પ્રત્યુષા બેનર્જીના આપધાત મામલે 7 વર્ષ પછી બોયફ્રેન્ડ રાહુલ રાજનો ઘટસ્ફોટ

pratyusha Banerjee Death: પ્રત્યુષા બેનર્જી (Patyusha Banerjee) ના માતા પિતાએ રાહુલ રાજને તેમના મોતના જવાબદાર ઠેરવ્યા હતા. રાહુલ પર આરોપ મુકવામાં આવ્યો હતો કે, રાહુલ રાજે પ્રત્યુષાને તેમના માતા પિતા વિરુદ્ધ ભડકાવ્યા હતા.

Written by mansi bhuva
April 11, 2023 13:54 IST
પ્રત્યુષા બેનર્જીના આપધાત મામલે 7 વર્ષ પછી બોયફ્રેન્ડ રાહુલ રાજનો ઘટસ્ફોટ
પ્રત્યુષા બેનર્જીના આત્યહત્યા કેસમાં નવો વળાંક

પોપ્લુલર ટીવી સીરિયલ બાલિકા વધુથી ઘરે ઘરે લોકપ્રિય થનારી દિવગંત એક્ટ્રેસ પ્રત્યુષા બેનર્જીએ 1 એપ્રિલ 20216માં ફાંસી લગાવીને જીવન ટૂંકાવ્યુ હતું. 24 વર્ષની ઉંમરમાં અભિનેત્રીએ આત્મહત્યા કરતા લોકોને મોટો ધક્કો લાગ્યો હતો. પ્રત્યુષાના મોતનો જવાબદાર તેના બોયફ્રેન્ડ રાહુલ રાજને ગણવામાં આવ્યો હતો. જો કે તેને હંમેશા આ આરોપનો ઇન્કાર કર્યો છે. એક્ટ્રેસના મોતના 7 વર્ષ પછી રાહુલ રાજે મોટો ખુલાસો કર્યો છે.

રાહુલ રાજે પોતાના નિવેદનમાં ખુલાસો કર્યો છે કે, પ્રત્યુષાએ આત્મહત્યા નહીં પરંતુ તેનો અકસ્માત થયો હતો. હકીકતમાં રાહુલ રાજ સિંહે આજતકને ઇન્ટરવ્યૂ આપ્યું હતું. જેમાં તેણે જણાવ્યું હતું કે, પ્રત્યુષાના આપઘાત સાથે કોઈ લેવા દેવા નથી. આપઘાતના એક દિવસ પહેલા પાર્ટી કરી રહ્યા હતા. પાર્ટી પછી એકદમથી આ પ્રકારનું પગલું શા માટે ભર્યું જેના જવાબમાં રાહુલે દાવો કર્યો હતો કે, પ્રત્યુષાએ આપઘાત નહોતો કર્યો.

રાહુલ રાજ સિંહે દાવો કરતા જણાવ્યું છે કે, ‘હું એવું માનતો જ નથી કે, પ્રત્યુષાએ આપઘાત કર્યો હતો. તે દિવસે પ્રત્યુષાએ મને ડરાવવા માટે ફાંસી લગાવતો વિડીયો બનાવી રહી હતી. તે આ પ્રકારે કરતી હતી. તે દરમિયાન તેનો પગ લપસી ગયો હશે. આ કારણોસર આ પ્રકારની ઘટના સર્જાઈ હતી.’

પ્રત્યુષાના માતા પિતાએ રાહુલ રાજને તેમના મોતના જવાબદાર ઠેરવ્યા હતા. રાહુલ પર આરોપ મુકવામાં આવ્યો હતો કે, રાહુલ રાજે પ્રત્યુષાને તેમના માતા પિતા વિરુદ્ધ ભડકાવ્યા હતા. તેમની પ્રોપર્ટી પર કબ્જો કર્યો અને અનેક અફેર હતા. પ્રત્યુષા તેના માતા પિતાના દેવાથી પરેશાન હતી. હું તેમના માતા પિતાને દેવું ચૂકવવામાં મદદ કરતો હતો.

આ પણ વાંચો: સલમાન ખાન પર મોતની તલવાર લટકી રહી છે, અભિનેતાને ફરી મળી જાનથી મારી નાખવાની ધમકી, આપી તારીખ

રાહુલ રાજની હંમેશા પ્રત્યુષાની માતા સાથે વાત થતી હતી. પ્રત્યુષાના મૃત્યુ પછી બધું બદલાઈ ગયું હતું અને રાહુલ પર આરોપ મુકવામાં આવ્યો હતો. રાહુલે કામ્યા પંજાબી સહિત અનેક સેલિબ્રિટી પર પ્રત્યુષાના માતા પિતાને ભડકાવવાનો આરોપ મુક્યો હતો. તેઓ જણાવે છે કે, હું પ્રત્યુષાના માતા પિતાને મળવા માંગું છું અને શક્ય હશે તો તેમની મદદ પણ કરીશ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ