો હતો પરંતુ તેમનું અવસાન થયું છે. પ્રકાશે અનેક ઈન્ટરવ્યુમાં પોતાના પુત્રના મૃત્યુ અંગે વાત કરતા જોવા મળે છે.

પ્રકાશ રાજે કોરિયોગ્રાફર પોની વર્મા સાથે બીજા લગ્ન કર્યા છે, જે તેમનાથી લગભગ 12 વર્ષ નાની છે. લલિતા કુમારી સાથે તેમના છૂટાછેડા બાદ પ્રકાશે પોની સાથે લગ્ન કરવા માટે તેની પુત્રીઓની પરવાનગી લીધી હતી. પ્રકાશે જણાવ્યું હતું કે કેવી રીતે પોની સાથે લગ્ન કરતા પહેલા તેણે તેની પુત્રીઓને પોની સાથે થોડો સમય વિતાવવા કહ્યું હતું અને તેની પરવાનગીથી તેણે 2010માં બીજી વખત લગ્ન કર્યા હતા.

Advertisment

પ્રકાશ રાજ અનેક મુદ્દાઓ પર વિવાદાસ્પદ નિવેદનો આપીને વારંવાર લોકોની ટીકાનો શિકાર બની ચૂક્યા છે. સામાજિક હોય કે રાજકીય મુદ્દો, પ્રકાશ રાજ પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપવામાં પાછળ પડતા નથી.

https://www.instagram.com/p/CmljLXfuYsx/

અભિનેતા હોવા ઉપરાંત પ્રકાશે રાજકારણમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં તેમણે કર્ણાટકની બેંગ્લોર સેન્ટ્રલ બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી.

આ પણ વાંચો : અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના દીકરા અકાયના લંડનમાં જન્મ પાછળ છે આ કારણ

પ્રકાશ રાજને લકઝરી વોહનોનો પણ શોખ છે. એક્ટર પાસે મોંઘા વાહનોનું સારું કલેક્શન છે. તેમની પાસે ટોયોટા ઇનોવા કાર છે, જેની કિંમત 17 લાખથી વધુ છે. આ સિવાય BMW 520D, મર્સિડીઝ બેન્ઝ, ISUZU, Bolero Maxi Truck, Audi Q3 જેવું કલેક્શન છે. મળતી માહિતી અનુસાર, પ્રકાશ રાજ 32 કરોડ રૂપિયાની નેટવર્થ ધરાવે છે.

સેલિબ્રિટી બર્થ ડે celebrities મનોરંજન ન્યૂઝ